________________
બારમો પ્રકાશ
શાસ્ત્રની શરૂઆતમાં જે કહેલું હતું કે - પોતાના અનુભવથી પણ તેનો વિસ્તાર કરવા માટે પ્રસ્તાવના કરે
९५४ श्रुतसिन्धोर्गुरुमुखतो, यदधिगतं तदिह दर्शितं सम्यक् ।
अनुभवसिद्धमिदानी, प्रकाश्यते तत्त्वमिदममलम् ॥ १ ॥ ટીકાર્થ:- આગમાદિ શ્રુતજ્ઞાનરૂપી સમુદ્રથી તથા ગુરુ મહારાજના મુખકમળથી મેં જે કાંઈ જાણ્યું કે સાંભળ્યું, તે અહીં અગ્વિઆર પ્રકાશમાં વિસ્તારથી સારી રીતે બતાવ્યું. હવે મને પોતાને અનુભવથી સિદ્ધ થએલું યોગ વિષયકનિર્મલ તત્ત્વ તેને પ્રકાશિત કરું છું.. ૧// હવે ઉત્તમ પદવી પર આરૂઢ થવા માટે ચાર પ્રકારવાળું ચિત્ત જણાવે છે -- ९५५ इह विक्षिप्तं यातायातं, श्लिष्टं तथा सुलीनं च ।
चेतश्चतुःप्रकारं, तज्ज्ञचमत्कारकारि भवेत् ટીકાર્થ:- અહીં વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન એમ ચાર પ્રકારવાળું ચિત્ત, તે વિષયના જાણકારને ચમત્કાર કરનારું થાય છે. યોગાભ્યાસના અધિકારમાં ચિત્ત ચાર પ્રકારનું છે, તેની ક્રમસર વ્યાખ્યા કહે છે -- ९५६ विक्षिप्तं चलमिष्टं, यातायातं च किमपि सानन्दम् ।
प्रथमाभ्यासे द्वयमपि, विकल्पविषयग्रहं तत् स्यात् ॥ ३ ॥ ટીકાર્થ - વિક્ષિપ્ત ચિત્ત એટલે આમતેમ ભટકતું મન. ઘડીક બહાર જાય, ઘડીક અંદર સ્થિર થાયતે યાતાયાત મન, તે કંઈક આનંદદાયક આત્મામાં થોડી સ્થિરતા થએલી હોવાથી, શરૂઆતના અભ્યાસીઓને આ બંને પ્રકારનાં મન હોય છે અને તેમનો વિષય વિકલ્પ ગ્રહણ કરવાનો હોય છે. વિકલ્પ એટલે બાહ્ય પદાર્થ ગ્રહણ બંનેમાં હોય છે. / ૩ //. તથા -- ९५७ श्लिष्टं स्थिरसानन्दं, सुलीनमतिनिश्चलं परानन्दम् ।
तन्मात्रकविषयग्रहम्, उभयमपि बुधैस्तदाम्नातम् ॥ ४ ॥ ટીકાર્થઃ-શ્લિષ્ટ નામનો મનનો ત્રીજો પ્રકાર સ્થિરતાયુક્ત અને આનંદવાળો છે, તથા સુલીન નામનો ચોથો પ્રકાર નિશ્ચલ અને પરમાનંદયુક્ત છે. આ બંને મન પોતપોતાને લાયક વિષય જ ગ્રહણ કરે છે, પણ બાહ્ય પદાર્થને નહીં, તેથી પંડિતોએ નામ પ્રમાણે જ તેના ગુણો માનેલા છે. તે ૪.
ત્યાર પછી --