________________
૫૪૮
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ
१००७ तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयन,
तैस्तैस्तत्तदुपायमूढ ! भगवन्नात्मन् ! किमायास्यसि? । हन्तात्मानमपि प्रसादय मनाग, येनासतां सम्पदः ।
साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ॥ ५४ ॥ ટીકાર્થ:- યથાર્થ પરમાનંદ પ્રાપ્ત કરવાનો ઉપાય ન જાણનાર હે મૂઢાત્મન્ ! તું આ પરમાત્મા પાસેથી પ્રાપ્ત કરીને, અપરમેશ્વર-સ્વરૂપ ગમે તે દેવ પાસે જઈ ઇષ્ટ પદાર્થોની ભેટ ધરવી, માનતા માનવી, તેમની સેવા, પૂજા, ભક્તિ આદિ ઉપાયથી ધન, યશ, વિદ્યા રાજ્ય, સ્વર્ગ આદિની પ્રાર્થના કરીને રોગ, દરિદ્રતા, તુચ્છ ઉપદ્રવ આદિ અનર્થ-પરિહારરૂપ કારણે તારા આત્માને શા માટે પરેશાન કરે છે? તે આત્મ ભગવન્! (ભાવિમાં પૂજ્ય બનનાર હોવાથી) અત્યાર સુધી અજ્ઞાનથી, કયા ઉપાયથી આ કે બીજા પરમેશ્વરને પ્રસન્ન કરવા? તેમાં તું ઠગાયો છે, માટે રજોગુણ અને તમોગુણ દૂર કરવા પૂર્વક અર્થાતુ આ લોક કે પરલોકની સાંસારિક સુખાભિલાષા દૂર કરીને શાશ્વત સુખના સ્વામી તારા આત્માને જ ક્ષણ માત્ર પ્રસન્ન કર, જેથી કરીને બીજી લૌકિક સંપત્તિ કે અનર્થ-પરિહારરૂપ સમૃદ્ધિઓની વાત તો દૂર રાખીએ અર્થાત તે આનુષંગિક ફળ તો મળવાનું છે જ, પરંતુ પરમજ્યોતિ જ્ઞાનસ્વરૂપ કેવલ-જ્ઞાન-સમૃદ્ધિનું સ્વામીપણું તને પ્રગટ થાય. ભાવાર્થ એ સમજવો કે, આખા જગતને પ્રસન્નતા કરવાના પ્રયત્ન વગર એક માત્ર પોતાના આત્માની પ્રસન્નતા વડે સહેલાઇથી પરમેશ્વરપણાની સંપત્તિઓ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. તે સિવાયનો સર્વ પ્રયત્ન નિષ્ફલ સમજવો. આવા પ્રકારની સામ્રાજ્યસંપત્તિમાં ઉન્મનીભાવ કે અમનસ્કભાવ સુલભ બને છે. | ૫૪ ||
હવે પહેલાં પ્રતિજ્ઞા કરી હતી કે શ્રુત-સમુદ્ર અને ગુરુના મુખથી અને પોતાના અનુભવથી જે જાણ્યું ઇત્યાદિ, તેનો નિર્વાહ અર્થાત યોગશાસ્ત્ર ગ્રંથની રચના પૂર્ણ થતાં તેનો ઉપસંહાર કરે છે-- १००८ या शास्त्रात् सुगुरोर्मुखादनुभवाच्चाज्ञायि किञ्चित् क्वचित्,
योगस्योपनिषद् विवेकिपरिषच्चेतश्चमत्कारिणी । श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थनाद्,
आचार्येण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा ॥ ५५ ॥ તથા વિવરણના અંતમાં-- १००९ श्रीचौलुक्यक्षितिपतिकृतप्रार्थनाप्रेरितोऽहं,
तत्त्वज्ञानामृतजलनिधेर्योगशास्त्रस्य वृत्तिम् स्वोपज्ञस्य व्यरचयमिमां तावदेषा च नन्द्याद्,
यावज्जैनप्रवचनवती भूर्भुवःस्वस्त्रयीयम् १०१० संप्रापि योगशास्त्रात्, तद्विवृतेश्चापि यन्मया सुकृतम् ।
तेन जिनबोधिलाभ-प्रणयी भव्यो जनो भवतात् ॥ २ ॥ ટીકાર્થ - બાર અંગરૂપ આગમાદિ શાસ્ત્રો, આગમ અને બીજાં શાસ્ત્રોની યથાર્થ સુંદર વ્યાખ્યા કરનારા ગીતાર્થ ગુરુઓના મુખારવિંદના ઉપદેશથી, તથા મારા પોતાના અનુભવથી યોગનું જે અલ્પ રહસ્ય જાણવામાં આવ્યું, તે યોગરુચિવાળી પંડિતોની પર્ષદાના ચિત્તને ચમત્કાર કરનાર હોવાથી શ્રીચૌલુક્યવંશમાં થએલા કુમારપાલ મહારાજાની અતિશય પ્રાર્થનાથી આચાર્ય શ્રી હેમચંદ્ર યોગશાસ્ત્ર નામના ગ્રંથસ્વરૂપે વાણીના માર્ગમાં