________________
પરકાય-પ્રવેશ પારમાર્થિક નથી.
७३६
इह चायं परपुर-प्रवेशश्चित्रमात्रकृत्
सिध्येन वा प्रयासेन, कालेन महताऽपि हि जित्वाऽपि पवनं नाना-करणैः क्लेशकारणैः नाडीप्रचारमायत्तं, विधायापि वपुर्गतम् अश्रद्धेयं परपुरे, साधयित्वाऽपि सङ्क्रमम् विज्ञानैकप्रसक्तस्य, मोक्षमार्गो न सिध्यति
1
॥ ૨ "I
ટીકાર્થ :- અહીં આ પરકાય-પ્રવેશની હકીકત કહી છે, તે માત્ર આશ્ચર્ય કરનાર છે. તેમાં ૫૨માર્થ કશો નથી અને લાંબા કાળ સુધી પ્રયાસ કરવાથી સિદ્ધ થાય કે ન પણ થાય, માટે મુક્તિની અભિલાષાવાળાએ તેવા પ્રયાસો કરવા યુક્ત નથી. ક્લેશોના કારણભૂત અનેક કારણો વડે તથા આસનાદિક વડે શરીરમાં રહેલા પવનનો જય કરીને, નાડી–સંચારને સ્વાધીન કરીને બીજાઓને માનવામાં ન આવે તેવા બીજાના શરીરમાં પ્રવેશ કરવાનું કાર્ય સિદ્ધ કરીને તેવા પાપ વિજ્ઞાનમાં આસક્ત થયેલાને મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. III ૧-૨-૩||
७३७
७३८
છઠ્ઠો પ્રકાશ
૭૪૦
॥ શ્
1
।। ૨ ॥
‘કેટલાક પ્રાણાયામથી ધ્યાન-સિદ્ધિ માને છે.' એમ પહેલાં કહેલું છે, તે વાતનું બે શ્લોકોથી ખંડન કરે છે – तन्नाप्नोति मनःस्वास्थ्यं, प्राणायामैः कदर्थितम् ।
७३९
प्राणस्याऽऽयमने पीडा, तस्यां स्यात् चित्तविप्लवः ॥ ४
11
1
पूरणे कुम्भने चैव, रेचने च परिश्रमः चित्तसंक्लेशकरणात्, मुक्ते : प्रत्यूहकारणम्
॥ ૬ ॥
ટીકાર્થ :- પ્રાણાયામથી કદર્થના પામેલું મન સ્વસ્થતા પામતું નથી, કારણ કે પ્રાણનો નિગ્રહ કરવામાં શરીરની પીડા અને તેથી મનની અસ્થિરતા થાય છે. પૂરક, કુંભક અને રેચન-ક્રિયા કરતાં પરિશ્રમ કરવો પડે છે. તેમ કરવાથી મનનો સંક્લેશ થાય અને મન-સંક્લેશ એ મુક્તિનું વિઘ્ન છે. II ૪-૫ ||
'
इन्द्रियैः सममाकृष्य, विषयेभ्यः प्रशान्तधीः धर्मध्यानकृते तस्मात्, मनः कुर्वीत निश्चलम्
હવે અહિં શંકા કરી કે ‘પ્રાણાયામથી મનની ચંચળતા થાય તો બીજો એવો કયો માર્ગ છે. જેથી મનની ચંચળતા ન થાય.' પ્રત્યુત્તર આપતાં જણાવે છે કે પ્રાણાયામ પછી કેટલાક પ્રત્યાહાર જણાવે છે, તે દુષ્ટ નથી. તેમ જણાવતાં કહે છે --
७४१
1
॥ ૬ ॥