________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦પ
૪૩૫ છસો યોજન અવગાહીને તેટલી જ લંબાઈ-પહોળાઈ પ્રમાણવાળા અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાધ્રમુખ નામના ચાર અંતરદ્વીપો છે. ત્યાર પછી સાતસો યોજન લવણ સમુદ્રમાં આગળ જઈને, તેટલી લંબાઈ પહોળાઈ-પ્રમાણ અશ્વકર્ણ, સિંહકર્ણ, હસ્તિકર્ણ, કર્ણપ્રવારણ નામના પાંચમા ચાર આંતરદ્વીપો છે. પછી આઠસો યોજન એ જ પ્રમાણે અવગાહન કરીને, તેટલા જ લંબાઈ-પહોળાઈવાળા, ઉલ્કામુખ, વિદ્યુતજિહા, મેષમુખ, વિધુરંત નામના છઠ્ઠા ચાર અંતરદ્વીપો છે. ત્યાર પછી નવસો યોજને લવણસમુદ્રમાં અવગાહન કરીને, તેટલા લંબાઈ-પહોળાઈવાળા ધનદંત, ગૂઢદંત, શ્રેષ્ઠદંત, શુદ્ધદંત નામના સાતમા ચાર અંતરદ્વીપો છે. આ અંતરદ્વીપોમાં જન્મ પામનારા, જોડીયા-યુગલીયા મનુષ્યો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગના આયુષ્યવાળા, આઠસો ધનુષ્યની ઊંચી કાયાવાળા હોય છે. તેવી જ રીતે ઐરાવત ક્ષેત્રનો વિભાગ કરનાર શિખરી પર્વતથી પણ ઈશાનાદિ વિદિશાઓમાં આ જ ક્રમથી નામોના સમુદાયથી અઠ્ઠાવીશ અંતરદ્વીપો છે. એ સર્વ એકઠા કરવાથી છપ્પન અંતરદ્વીપો થાય છે.
માનુષોત્તર પર્વત પછીનો પુષ્કરવરદીપનો અર્ધો બોજો ભાગ, પુષ્કરવરદ્વીપથી ચારે બાજુ ફરતો દ્વિીપ કરતાં બમણાં વિસ્તારવાળો પુષ્કરોદ સમુદ્ર, ત્યાર પછી વાણીવર દ્વીપ અને સમુદ્ર, તે પછી ક્ષીરવર દ્વિીપ અને સમુદ્ર, ધૃતવર દ્વીપ અને સમુદ્ર, ઈક્ષુવર દ્વીપ અને સમુદ્ર, આઠમો નંદીશ્વર દ્વીપ છે. તે ૧૬૩૮૪00000 યોજન-પ્રમાણવાળો, વિવિધ પ્રકારની સુંદર ગોઠવણીવાળા બગીચાવાળા દેવલોકની સ્પર્ધા કરનાર, જિનેન્દ્રદેવોની પ્રતિમાની પૂજામાં એકતાન બનેલા દેવોના આગમનથી મનોહર, તેમ જ ઈચ્છા પ્રમાણે વિવિધ ક્રીડા કરતાં દેવોના એકઠા થવાથી રમણીય છે. ત્યાં તેના મધ્યભાગમાં ચારે દિશામાં અંજન સરખા વર્ણવાળા, નાનામેરુ સરખા એટલે ૮૪000 યોજન ઊંચાઈવાળા, નીચે દશ હજાર યોજનથી અધિક અને ઉપર એક હજાર યોજન વિસ્તારવાળા ચાર અંજનગિરિઓ છે, તેના અનુક્રમે દેવરમણ, નિત્યોદ્યોત, સ્વયંપ્રભ અને રમણીય નામો છે, તેમાં સો યોજન લાંબા, પચાસ યોજન પહોળા અને બહોંતેર યોજન ઉંચા જિનાલયો છે, ત્યાં સોળ યોજન ઊંચા, આઠ યોજન વિસ્તારવાળા, આઠ યોજન પ્રવેશ કરવા યોગ્ય દેવ, અસુર, નાગ, અને સુપર્ણ દેવતાઓના તેમના જ નામવાળા આવાસો અને ચાર દ્વારો છે તેની મધ્યમાં સોળ યોજન લાંબી પહોળી, આઠ યોજન ઊંચી એક પીઠીકા છે. તેના ઉપર કંઈક અધિક લાંબા પહોળા દેવચ્છેદકો છે. તે દરેકમાં ઋષભ, વર્તુમાન, વારિષણ અને ચંદ્રાનન એ નામની ચાર પર્યકાસને બિરાજમાન તેમજ એકસો આઠનો દરેકનો પરિવાર હોય તેવી શાશ્વત જિનપ્રતિમાઓ હોય છે. દરેક પ્રતિમાને બે નાગદેવની પ્રતિમા, બે યક્ષપ્રતિમા, બે ભૂતપ્રતિમા, બે કુંડ (કળશ) ધર પ્રતિમા, બે ચામર ધારણ કરનાર દેવોની પ્રતિમા હોય છે અને પાછળ એક છત્રધરની પ્રતિમા હોય છે. તે પ્રતિમાઓ પુષ્પમાળા, ઘંટા, કુંભ, ધૂપઘટિકા, અષ્ટમંગળ, તોરણ, ધ્વજા, પુષ્પચંગેરિકા, દર્પણ, પટલ, છત્ર અને આસનથી યુક્ત હોય છે. પ્રાસાદભૂમિ પર સુવર્ણની મનોહર ઝીણી રેતી પાથરેલી હોય છે તથા સોળ પૂર્ણકળશોથી શોભાયમાન, જિનમંદિરના માપવાળા આગળને મંડપો, પ્રેક્ષામંડપ, અક્ષવાટક-ગવાક્ષ, મણિપીઠિકા, સૂપ, ચૈત્યવૃક્ષ, ઈન્દ્રધ્વજ, વાવડી આદિકની ક્રમસર રચનાઓ હોય છે.
દરેક અંજનગિરિ પર્વતની પૂર્વાદિ ચાર દિશાઓમાં ચાર ચાર વાવડીઓ છે. તેના નામ અનુક્રમે નંદિષેણા, અમોઘા, ગોસ્તૂપા, સુદર્શના, નંદોત્તરા, નંદા, સુનંદા, નંદિવર્ધના, ભદ્રા, વિશાલા, કુમુદા, પંડિરીકિણી, વિજ્યા, વૈયંતી, ચંતિ, અપરાજિતા. તે દરેક વાવડીની આગળ પાંચસો યોજન પછી લાખ યોજન લાંબા, પાંચસો યોજન પહોળા, અશોક, સપ્તચ્છદ, ચંપક, આંબા આદિના નામવાળાં ઉદ્યાનો છે. વાવડીઓના મધ્યભાગમાં સ્ફટિકરત્નમય દધિમુખ પર્વતો, સુંદર વેદિકા, ઉદ્યાન આદિથી યુક્ત