Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 588
________________ અગિયારમો પ્રકાશ, શ્લો.પ૩-૬ ૧ ૫૩૭ ટીકા :- જેમ મત્સ્યને ગતિમાં સહાયક જલ, તેમ જીવને ગતિમાં સહાયક ધર્માસ્તિકાય પદાર્થ આગળ ન હોવાથી લોકના છેડા પછી તે ન હોવાથી જીવ ઊર્ધ્વમાં જઈ શકતો નથી, તેમ જ અધોગમનના કારણભૂત તેમાં વજન ન હોવાથી નીચે જતો નથી. કાયાદિ યોગો અને તેની પ્રેરણા તે બંનેનો અભાવ થવાથી તિર્થો પણ જતો નથી. || ૫૯ || અહીં કર્મથી મુક્ત થયેલાને ઉપર જવાનો પ્રદેશ મર્યાદિત હોવાથી ગતિ ન થવી જોઈએ, તેમ કહેનાર પ્રત્યે કહે છે -- ९५२ लाघवयोगाद् धूमवदलाबुफलवच्च सङ्गविरहेण । बन्धनविरहादेरण्डवच्च सिद्धस्य गतिरुव॑म् ॥ ६० ॥ ટીકાર્થઃ- ભારેપણાના પ્રતિપક્ષભૂત હલકાપણું તેવા પરિણામના યોગથી ધૂમાડા માફક સિદ્ધની ઊર્ધ્વગતિ હોય છે તથા સંગરહિત થવાથી તથાવિધ પરિણામથી તુંબડા ઉપર માટીના કાદવના ઉપરા ઉપર આઠ લેપો કર્યા હોય, તેવું વજનદાર ભારી માટીના સંગવાળું તુંબડું પાણીમાં તળીયે ડુબી જાય, પણ પાણીમાં ભીંજાવાથી ક્રમસર આઠે માટીના લેપ દૂર થાય, ત્યારે હલકું તુંબડું આપોઆપ પાણીની સપાટી ઉપર સ્વાભાવિક આવી જાય, તેની માફક સિદ્ધનો જીવ આઠે કર્મોના લેપના ભારથી મુક્ત થવાથી તેવી પરિણતિથી આપોઆપ લોકાન્ત સુધી પહોંચી જાય છે. એરંડી સીંગના બંધનમાંથી છૂટેલ એરંડ ફલની માફક કર્મબંધથી છૂટેલ સિદ્ધની ઊર્ધ્વગતિ હોય છે. // ૬૦ અને ત્યાર પછી -- ९५३ सादिकमनन्तमनुपमम्, अव्याबाधं स्वभावजं सौख्यम्। प्राप्तः सकेवलज्ञान-दर्शनो मोदते मुक्तः ॥ ६१ ॥ ટીકાર્થ :- આદિ સહિત હોય તે સાદિક, સંસારમાં કદાચિત પણ આવા સુખનો અનુભવ કર્યો નથી, માટે સાદિક સુખ, આ સિદ્ધિસુખનો હવે કદાપિ અંત આવવાનો ન હોવાથી અનંત સુખ, સાદિનું અનંતપણું કેવી રીતે? એમ કહેતા હો તો ઘટાદિકના નાશમાં તેમ દેખાતું હોવાથી, ઘટાદિકનો નાશ સાદિ છે, ઘણા આદિના વ્યાપારથી તેનો નાશ ઉત્પન્ન થયો હોવાથી ક્ષયનો અભાવ હોવાથી અનંત, પરંતુ ક્ષય થવા છતાં ફરી તેમાંથી ઘટ ઉત્પન્ન થવાનો પ્રસંગ હોવાથી, અનંત ન કહેવાય. અનુપમ એટલે કોઈ પણ ઉપમાનના અભાવવાળું સુખ, દરેક જીવોનાં અતીત કાળનાં, વર્તમાનકાળનાં અને ભવિષ્યકાળનાં સાંસારિક સુખો એકઠાં કરીએ તો એક સિદ્ધના સુખનો અનંતમો ભાગ છે. તેમના સુખમાં કોઈ પણ પ્રકારની વચ્ચે બાધા હોતી નથી, શરીર અને મનની બાધાના કારણોનો અભાવ હોવાથી અવ્યાબાધ. સ્વભાવથી થવાવાળું સુખ, આત્મસ્વરૂપ માત્રથી જ થનારૂં સિદ્ધોનું સુખ છે. આવા પ્રકારનું સાદિ અનંત, અનુપમ, અવ્યાબાધ, સ્વાભાવિક સુખ પામેલ કેવલજ્ઞાનદર્શનવાળો મુક્ત આત્મા પરમાનંદ ભોગવનાર થાય છે. આમ કહેવાથી કેટલાક કહે છે કે, “સુખ આદિ ગુણોથી રહિત અને જ્ઞાન-દર્શનરહિત મુક્તાત્મા હોય છે. તેમના મતને પરાસ્ત કર્યો. વૈશેષિક દર્શનવાળા કહે છે કે બુદ્ધિ આદિ નવ ગુણો હોય છે તેમના મતને પરાસ્ત કર્યો. વૈશેષિક દર્શનવાળા કહે છે કે – “બુદ્ધિ આદિ નવ ગુણો આત્માના વિશેષગુણોનો અત્યંત ઉચ્છદ, તે મોક્ષ' અથવા તો પ્રદીપનું નિર્વાણ થવું, તેના સરખા અભાવમાત્ર સ્વરૂપ મોક્ષ કહેનારાઓને દૂર કર્યા. બુદ્ધિ આદિ ગુણોના ઉચ્છેદરૂપ કે આત્માના ઉચ્છેદરૂપ મોક્ષ ઈચ્છવા યોગ્ય હોતો નથી. ક્યો વિવેકી બુદ્ધિશાળી પુરુષ પોતાના ગુણોના ઉચ્છેદવાના આત્માના ઉચ્છંદવાળા મોક્ષને ઈચ્છે? માટે અનંત-જ્ઞાન-દર્શન-સુખ-વીર્યમય સ્વરૂપવાળો સર્વ પ્રમાણથી સિદ્ધ એવો જ મોક્ષ યુક્ત

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618