________________
४७४
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
५८५ अयमेव क्रमः पद्ये, भानवीये यदा भवेत् ।
દ્રશ-પગ્ન-ત્રિ-કિર્તિ, #મામૃત્યુપ્તતા મવેત્ | ૨૨૩ ૫ ટીકાર્થઃ- એ જ ક્રમ પ્રમાણે સૂર્ય સંબંધી કમળની પાંખડીઓ ન દેખાય, તો અનુક્રમે દશ, પાંચ, ત્રણ અને બે દિવસે મૃત્યુ થાય.// ૧૨૩ // તથા - ५८६ एतान्यपीड्यमानानि, द्वयोरपि हि पद्मयोः ।
दलानि यदि वीक्षेत, मृत्युर्दिनशतात् तदा ॥१२४ ॥ ટીકાર્ચ - આંગળીઓથી દબાવ્યા વગર જ જો બંને કમળોની પાંખડીઓ દેખાય, તો સો દિવસે મૃત્યુ સમજવું. || ૧૨૪]
હવે બે શ્લોકોથી કાનથી થતા આયુષ્ય-જ્ઞાનને જણાવે છે - ५८७ ध्यात्वा हृद्यष्टपत्राब्ज, श्रोत्रे हस्ताग्रपीडिते
न श्रूयेताग्निर्घोषो, यदि स्वः पञ्च वासरान् ॥१२५ ॥ ५८८ दश वा पञ्चदश वा, विंशति पञ्चविंशतिम् ।
तदा पञ्च-चतुस्त्रिद्वयेकवर्षेः मरणं कमात् || ૧૨૬ | ટીકાર્થ:- હૃદયમાં આઠ પાંખડીવાળું કમળ ચિંતવીને તર્જની આંગળીથી બંને કાન દબાવીને જો પોતાનો અગ્નિ શબ્દ પાંચ દિવસ ન સાંભળે, તો પાંચ વર્ષે, જો દશ દિવસ ન સંભળાય, તો ચાર વર્ષે, જો પંદર દિવસ ન સાંભળે, તો ત્રણ વર્ષે, જો વીશ દિવસ ન સંભળાય, તો બે વરસે અને પચ્ચીસ દિવસ ન સંભળાય, તો એક વર્ષે મૃત્યુ થાય. // ૧૨૫-૧૨૬ //
તથા -
५८९ एक-द्वि-त्रि-चतुः-पंच-चतुर्विंशत्यहःक्षयात् ।
षडादि-षोडशदिनान्यन्तराण्यपि शोधयेत् ૨૨૭ છે. ટીકાર્થ:- છ દિવસથી માંડી, સોળ દિવસ સુધી કાનમાં અગ્નિ શબ્દ ન સંભળાય, તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ ચોવીશી પ્રમાણ દિવસો ઘટાડવાથી કાળ-જ્ઞાન જાણી શકાય. તે આ પ્રમાણે-પાંચ દિવસ કાનમાં શબ્દ ન સાંભળે, તો પાંચ વર્ષે મૃત્યુ થાય, એ વાત પહેલાં કહી ગયા છીએ. ત્યાર પછી છઠ્ઠા દિવસે અગ્નિ શબ્દ ન સાંભળે તો પાંચ વર્ષના દિવસોમાંથી એક ચોવીશી બાદ કરવાથી સત્તરસો છોત્તેરમા દિવસે મૃત્યુ પામે. સાતમા દિવસે ન સાંભળે, તો આગળની કહેલી સંખ્યામાંથી બે ચોવીશી એટલે અડતાલીશ ઓછા કરતાં સત્તરો અઠ્ઠાવીસ દિવસે મૃત્યુ થાય. આઠમા દિવસે પણ ન સંભળાય તો બાકી રહેલી સંખ્યાવાળા દિવસોમાંથી ત્રણ ચોવીશી=૭૨ દિવસો ઘટાડવાથી સોળસો છપ્પન દિવસે મૃત્યુ થાય. નવમા દિવસે પણ ન સાંભળે, તો આગળના વધેલા દિવસોમાંથી ચાર ચોવીશી-૯૬ દિવસો ઓછા કરવાથી પંદર સો સાઠ દિવસે મૃત્યુ થાય. દશમા દિવસે પણ ન સંભળાય તો બાકી રહેલા તે દિવસોમાંથી પંચ ચોવીશી=૧૨૦બાદ કરતાં ૧૪૪૦ દિવસ એટલે ચાર વર્ષે મૃત્યુ થાય. આ પ્રમાણે અગીયાર આદિ સોળ દિવસો એકવીશ દિવસો સુધી અગ્નિ શબ્દ ન સંભળાય, તો તે પ્રમાણે ચોવીશીઓ ઘટાડવી, અને કાલ-જ્ઞાન જાણવું. / ૧૨૭ ||