Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 594
________________ બારમો પ્રકાશ, શ્લો.૧૭-૩૦ ९७८ 1 ।। ૧ ।। ટીકાર્થ:- એકાંત અતિ પવિત્ર રમણીય સ્થાનમાં હંમેશાં લાંબો વખત બેસી શકાય તેવા ધ્યાનને અનુરૂપ કોઈ સુખાસને બેઠેલો, પગના અંગુઠાથી મસ્તકના અગ્રભાગ સુધી ઢીલા રાખેલા અવયવવાળો, મનોહર રૂપ જોતો હોવા છતાં, મધુર મનોહર વાણી સાંભળતો હોવા છતાં, સુગંધી પદાર્થોની સુગંધ સુંધતો હોવા છતાં પણ સ્વાદિષ્ટ રસવાળાં ભોજન ખાતો હોવા છતાં કોમળ સ્પર્શને પ્રાપ્ત કરવા છતાં આ ઈન્દ્રિયોના વિષયોથી વૃત્તિ ન વારવા છતાં પણ ઉદાસીનતામાં નિર્મમત્વ ભાવમાં ઉપયુક્ત, નિરંતર વિષયાસક્તિથી રહિત, બાહ્ય અને અંતરથી સર્વથા ચિંતાથી અને ચેષ્ટાથી રહિત થયેલા યોગી તન્મયભાવને પ્રાપ્ત કરી અત્યંત ઉન્મનીભાવને મેળવે || ૨૨ - ૨૫|| છે. बहिरन्तश्च समन्तात्, चिन्ताचेष्टापरिच्युतो योगी तन्मयभावं प्राप्तः, कलयति भृशमुन्मनीभावम् ઈન્દ્રિયોના વેગને ન રોકવાનું પ્રયોજન કહે છે -- ९७९ ९८१ गृणन्तु ग्राह्याणि, स्वानि स्वानीन्द्रियाणि नो रुन्ध्यात् । न खलु प्रवर्तयेद् वा, प्रकाशते तत्त्वमचिरेण ॥ ૬ ॥ ટીકાર્થ :- પોતપોતાના વિષયો ગ્રહણ કરતી ઈન્દ્રિયોને રોકવી નહીં, તેમ જ વિષયોમાં પ્રવર્તાવવી નહીં. એમ કરતાં અલ્પકાળમાં જ તત્ત્વ પ્રગટ થશે. વીતરાગ સ્તોત્રમાં અમે કહેલું જ છે કે – “આપે ઈન્દ્રિયોને નિવારી નથી કે છૂટી મૂકી નથી. આમ ઉદાસીનપણે ઈન્દ્રિયોનો જય કર્યો છે. (વીત.૧૪/૨)|| ૨૬ ।। -- ९८० 1 મનનો જય પણ સહેલાઈથી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, તે બે આર્યાથી જણાવે છે - चेतोऽपि यत्र यत्र, प्रवर्तते नो ततस्ततो वार्यम् अधिकीभवति हि वारितम्, अवारितं शान्तिमुपयाति ॥ मत्तो हस्ती यत्नात् निवार्यमाणोऽधिकीभवति यद्वत् । अनिवारितस्तु कामान्, लब्ध्वा शाम्यति मनस्तद्वत् ॥ ૮ ॥ ૨૭ ।। ૫૪૩ ટીકાર્થ :- ચિત્ત પણ જ્યાં જ્યાં પ્રવર્તતું હોય, ત્યાં ત્યાં તેનું નિવારણ ન કરવું, નિવા૨ણ ક૨વાથી વધારે દોડે છે અને અનિવારિત મન તરત શાન્ત થઇ જાય છે. મદોન્મત્ત હાથી પ્રયત્નપૂર્વક રોકવાથી વધારે તોફાન કરે છે અને અનિવા૨ણ કરેલા તે વિષયો પ્રાપ્ત કરીને શાન્ત થઇ જાય છે, તેની માફક મન પણ તે પ્રમાણે વિષય-પ્રાપ્તિથી શાન્ત થઇ જાય છે. ॥ ૨૭-૨૮॥ જે પ્રમાણે મન સ્થિર થાય છે, તે બે આર્યાથી જણાવે છે- ९८२ ९८३ ' यह यथा यत्र यतः, स्थिरीभवति योगिनश्चलं चेतः 1 तर्हि तथा तत्र ततः, कथञ्चिदपि चालयेन्नैव ૫ ૨૧ ॥ अनया युक्त्याऽभ्यासं विदधानस्यातिलोलमपि चेतः । अङ्गुल्यग्रस्थापितदण्ड इव स्थैर्यमाश्रयति 11 30 11 ટીકાર્થ:- જ્યારે, જેવી રીતે, જે સ્થાને અને જેનાથી યોગીનું ચંચળ ચિત્ત નિશ્ચલ થાય, ત્યારે, તે રીતે, ત્યાં જ તેનાથી લગાર પણ ચલાવવું નહિ. આ યુક્તિથી અભ્યાસ કરનારનું મન અતિ ચપળ હોય, તો પણ આંગળીના ટેરવા પર સ્થાપિત કરેલ દંડ માફક થૈર્યનો આશ્રય કરે છે. ॥ ૨૯-૩૦ બે આર્યાથી ઇન્દ્રિય-જય-વિધિ કહે છે-

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618