Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 577
________________ અગિયારમો પ્રકાશ હવે અગિયારમા પ્રકાશમાં ધર્મધ્યાનનો ઉપસંહાર કરતા શુક્લધ્યાન કહે છે -- स्वर्गापवर्गहेतुः, धर्मध्यानमिति कीर्तितं तावत् अपवर्गैकनिदानं, शुक्लमतः कीर्त्यते ध्यानम् ८९३ 1 ।। ૧ " ટીકાર્થ :- સ્વર્ગના કારણભૂત અને પરંપરાએ મોક્ષના કારણભૂત ધર્મધ્યાનનું સ્વરૂપ વર્ણવ્યા પછી, હવે મોક્ષના અદ્વિતીય કારણભૂત શુક્લધ્યાનનું સ્વરૂપ કહેવાશે. શુક્લધ્યાનના ચાર ભેદો પૈકી છેલ્લા બે ભેદોની અપેક્ષાએ મોક્ષનું અસાધારણ કારણ સમજવું. શુક્લધ્યાનના શરૂઆતના બે ભેદો તો અનુત્તર વિમાનમાં ગમન કરવાના કારણભૂત છે કહેલું છે કે – “શુભ આસવ, સંવર, નિર્જરા, વિપુલ દેવસુખો એ ઉત્તમ ધર્મધ્યાનનાં શુભાનુબંધી ફળો સમજવાં, શુક્લધ્યાનના ચાર ભેદો પૈકી પ્રથમના બે ભેદોનું ફલ અપૂર્વ તેજ-વિશેષ, અપૂર્વ સુખાનુભવ, અનુત્તર દેવતાનું સુખ ભોગવે છે અને છેલ્લા બે ભેદોનું ફળ પરિનિર્વાણ-મોક્ષ થાય છે. (ધ્યાનશતક ૯૩-૯૪) || ૧ || - શુક્લધ્યાનના અધિકારીનું નિરૂપણ કરે છે -- ८९४ इदमादिसंहनना एवालं पूर्ववेदिनः कर्तुम् I स्थिरतां न याति चित्तं, कथमपि यत् स्वल्पसत्त्वानाम् ॥ ૨ ।। ટીકાર્થ::- વજઋષભ નારાચ નામના પ્રથમ સંઘયણવાળા અને પૂર્વના જ્ઞાનને ધારણ કરનારા જ શુક્લધ્યાન કરવા માટે સમર્થ હોય છે. તે વગરના અલ્પસત્ત્વવાળા કોઈપણ પ્રકારે ચિત્તની સ્થિરતા કરવા સમર્થ બની શકતા નથી. સમગ્ર શ્રુતથી પૂર્વ એટલે પ્રથમ રચના થયેલી હોવાથી પૂર્વ અને તેને ધારણ કરનારા કે પૂર્વને જાણનાર તે પૂર્વવેદી કહેવાય . આ પ્રાયિક વચન સમજવું, કારણ કે માસતુષ, મરુદેવી આદિ પૂર્વધર ન હોવા છતાં પણ તેમને શુક્લધ્યાનનો સંભવ માનેલો છે. આદિ સંઘયણ વડે સ્થિરતા ટકાવી શકાય છે - એ હેતુ જણાવ્યો. ॥ ૨ ॥ એ જ વાત વિચારતાં કહે છે કે -- ८९५ - धत्ते न खलु स्वास्थ्यं, व्याकुलितं तनुमतां मनो विषयैः । शुक्लध्याने तस्माद्, नास्त्यधिकारोऽल्पसाराणाम् ॥ ૩ ॥ ટીકાર્થ વિષયોથી આકુળ-વ્યાકુળ થયેલાં મનુષ્યોનાં મન સ્વાસ્થ્ય ધારણ કરતાં ન હોવાથી અલ્પ સત્ત્વવાળાઓને શુક્લધ્યાન ધ્યાવાનો અધિકાર નથી. કહેલું છે કે - ‘પોતાને કોઈ હથિયા૨થી છેદે, ભેદે હણે, બાળે તો પણ દૂર ઉભેલા પ્રેક્ષકની માફક જે જોયા કરે અને વર્ષા, વાયરો, ઠંડી, ગરમી આદિ દુઃખોથી જે કંપતો નથી, શુક્લધ્યાનમાં આત્મા લીન બનેલો હોય, ત્યારે આંખથી કંઈ દેખે નહીં, કાનથી કાંઈ પણ સાંભળે નહીં, તેમ જ પાષાણની મૂર્તિ માફક ઈન્દ્રિયો સંબંધી કંઈ પણ જ્ઞાન ન થાય અને જે પોતાના ધ્યાનમાં સ્થિરતા

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618