________________
૪૩૪
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ પરિવેષાદિક નથી. મનુષ્યક્ષેત્રની અંદર પાંત્રીશ ક્ષેત્રોમાં તથા આંતર દીપોમાં જન્મથી મનુષ્યો હોય છે. સંહરણવિદ્યા અને ઋદ્ધિયોગથી સર્વ મનુષ્યો અઢી દ્વીપોમાં, મેરુઓના શિખર ઉપર અને બે સમુદ્રોમાં જાય. આ ભરતક્ષેત્રના, આ હૈમવંત ક્ષેત્રના, આ જંબૂદ્વીપના, આ લવણસમુદ્રના અંતરદ્વીપના મનુષ્યો છે. આ પ્રમાણે દ્વીપો અને સમુદ્રના વિભાગોથી મનુષ્યો ઓળખાય છે. તે આર્ય અને પ્લેચ્છ એમ બે પ્રકારના છે. તેમાં આર્યો સાડી પચ્ચીશ દેશોમાં ઉત્પન્ન થએલા હોય છે. વિશિષ્ટ નગરોથી ઓળખાતા તે દેશો આ પ્રમાણેઃ
૧. મગધદેશ રાજગૃહનગરથી, ૨ અંગદેશ ચંપાનગરથી, ૩ બંગદેશ તામ્રલિપ્તિથી, ૪. કલિંગદેશ કાંચનપુરથી ૫. કાશીદેશ વારાણસીથી, ૬. કોશલ સાકેતનગરથી, ૭. કુરુદેશ ગજપુરથી, ૮. કુશાર્તદેશ શૌર્યપુરથી, ૯ પંચાલ કંપિલ્યનગરથી, ૧૦ જંગલ અહિચ્છત્રાથી, ૧૧ સૌરાષ્ટ્ર દ્વારાવતીનગરથી, ૧૨. વિદેહ મિથિલાથી, ૧૩ વત્સદેશ કૌશાંબીથી, ૧૪ શાંડિલ્ય નન્દીપુરથી ૧૫ મલય ભદિલપુરથી, ૧૬ મત્સ્યદેશ વિરાટ નગરીથી, ૨૦, અચ્છેદેશ વરુણાનગરીથી, દશાર્ણ કૃત્તિકાવતી નગરીથી, ચેદી શુક્તિમતી નગરીથી, સિંધુસૌવિર વીતભયથી, ર૧. શૂરસેન મથુરાથી, ૨૨ ભંગા પાપળીથી ૨૩, વર્તા મોષપુરીથી ૨૪. કુણાલ શ્રાવસ્તીથી ર૫, લાટ કોટિવર્ષથી, ૨૬ કૈકયનો અર્ધદેશ શૈતામ્બિકા નગરીથી ઓળખાય છે. આ સાડા પચ્ચીશ દેશો આર્યદેશ કહેવાય, કે જ્યાં જિનેશ્વરો, ચક્રવર્તીઓ, બળદેવો અને વાસુદેવોના જન્મ થતા હોય.
શક, યવન, આદિ દેશો અનાર્યદેશો કહેવાય. તે આ પ્રમાણે શક, યવન, શબર, કાયમુસંડ ઉડ્ડડ, ગૌણ, પકવણ, આખ્યાન, હૂણ, રોમશ, પારસ, ખસ, કૌશિક, દુમ્બલિ, લકુશ, બુક્કસ, ભિલ્લ, આંધ, પુલિન્દ્ર, કૌંચ, ભ્રમણ, રુચિ, કાપોત, ચીન, ચંચુક, માલવ, દ્રવિઠ, કુલત્થ, કૈકેય, કિરાત, યમુખ, સ્વરમુખ, ગજમુખ, તરંગમુખ, મેંઢમુખ હયકર્ણ, ગજકર્ણએ સિવાયના પણ અનેક અનાર્ય મનુષ્યો છે. તેઓ પાપકર્મ કરનારા પ્રચંડ સ્વભાવવાળા, નિર્દય, પશ્ચાત્તાપ વગરના અને ધર્મ એવો શબ્દ પણ જેમને સ્વપ્નમાં પણ જાણવામાં આવ્યો ન હોય એવા છે. આ સિવાય અંતરદ્વીપમાં થએલા યુગલિક મનુષ્યો પણ અનાર્ય સમજવા.
છપ્પન અંતરદ્વીપો આ પ્રમાણે સમજવા – હિમવાનું પર્વતના આગલા અને પાછળા ભાગમાં ઈશાન આદિ ચારે વિદિશાઓમાં લવણસમુદ્રની અંદર ઈશાન ખૂણામાં ત્રણસો યોજન અવગાહન કરીને, ત્રણસો યોજન લાંબો-પહોળો એકોરૂક નામનો પ્રથમ અંતરદ્વીપ રહેલો છે. ત્યાં એકોરૂક પુરુષોનો વાસ છે. દ્વીપોનાં નામ પ્રમાણે પુરુષોનાં નામો છે. પુરુષો તો સર્વ અંગ-ઉપાંગે સુંદર છે પણ એક ઉરૂકવાલા નથી. એ જ પ્રમાણે બીજા માટે પણ સમજવું. અગ્નિ ખૂણામાં ત્રણસો યોજન લવણસમુદ્રમાં અંદર ગયા પછી ત્રણસો યોજન લંબાઈ-પહોળાઈવાળો અને આભાષિક પુરુષોને રહેવાના સ્થાનરૂપ પ્રથમ આભાષિક નામનો અંતરદ્વીપ છે તથા નેઋત્ય ખૂણામાં તે જ પ્રમાણે લવણસમુદ્રમાં અવગાહન કરીને ત્રણસો યોજન લંબાઈ પહોળાઈવાળો લાંગૂલિક મનુષ્યોને રેહવા લાયક લાગૂલિક નામનો પ્રથમ અંતરદ્વીપ છે તથા વાયવ્ય ખૂણામાં ત્રણસો યોજન લવણસમુદ્રમાં ગયા પછી ત્રણસો યોજન લાંબો-પહોળો વૈષાણિક મનુષ્યોને રહેવા યોગ્ય વૈષાણિક નામનો પ્રથમ અંતરદ્વીપ છે. એ પ્રમાણે પહેલા ચાર અંતરદ્વીપ છે. ત્યાર પછી ચારસો યોજન આગળ જઈને, ચારસો યોજન લંબાઈ પહોળાઈવાળા એ જ પ્રમાણે હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શષ્ફલીકર્ણ એ નામના બીજા ચાર અંતરદ્વીપો છે. ત્યાર પછી પાંચસો યોજન અવગાહી, પાંચસો યોજન લાંબા પહોળા આદર્શમુખ, મેષમુખ, હયમુખ, ગજમુખ નામના ત્રીજા ચાર અંતરદ્વીપો છે. ત્યાર પછી