________________
૫૪૬
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ
९९८
९९७ रेचक-पूरक-कुम्भक-करणाभ्यासक्रमं विनाऽपि खलु।
स्वयमेव नश्यति मरुद्, विमनस्के सत्ययत्नेन ॥ ४४ ॥ ટીકાર્થ :- મદોન્મત્ત ઇન્દ્રિયરૂપી સર્પ વગરના, ઉન્મનીભાવરૂપ નવીન અમૃતકુંડમાં મગ્ન બનેલો યોગી અનુપમ ઉત્કૃષ્ટ તત્ત્વામૃતના સ્વાદનો અનુભવ કરે છે તથા અમનસ્કની પ્રાપ્તિ થવાથી રેચક, પૂરક, કુંભક અને આસનના અભ્યાસક્રમ સિવાય પણ આપમેળે-પ્રયત્ન વગર પવન નાશ પામે છે. // ૪૩-૪૪ . તથા--
चिरमाहितप्रयत्नैरपि, धर्तुं यो हि शक्यते नैव ।
सत्यमनस्के तिष्ठति, स समीरस्तत्क्षणादेव ટીકાર્થ:- જે વાયુ ઘણા દીર્ધકાળના પ્રયત્ન વડે કરીને પણ ધારણ કરી શકાતો નથી, તે અમનસ્કભાવની પ્રાપ્તિ થવાના યોગે ક્ષણવારમાં એક સ્થાને થોભાવી શકાય છે. ૪૫ // તથા-- ९९९ जातेऽभ्यासे स्थिरताम्, उदयति विमले च निष्कले तत्त्वे ।
मुक्त इव भाति योगी, समूलमुन्मूलितश्वासः ॥ ४६ ॥ ટીકાર્થ:- આ ઉન્મનીભાવના અભ્યાસમાં સ્થિરતા પ્રાપ્ત થવાના યોગે તથા નિર્મલ અર્થાત્ કર્મજાલ વગરનું તત્ત્વ ઉદય પામવાના યોગે મૂલમાંથી શ્વાસોચ્છવાસનું ઉમૂલન કરી યોગી મુક્ત જેવો શોભે છે. / ૪૬ /
તથા--
१००० यो जाग्रदवस्थायां, स्वस्थः सुप्त इव तिष्ठति लयस्थः ।
श्वासोच्छ्वासविहीनः, स हीयते न खलु मुक्तिजुषः ॥ ४७ ॥ ટીકાર્ય - જાગૃત અવસ્થામાં આત્મસ્વરૂપમાં રમણ કરતો યોગી લય નામની ધ્યાનની અવસ્થામાં રહેલો હોય, ત્યારે સૂતેલા જેવો રહે છે. શ્વાસોચ્છવાસ વગરની લયાવસ્થામાં તે સિદ્ધના જીવો કરતાં લગાર પણ ઉતરતો નથી. // ૪૭ ||
તથી
१००१ जागरणस्वप्नजुषो, जगतीतलवर्तिनः सदा लोकाः ।
तत्त्वविदो लयमग्नाः, नो जाग्रति शेरते नापि ॥ ४८ ॥ १००२ भवति खलु शून्यभावः, स्वजे विषयग्रहश्च जागरणे ।।
एतद् द्वितयमतीत्यानन्दमयमवस्थितं तत्त्वम् ॥ ४९ ॥ ટીકાર્થ:- આ પૃથ્વીતલ વિષે નિરંતર જાગૃતિ અને સ્વપ્રદશા અનુભવ કરતા લોકો રહેલા છે, પણ લયમાં મગ્ન થયેલા તત્ત્વજ્ઞાનીઓ જાગતા પણ નથી કે સૂતા પણ નથી. તથા સ્વપ્રદશામાં ખરેખર શૂન્યભાવ હોય છે અને જાગૃત અવસ્થામાં ઇન્દ્રિયના વિષયોનું ગ્રહણ અને જ્ઞાન થાય છે. આ બંને અવસ્થાનું ઉલ્લંઘન થયા પછી આનંદમય તત્ત્વ રહેલું છે. // ૪૮-૪૯ .
હવે ઓલંભો આપતા સર્વ ઉપદેશનો સાર જણાવતા કહે છે કે-જી