________________
બારમો પ્રકાશ, શ્લો.૫૪-૫૫
સ્થાપન કર્યું. ૫૫ ॥
કુમારપાળ મહારાજાને યોગની ઉપાસના પ્રિય હોવાથી, તેઓએ બીજાં પણ યોગશાસ્ત્રો જાણ્યાં હતાં, તેથી પહેલાં રચાએલાં યોગશાસ્ત્ર કરતાં નવીન ભાત પાડે તેવું વિલક્ષણ યોગશાસ્ત્ર સાંભળવાની તેમની ઇચ્છાથી અને પ્રાર્થનાથી વચનનો અવિષય હોવા છતાં પણ યોગના સારભૂત ‘અધ્યાત્મ ઉપનિષદ્' નામનો ગ્રંથ રચી આચાર્ય શ્રીહેમચંદ્રે વાણીના માર્ગમાં સ્થાપન કર્યો.
૫૪૯
સ્વોપજ્ઞ વિવરણનો ઉપસંહા૨ ક૨તાં જણાવે છે કે, શ્રીચૌલુકયવંશમાં જન્મેલા કુમારપાળ મહારાજાએ કરેલી પ્રાર્થનાથી પ્રેરાએલા મેં તત્ત્વજ્ઞાનના અમૃતસમુદ્ર સરખા પોતે રચેલા યોગશાસ્ત્રની વિવરણરૂપ આ રચના કરી છે, તે સ્વર્ગ, મર્ત્ય અને પાતાલરૂપ ત્રણે લોક જ્યાં સુધી જૈનપ્રવચનમય રહે, ત્યાં સુધી જયવંતી વર્તો ‘આ યોગશાસ્ત્ર અને તેની વિવૃતિની રચના કરી મેં જે કંઇ પણ સુકૃત-પુણ્યોપાર્જન કર્યું હોય, તેનાથી ભવ્યજન
જિનબોધિ-લાભના પ્રણયી અધિકારી બનો.'
१०११ इति परमार्हतश्रीकुमारपाल भूपालशुश्रूषिते आचार्य श्रीहेमचन्द्रविरचिते ।
अध्यात्मोपनिषन्नाम्नि संजातपट्टबन्धे श्रीयोगशास्त्रे द्वादशप्रकाशः ॥ ર્ 11
એ પ્રમાણે પ૨માર્હત કુમારપાળ ભૂપાળને સાંભળવાની ઇચ્છા થવાથી આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિએ રચેલ, જેને ‘અધ્યાત્મોપનિષદ્’ નામનો પટ્ટબંધ થયો હતો, તે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વિવૃતિના બારમાં પ્રકાશનો આગમોદ્વારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જનારાનુવાદ પૂરો થયો. (૧૨)