Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 591
________________ ૫૪૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ९५८ एवं क्रमशोऽभ्यासावेशाद् ध्यानं भजेत् निरालम्बम् ।। समरसभावं यातः, परमानन्दं ततोऽनुभवेत् ટીકાર્થ:- આ પ્રમાણે વિક્ષિત ચિત્તથી યાતાયાત ચિત્તનો અભ્યાસ કરવો, તેનાથી આગળ શ્લિષ્ટ ચિત્તનો, ત્યાર પછી સુલીનનો, એ પ્રમાણે વારંવાર અભ્યાસ કરવાથી નિરાલંબન ધ્યાન સુધી પહોંચવું. તેનાથી સમરસભાવની પ્રાપ્તિ, ત્યાર પછી પરમાનંદનો અનુભવ થાય છે. પ | સમરસભાવની પ્રાપ્તિ જેવી રીતે થાય છે, તે જણાવે છે -- ९५९ बाह्यात्मानमपास्य, प्रसत्तिभाजाऽन्तरात्मना योगी । सततं परमात्मानं, विचिन्तयेत् तन्मयत्वाय ટીકાર્થઃ-આત્મ-સુખાભિલાષી યોગીએ અંતરાત્મા વડે બાહ્ય પદાર્થની ઈચ્છાવાળા બહિરાત્મભાવનો ત્યાગ કરીને પરમાત્મ-સ્વરૂપ મેળવવા માટે સતત-લગાતાર પરમાત્માનું ચિંતન કરવું. // ૬ // બે આર્યાથી આત્માના બહિરાદિ સ્વરૂપને કહે છે -- ९६० आत्मधिया समुपात्तः, कायादिः कीर्त्यतेऽत्र बहिरात्मा । कायादेः समधिष्ठायको, भवत्यन्तरात्मा तु ૫ ૭ | ९६१ વિદ્ રૂપાનમયો, નિષોપાધવનંત શુદ્ધ પ્રત્યક્ષોનન્તપુન:, પરમાત્મા તિતસ્ત: | ૮ | ટીકાર્થ :- શરીર, ધન, કુટુંબ, સ્ત્રી, પુત્રાદિકને મારાપણાની-મમતાબુદ્ધિથી ગ્રહણ કરે, તેને અહીં બહિરાત્મા કહેલો છે અને શરીર તો મારે રહેવાનું ઘર છે. હું રહેનાર માલિક છું. શરીર તો રહેવા પૂરતું ભાડુતી ઘર છે, પુદ્ગલ-સ્વરૂપ સુખ-દુ:ખના સંયોગ-વિયોગમાં હર્ષ-શોક ન કરનાર અંતરાત્મા ગણાય. સત્તાથી કેવળજ્ઞાન સ્વરૂપ, આનંદમય, સમગ્ર બાહ્ય ઉપાધિથી રહિત, સ્ફટિક સરખો નિર્મળ, ઈન્દ્રિયોથી ન જાણી શકાય તેવો, અનંતા ગુણવાળો, આવા પ્રકારનો પરમાત્મ સ્વરૂપ આત્મા તેના જાણકારોએ કહેલો છે. // ૭-૮ || બહિરાત્મા અને અંતરાત્માના ભેદજ્ઞાનથી જે લાભ થાય, તે કહે છે -- ९६२ पृथगात्मानं कायात्, पृथक् च विद्यात् सदात्मनः कायम् । उभयोर्भेदज्ञाताऽऽत्मनिश्चये न स्खलेद् योगी (तन्मध्यारोप्यात्मनि, साक्षीण्यास्ते सुखेन जडबुद्धिः । व्यक्ताक्षेपः सम्यक्, प्राप्नोति पुनः पदं परमम् ॥) ટીકાર્થ :- આત્માને શરીરથી જુદો અને શરીરને આત્માથી જુદું યથાર્થપણે હંમેશાં માનવું, બંનેનો ભેદ સમજનાર યોગી આત્મ-સ્વરૂપે પ્રગટ કરવામાં અલના પામતો નથી. // ૯ / તે આ પ્રમાણે -- ९६३ अन्त:पिहितज्योतिः, सन्तुष्यत्यात्मनोऽन्यतो मूढः । तुष्यत्यात्मन्येव हि, बहिर्निवृत्तभ्रमो ज्ञानी | ૨૦ || ટીકાર્થ :- જેની આત્મજ્યોતિ કર્મોની અંદર ઢંકાઈ ગઈ છે તેવા અજ્ઞાની જીવો આત્માના પ્રતિપક્ષભૂત પુદ્ગલ પદાર્થોમાં આનંદ માને છે, ત્યારે બાહ્ય પદાર્થોમાં સુખની ભ્રાન્તિથી નિવૃત્ત થએલા યોગીઓ પોતાના

Loading...

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618