Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 578
________________ અગિયારમો પ્રકાશ, શ્લો.૧-૬ 2124, 11311 શંકા કરી કે, પ્રથમ સંઘયણવાળાને જ શુક્લધ્યાનમાં અધિકાર કહો છો, તો અત્યારે તો છેલ્લાં સેવાર્તસંઘયણવાળા પુરુષો છે, તેમને શુક્લધ્યાનનો ઉપદેશ આપવાનો કયો અવસર છે ? તેના સમાધાનમાં કહે છે -- अनवच्छित्त्याम्नायः समागतोऽस्येति कीर्त्यतेऽस्माभिः । दुष्करमप्याधुनिकैः, शुक्लध्यानं यथाशास्त्रम् ८९६ 11 8 11 ટીકાર્થ :- જો કે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અત્યારના જીવો માટે શુક્લધ્યાન ધ્યાવું, તે અત્યંત દુષ્કર છે, તો પણ શુક્લધ્યાનના સંબંધમાં પરંપરાથી જે આમ્નાય ચાલતો આવ્યો છે, તે પરંપરા તૂટી ન જાય. તે માટે હું તેનું સ્વરૂપ કહું છું. ॥ ૪ ॥ શુક્લધ્યાનના ભેદો કહે છે ८९७ -- ज्ञेयं नानात्वश्रुतविचारमैक्यं श्रुताविचारं च सूक्ष्मक्रियमुत्सन्नक्रियमिति भेदैश्चतुर्धात् ૫૨૭ 1 ॥ ધ્ 11 ટીકાર્ય ::- ૧. પૃથવ્રુવિતર્ક સવિચાર શુક્લધ્યાન, ૨. એકત્વવિતર્ક અવિચાર શુક્લધ્યાન ૩. સૂક્ષ્મક્રિય અપ્રતિપાતિ શુક્લધ્યાન, ૪. વ્યુપરતક્રિય અનિવર્તિ શુક્લધ્યાન. અહીં નાનાત્વ એટલે વિવિધ-જુદી જુદી બાબતોની વિચારણા શાની ? વિતર્ક એટલે શ્રુત-દ્વાદશાંગી-ચૌદપૂર્વ, વિચાર એટલે મનનો વિચાર એવો અર્થ ન કરતાં વિશેષે કરી ચાર એટલે ચાલવું-એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ચાલવું-જવું, તે વિચાર એટલે કે પરમાણુ, હૃયણુક આદિ પદાર્થ,વ્યંજન એટલે શબ્દ, યોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ, તેઓમાં સંક્રાન્તિ એટલે તેઓમાં આવી પ્રવેશવું અને નીકળવું. ॥ ૫ ॥ શુક્લધ્યાનના પ્રથમ ભેદની વિશેષ વ્યાખ્યા કહે છે -- ८९८ एकत्र पर्यायाणां, विविधनयानुसरणं श्रुताद् द्रव्ये । अर्थ-व्यञ्जन-योगान्तरेषु संक्रमणयुक्तमाद्यं तत् ॥ ૬ II ટીકાર્થ :- એક પરમાણુ આદિ દ્રવ્યમાં ઉત્પાદ, સ્થિતિ, વિલય, મૂર્તત્વ, અમૂર્તત્વાદિ પર્યાયો, દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નયોએ કરી પૂર્વગત શ્રુતાનુસારે ચિંતન કરવું, તે ચિંતન, દ્રવ્ય, વ્યંજન એટલે શબ્દ, મન, વચન, કાયાના યોગોના કોઈ પણ એક યોગમાં સંક્રમણ થવું, જેમકે એક દ્રવ્યના ચિંતનથી તેના શબ્દના ચિંતન ઉ૫૨ આવવું, શબ્દ-ચિંતનથી દ્રવ્ય ઉપર આવવું, મનોયોગથી કાયયોગમાં કે વચનયોગમાં આવવું, એવી રીતે કાયના યોગથી મનોયોગ કે વચનયોગમાં સંક્રમણ કરવું, તે શુક્લધ્યાનનો પ્રથમ ભેદ. કહેલું છે કે :- ‘પૂર્વગત શ્રુતાનુસાર એક દ્રવ્યમાં ઉત્પાદ, સ્થિતિ, ભંગ આદિ પર્યાયોની વિવિધ નયાનુસારે વિચારણા કરવી અને સવિચાર એટલે પદાર્થ, શબ્દ કે ત્રણ યોગો પૈકી એક યોગથી ગમે તે બીજા યોગમાં પ્રવેશ કરવો, નીકળવું તે વિચાર, આ પ્રમાણે રાગ-રહિત મુનિને પૃથક્ક્સ વિતર્ક સવિચાર શુક્લધ્યાન હોય છે. (ધ્યાનશતક ૭૭-૭૮)” પ્રશ્ન કર્યો કે - પદાર્થ, શબ્દ કે ત્રણે યોગોમાં સંક્રમણ થવાથી મનનું સ્વૈર્ય કેવી રીતે ગણાય ? અને મનની સ્થિરતા વગર ધ્યાન કેવી રીતે ગણાય ? સમાધાન કરે છે કે, એક દ્રવ્ય વિષયક મનની સ્થિરતા ઉત્પન્ન થયેલી હોવાથી ધ્યાનપણું સ્વીકારવામાં વાંધો નથી. | ૬ | | શુક્લધ્યાનનો બીજો ભેદ કહે છે --

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618