________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૧૦-૧૧૫
४४३ અર્થ : મોક્ષ કર્મક્ષયથી થાય છે અને કર્મક્ષય આત્મસ્વરૂપના જ્ઞાનથી થાય છે, તે જ્ઞાન ધ્યાનથી સિદ્ધ થાય છે અને તે ધ્યાન આત્મહિતકારક છે. || ૧૧૩ || -
ટીકાર્થ: આત્માનું પોતાનું નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કરવા સ્વરૂપ મોક્ષ, એ આત્મસ્વરૂપ રોકનાર કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે. તે સિવાય નહિ, એ વિવાદ વગરની વાત છે. તે કર્મક્ષય આત્મજ્ઞાનથી જ હોય છે, આ વાતમાં પણ વિવાદ નથી. તે આત્મજ્ઞાન ધ્યાનથી જ સિદ્ધ થાય છે. પર પદાર્થના યોગનો ત્યાગ અને આત્મસ્વરૂપ યોગની વ્યવસ્થા, તે બે વડે ધ્યાન સાધી શકાય છે. માટે ધ્યાન એ આત્માનું હિત કરનાર છે. તે ૧૧૩ |
શંકા કરી, કે પહેલાં અર્થની પ્રાપ્તિ માટે અને અનર્થના પરિવાર માટે સામ્ય જણાવ્યું. હવે ધ્યાન એ આત્મહિત કરનાર કહો છો-તો આમાં પ્રધાનતા કોની ?' સમાધાન કરે કે બંનેની પ્રધાનતા છે, તેમાં તફાવત નથી, તે જ વાત કહે છે–
४४० न साम्येन विना ध्यानं न ध्यानेन विना च तत् ।
निष्कम्पं जायते तस्माद् द्वयमन्योऽन्यकारणम् ॥ ११४ ॥ અર્થ : સમતા વિના ધ્યાન અને ધ્યાન વિના સમતા નિષ્કમ્પ-સ્થિર થતા નથી તેથી (સમતા અને ધ્યાન) તે બન્ને એકબીજાના હેતુરૂપ કહ્યા છે || ૧૧૪ ||
ટીકાર્થ: સામ્ય વગર ધ્યાન નથી અને ધ્યાન વગર સામ્ય નથી. એ પ્રમાણે તો એકનો આશ્રય બીજો અને બીજાનો આશ્રય પહેલો થશે ? ના” એમ નથી, સામ્ય વગર ધ્યાન થઈ શકે, પણ સ્થિરતાવાળું ન થાય. આ કારણે ઇતરેતરાશ્રય દોષનો અભાવ છે. એમ હોવાથી આ બંને એકબીજાના કારણપણે રહેલા છે. || ૧૧૪ || સામ્યની વ્યાખ્યા પહેલાં સમજાવી ગયા છીએ હવે ધ્યાનના સ્વરૂપની વ્યાખ્યા કરે છે–
४४१ मुहूर्तान्तर्मन:स्थैर्य ध्यानं छद्मस्थयोगिनाम् ।
धर्म्यं शुक्लं च तद् द्वेधा, योगरोधस्त्वयोगिनाम् ॥ ११५ ॥ અર્થ : એક અંતમુહર્ત જેટલી મનની સ્થિરતા પ્રાપ્ત થાય, તે છદ્મસ્થ યોગીઓનું ધ્યાન, ધર્મ અને શુકલના ભેદથી બે પ્રકારનું છે. અયોગી કેવલી ભગવંતને યોગનિરોધ રૂપ ધ્યાન હોય છે. // ૧૧૫ //
ટીકાર્થ : છદ્મસ્થ યોગીઓને અંતર્મુહૂર્ત કાળ સુધી જે મનની સ્થિરતા રહેવી, તે ધ્યાન કહેવાય. તે ધ્યાનના બે પ્રકાર છે. એક ધર્મધ્યાન અને બીજુ શુક્લધ્યાન અને અયોગીઓને તો યોગનો નિરોધ એ ધ્યાન હોય છે.
અહિં ધ્યાન કરનારા બે પ્રકારના હોય છે. એક યોગવાળા અને બીજા યોગ વગરના અયોગીઓ. યોગવાળા પણ બે પ્રકારના, છબસ્થો અને કેવલીઓ, તેમાં છદ્મસ્થ યોગીઓના ધ્યાનનું આ લક્ષણ છે. અંતર્મુહૂર્ત કાળ સુધી એક આલંબનમાં ચિત્તની સ્થિતિ. એકાગ્રતાપૂર્વક ચિત્તનો નિરોધ અંતર્મુહૂર્તકાળ સુધી કરવો તેનું નામ ધ્યાન, તે ધ્યાન છબસ્થ યોગીઓને બે પ્રકારનું હોય. ધર્મ-ધ્યાન અને શુકલ ધ્યાન. તેમાં દશ પ્રકારના ધર્મથી યુક્ત અથવા ધર્મ વડે પ્રાપ્ત કરવા યોગ્ય, તે ધર્મ-ધ્યાન, સમગ્ર કર્મ-મળના ક્ષયનું કારણ હોવાથી શુક્લ, ઉજ્જવળ, પવિત્ર, નિર્મળ, તે શુક્લધ્યાન, અથવા શુક્લનો બીજા પ્રકારે અર્થ સમજાવે છે. – ૩ અથવા તેના કારણભૂત આઠ પ્રકારનાં કર્મ, વ્ર = શોકને વર્તમતિ =