Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 584
________________ અગિયારમો પ્રકાશ, શ્લો.૩૧-૪૭ ૫૩૩ પક્ષીઓ ભગવંતની જમણી બાજુથી પ્રદક્ષિણા આપે છે, વૃક્ષો નીચા થઈ નમન કરે છે, તે વખતે કાંટા ઉંધા થાય છે. લાલ કુંપળયુક્ત, વિકસિત પુષ્પોની ગંધવાળો, મધુકર-ભ્રમરોના શબ્દો વડે સ્વાભાવિક સ્તુતિ કરતો હોય તેવો અશોકવૃક્ષ, ભગવંતની ઉપર શોભી રહેલો હોય છે. તે સમયે, કામદેવને સહાય કરવાના પાપનું પ્રાયશ્ચિત્ત લેવા જાણે આવી હોય, તેવી રીતે છએ ઋતુઓ એક સામટી પ્રભુની આગળ પ્રગટ થાય છે. જાણે મોક્ષ-કલ્યાણક ઉજવવા માટે હોય, તેમ આ ભગવંતની આગળ મધુર શબ્દ કરતો દેવદુંદુભિ આકાશમાં પ્રગટ થાય છે. તે ભગવંતની પાસે પાંચે ઈન્દ્રિયોના પ્રતિકૂળ પદાર્થો પણ ક્ષણવારમાં મનોહર બની અનુકૂળ થાય છે. ‘મહાપુરુષોના સાંનિધ્યમાં ગુણોત્કર્ષ કોણ ન પામે ?' અર્થાત્ સર્વ પામે. સેંકડો ભવોનાં સંચિત કરેલાં કર્મોનો ઉચ્છેદ થયેલો જોઈને ભય પામ્યા હોય, તેમ વધવાના સ્વભાવવાળા, પ્રભુના નખ અને રોમ અહિં વૃદ્ધિ પામતા નથી. તે ભગવંતની પાસે દેવો સુગંધી જળની વૃષ્ટિ કરવા વડે કરીને ઉડવાના સ્વભાવવાળી ધૂળને શાંત કરે છે અને ખીલેલાં પુષ્પોની વૃષ્ટિથી સમગ્ર ભૂમિને સુગંધીવાળી કરે છે, ઈન્દ્ર મહારાજાએ ભક્તિથી ગંગા નદીના ત્રણ પ્રવાહોને જાણે વર્તુલાકા૨ બનાવ્યા હોય તેમ ત્રણ પવિત્ર છત્રોને ભગવંતે મસ્તક ઉપર ધારણ કર્યાં હોય છે. || ૩૧ - ૪૦ || ९३३ ९३४ ९३५ ९३६ ९३७ ९३८ ९३९ अयमेक एव नः प्रभुरित्याख्यातुं बिडौजसोन्नमितः । अङ्गुलिदण्ड इवोच्चै-श्चकास्ति रत्नध्वजस्त अस्य शरदिन्दुदीधिति - चारूणि च चामराणि धूयन्ते । वदनारविन्दसम्पाति - राजहंसभ्रमं दधति ॥ ૪૨ ।। ॥ ૪૨ ॥ 1 प्राकारास्त्रय उच्चैः, विभान्ति समवसरणस्थितस्यास्य । कृतविग्रहाणि सम्यक् चारित्र - ज्ञान- न-दर्शनानीव चतुराशावर्तिजनान्, युगपदिवानुग्रहीतुकामस्य चत्वारि भवन्ति मुखान्यङगानि च धर्ममुपदिशतः ।। ૪૪ ૫ अभिवन्द्यमानपादः, सुरासुरनरोरगैस्तदा भगवान् सिंहासनमधितिष्ठति, भास्वानिव पूर्वगिरिशृङ्गम् तेजःपुञ्जप्रसर- प्रकाशिताशेषदिक्क्रमस्य तदा त्रैलोक्यचक्रवर्तित्व-चिह्नमग्रे भवति चक्रम् I 11 84 11 ।। ૪o ॥ I ૫ ૪૬ ।। ભુવનપતિ-વિમાનતિ-જ્યોતિ:પતિ-વાનમન્તરાઃ વિષે । तिष्ठन्ति समवसरणे, जघन्यतः कोटिपरिमाणाः ।। ૪૭ ।। ટીકાર્થ :- ‘આ અમારા એક જ સ્વામી છે. એ કહેવા માટે જાણે ઈન્દ્ર મહારાજાએ અંગુલિરૂપ દંડ ઊંચો કર્યો હોય, તેમ રત્નજડિત ધ્વજ પ્રભુની પાસે શોભી રહેલો છે. આ પ્રભુને શરદ ઋતુના ચંદ્ર સરખા મનોહર ચામરો વિંજાય છે, તે ભગવંતના મુખકમળ પાસે આવતા રાજહંસોના વિભ્રમને ધારણ કરે છે. આ સમવસરણમાં રહેલા ત્રણ ઉંચા ગઢો જાણે જ્ઞાન, દર્શન અને ચારિત્રે ત્રણ શરીર ધારણ કર્યાં હોય તેમ સારી રીતે શોભે છે. ચારે દિશામાં રહેલા લોકોને એકી વખતે ઉપકાર કરવા માટેની ઈચ્છાથી હોય તેમ ધર્મોપદેશ કરતા ભગવંતને ચાર શરીરો અને ચાર મુખો થાય છે. તે સમયે દેવો, અસુરો, મનુષ્યો અને ભવનપતિ દેવો વડે અભિવંદન કરાતા ચરણવાળા

Loading...

Page Navigation
1 ... 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618