Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 580
________________ અગિયારમો પ્રકાશ, શ્લો.૭-૧૩ ૫ ૨૯ કેવલીઓને શૈલેશીકરણમાં રહેલાને હોય. મન, વચન, કાયાના ભેદથી યોગ ત્રણ પ્રકારનો હોય. તેમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીરવાળા જીવને વીર્યપરિણતિ-વિશેષ કાયયોગ છે. ઔદારિક, વૈક્રિય, આહારક શરીરની વ્યાપારક્રિયાથી ગ્રહણ કરેલાં ભાષાવર્ગણાનાં પુદ્ગલ દ્રવ્યોના ટેકાથી જીવનો વ્યાપાર તે વચનયોગ, તે જ દારિક, વૈક્રિય અને આહારક શરીરની વ્યાપારક્રિયાથી ગ્રહણ કરેલાં મનોવર્ગણાનાં દ્રવ્યોની મદદથી જીવનો વ્યાપાર, તે મનોયોગ. / ૧૦|| શંકા કરી કે ‘શુક્લધ્યાનના છેલ્લા બે ભેદમાં મન છે જ નહીં. કારણ કે કેવલી ભગવંતો મન વગરના હોય છે. ધ્યાન તો મનની સ્થિરતાને ગણેલું છે, તો આ ધ્યાન કેવી રીતે બને?” તેના સમાધાનમાં કહે છે -- ९०३ छद्मस्थितस्य यद्वत्, मनः स्थिरं ध्यानमुच्यते तज्ज्ञैः। निश्चलमङ्गं तद्वत्, केवलिनां कीर्तितं ध्यानम् ॥ ११ ॥ ટીકાર્થ:- જેમ જ્ઞાનીઓ છદ્મસ્થોના મનની સ્થિરતાને ધ્યાન કહે છે, તેમ કેવલિઓના અંગની નિશ્ચલતા, તે તેમનું ધ્યાન કહેલું છે. શંકા કરી કે “ચોથા પ્રકારના શુક્લધ્યાનમાં કાયયોગનો નિરોધ કરેલો હોવાથી તે હોતો નથી. યોગપણાનો અર્થ ધ્યાન-શબ્દથી પણ થાય છે.' / ૧૧ || શંકા કરી કે ચોથા શુક્લધ્યાનમાં કાયયોગનો વિરોધ કરેલો હોવાથી કાયયોગ પણ હોતો નથી. ધ્યાન શબ્દની વાગ્યતા કેવી રીતે હોય? તે કહે છે -- ९०४ पूर्वाभ्यासात् जीवो-पयोगतः कर्मजरणहेतोर्वा । शब्दार्थबहुत्वाद् वा, जिनवचनाद् वाऽप्ययोगिनो ध्यानम् ॥ १२ ॥ ટીકાર્થ:- જેમ કુંભારનું ચક્ર પહેલાં ભમાવવા માટે દંડાદિકથી ભમાવી વેગ ઉત્પન્ન કરાય છે અને પછી દિંડાદિકના અભાવમાં પૂર્વે આપેલા વેગથી વગર દડે પણ ભ્રમણ ચાલુ રહે છે, તેવી રીતે મન વગેરે સર્વ યોગો બંધ થવા છતાં પણ અયોગીઓને પૂર્વના અભ્યાસથી ધ્યાન હોય છે તથા જો કે દ્રવ્યથી યોગો હોતા નથી, તો પણ જીવના ઉપયોગરૂપ ભાવમનનો સદ્ભાવ હોવાથી યોગીઓને ધ્યાન હોય છે અથવા ધ્યાનકાર્યનું ફળ કર્મનિર્જરા અને તેનો હેતુ ધ્યાન, જેમ કે, અપુત્ર હોય તો પણ પુત્રનું કાર્ય કરનાર પુત્ર કહેવાય છે. ભવ સુધી રહેનારા ભવોપગ્રાહી કર્મની નિર્જરા આ ધ્યાનથી થાય છે અથવા એક શબ્દના ઘણા અર્થ થાય છે. જેમક હરિ શબ્દના ઘણા અર્થ થાય છે હરિ એટલે સૂર્ય, મર્કટ, ઘોડો, સિંહ, ઈન્દ્ર, કૃષ્ણ એવા એક શબ્દના અનેક અર્થો થાય છે. એ પ્રમાણે ધ્યાન શબ્દના પણ ઘણા અર્થો થાય છે. તે આ પ્રમાણે “ચ્ચે રિન્તાયામ્' “ચ્ચે વાયા -નિરોધે' ત્વેિજ' એટલે “લૈં' ધાતુ ચિન્તા, વિચાર-ધ્યાન કરવું-કાયયોગના-નિરોધ અર્થમાં અને અયોગિપણામાં પણ કહેલો છે. વ્યાકરણકારો અને કોશકારો દ્વારા નિપાતો તથા ઉપસર્ગો, તેમ જ ધાતુઓ તે ત્રણના અનેક અર્થો થાય છે. પાઠ એ જ એનું દષ્ટાંત છે અથવા જિનાગમથી અયોગીને પણ ધ્યાન કહેલું છે. કહેલું છે કે - “આગમ, યુક્તિ, સંપૂર્ણ શ્રદ્ધા એ અતીન્દ્રિય પદાર્થોની સત્તા સ્વીકારવા માટે પ્રમાણભૂત છે. // ૧૨ !! આટલી હકીકત જણાવ્યા છતાં શુક્લ-ધ્યાનના ચાર પ્રકારની વિશેષ સમજ આપે છે -- ९०५ आद्ये श्रुतावलम्बन-पूर्वे पूर्वश्रुतार्थसम्बन्धात् । पूर्वधराणां छद्मस्थ-योगिनां प्रायशो ध्याने ॥ १३ ॥ ટીકાર્ય - શુક્લધ્યાનના ચાર પ્રકાર પૈકી પ્રથમના બે પ્રકારો પૂર્વધર છદ્મસ્થ યોગીને શ્રુતજ્ઞાનના અવલંબનથી, પૂર્વશ્રુતના અર્થના સંબંધથી ઘણે ભાગે હોય છે, ઘણે ભાગે પૂર્વધરોને હોય છે - તેમ કહેવાથી અપૂર્વધર એવા “માષતુષ' મુનિ અને મરુદેવી માતાને પણ શુક્લધ્યાનનો સદુભાવ ગણાવેલો છે. મેં ૧૩|

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618