Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 576
________________ દશમો પ્રકાશ, શ્લો.૧૪-૨૪ ८८६ ८८७ ८८८ ८८९ त्यक्तसङ्गास्तनुं त्यक्त्वा, धर्मध्यानेन योगिनः ग्रैवेयकादिस्वर्गेषु भवन्ति त्रिदशोत्तमाः महामहिमसौभाग्यं, शरच्चन्द्रनिभप्रभम् प्राप्नुवन्ति वपुस्त, स्रग्भूषाऽम्बरभूषितम् विशिष्टवीर्यबोधाढ्यं, कामार्त्तिज्वरवर्जितम् निरन्तरायं सेवन्ते, सुखं चानुपमं चिरम् इच्छासम्पन्नसर्वार्थ-मनोहारि सुखामृतम् निर्विघ्नमुपभुञ्जानाः, गतं जन्म न जानते ८९१ I ।। ૨ ।। -- ८९२ 1 ।। ૧૧ ।। I ૫ ૨૬ ॥ -- ટીકાર્થ :- સર્વ સંગનો ત્યાગ કરનાર તે યોગી પુરુષો ધર્મધ્યાન વડે શરીરનો ત્યાગ કરી ત્રૈવેયક આદિ વૈમાનિક દેવલોકમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થાય છે, ત્યાં આગળ મહાન મહિમા, મહાન સૌભાગ્ય, શરચંદ્ર સરખી આહ્લાદક કાંતિ અને પુષ્પમાળા, આભૂષણો અને વસ્ત્રોથી શોભાયમાન વૈક્રિય શરીર પ્રાપ્ત કરે છે. I ॥ ૨૦ ॥ વિશિષ્ટ પ્રકારની શરીર-શક્તિ, નિર્મળ ત્રણ જ્ઞાનવાળા, કામજ્વરની પીડાથી રહિત, અંતરાય વગરનું અનુપમ સુખ લાંબા કાળ સુધી ભોગવે છે. ઈચ્છા થતાંની સાથે જ સર્વ પ્રકારના મનોહર પદાર્થોની પ્રાપ્તિવાળું, વિઘ્ન વગરનું સુખામૃત ભોગવતા તે દેવો ગયેલા જન્મને જાણતા નથી. ।। ૧૮ -૨૧॥ ત્યાર પછી ८९० ૫૨૫ दिव्यभोगावसाने च, च्युत्वा त्रिदिवतस्ततः उत्तमेन शरीरेणाऽवतरन्ति महीतले दिव्यवंशे समुत्पन्नाः, नित्योत्सवमनोरमान् भुञ्जते विविधान् भोगान्, अखण्डितमनोरथाः ततो विवेकमाश्रित्य, विरज्याशेषभोगतः ध्यानेन ध्वस्तकर्माणः, प्रयान्ति पदमव्ययम् 1 ।। ૪ ।। ટીકાર્ય :- દિવ્ય ભોગો પૂર્ણ થયા પછી અને દેવલોકથી ચ્યવ્યા પછી તે ભાગ્યશાળી ઉત્તમ શરીર ધારણ કરવા પૂર્વક મનુષ્યલોકમાં અવતાર પામે છે. હંમેશાં જ્યાં મનોહર ઉત્સવો ઉજવાતા હોય તેવા ઉત્તમ દિવ્ય વંશવાળા કુળમાં જન્મેલા અખંડિત મનોરથવાળા વિવિધ પ્રકારના પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત કરેલા ભોગો અનાસક્તિથી ભોગવે છે. ત્યાર પછી વિવેકનો આશ્રય કરી સંસારના સમગ્ર ભોગથી વિરક્ત બની ઉત્તમ ધ્યાન કર્મનો વિનાશ કરી શાશ્વત સ્થાનમાં પ્રયાણ કરે છે. ॥ ૨૨ - ૨૪॥ સમગ્ર 1 ।। ૨ ।। 1 ॥ ૨૨ ॥ – એ પ્રમાણે ૫૨માર્હત કુમારપાળ ભૂપાલને સાંભળવાની અભિલાષાથી આ. શ્રી હેમચંદ્રસૂરિએ રચેલ, જેને ‘અધ્યાત્મ ઉપનિષદ્’, નામનો પટ્ટબંધ થયો છે, તે યોગશાસ્ત્રના પોતે રચેલ વિવરણમાં દશમા પ્રકાશનો આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. (૧૦)

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618