Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 575
________________ ૫૨૪ હવે સંસ્થાન-વિચય ધર્મધ્યાનનું સ્વરૂપ કહે છે ८८२ 1 ? अनाद्यन्तस्य लोकस्य स्थित्युत्पत्ति-व्ययात्मनः आकृतिं चिन्तयेद् यत्र, संस्थानविचयः स तु ।। ૪ ।। ટીકાર્થ :- આદિ, અંત વગરના, ઉત્પત્તિ, સ્થિતિ, નાશ સ્વરૂપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવસ્વરૂપ લોક તે સંબંધી ક્ષેત્રભૂમિઓ, સમુદ્રો, દ્વીપો ઈત્યાદિકની આકૃતિઓ વિચારવી, તે ‘સંસ્થાન-વિચય' ધર્મધ્યાન કહેવાય. || ૧૪ || લોકધ્યાન ક૨વાનું ફળ કહે છે -- ८८३ नानाद्रव्यगतानन्त- पर्यायपरिवर्तने યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ' सदासक्तं मनो नैव, रागाद्याकुलतां व्रजेत् ॥ ૧ ॥ ટીકાર્થ :- વિવિધ પ્રકારના દ્રવ્યમાં રહેલા અનંતા પર્યાયો પરિવર્તન પામતા હોવાથી તેવા દ્રવ્ય સંબંધી વારંવાર વિચારણા કરવાથી તેમાં મન આકુળતા પામતું નથી, રાગ-દ્વેષાદિવાળું થતું નથી. આ વિષયને લગતા આંત૨ શ્લોકોનો ભાવાર્થ કહેવાય છે -- જો કે પહેલાં અનિત્યાદિ ભાવનાના પ્રસંગે લોકભાવનામાં સંસ્થાન-વિચય ઘણા વિસ્તારથી કહેલું છે, તેથી પુનરુક્તિ દોષના ભયથી અહિં વિશેષ વર્ણન કરવાની જરૂર નથી. પ્રશ્ન કર્યો કે લોકભાવના અને સંસ્થાનવિચય એમાં ફરક કયો છે ? જેથી બંને જુદા જણાવ્યા ? લોકભાવના એ તો વિચાર કરવા માત્ર છે અને લોકાદિ મતિ તે સ્થિર સ્વરૂપ છે અને તેથી તે ‘સંસ્થાન-વિચય' ધર્મધ્યાન કહેવાય છે. ૧૫ ધર્મધ્યાનનું સ્વરૂપ અને વિશેષતા કહે છે -- ८८४ धर्मध्याने भवेद् भावः, क्षायोपशमिकादिकः ભેશ્યા: મવિશુદ્ધા:, મ્યુ:, પીત-પદ્મ-સિતા:પુન:॥ ૬ ॥ ટીકાર્થ -- જ્યારે ધર્મધ્યાન પ્રવર્તતું હોય, ત્યારે આત્મસ્વરૂપ એવા ક્ષાયોપશમિક, આદિ કહેવાથી ઔપશમિક અને ક્ષાયિક ભાવ આત્મામાં હોય છે, પણ પૌદ્ગલિક-સ્વરૂપ ઔયિક ભાવનો ઉદય હોતો નથી. કહેલું છે કે, “અપ્રમત્ત સંયતને તથા ઉપશાંત કષાયવાળાને તથા ક્ષીણ કષાયવાળાને ધર્મધ્યાન હોય છે. (તત્ત્વાર્થ ૯/૩૭-૩૮) ધર્મધ્યાન સમયે ક્રમપૂર્વક વિશુદ્ધ ત્રણ લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે - પીતલેશ્યા, તેનાથી વધારે નિર્મળ પદ્મલેશ્યા, તેનાથી પણ અત્યંત વિશુદ્ધ શુક્લલેશ્યા. II ૧૬ ॥ ચારે પ્રકારના ધર્મધ્યાનનું ફળ કહે છે - -- ८८५ अस्मिन् नितान्तवैराग्य- व्यतिषङ्गतरङ्गिते जायते देहिनां सौख्यं, स्वसंवेद्यमतीन्द्रियम् । । ।। ૧૩ ।। ટીકાર્થ :- અત્યંત વૈરાગ્યરસ-પૂર્ણ આ ધર્મધ્યાનમાં જ્યારે એકાગ્ર બની ગયો હોય, ત્યારે ઈન્દ્રિયોના વિષય વગરનું આત્મિક સુખ જીવ અનુભવે છે. કહેલું છે કે - “વિષયોમાં અનાસક્તિ, આરોગ્ય, અનિષ્ઠુરતાકોમળતા-કરુણતા, શુભગંધ, મૂત્ર અને પુરીષ અલ્પ હોય, શરીરની કાંતિ, વદનની પ્રસન્નતા, સ્વરમાં સૌમ્યતા, આ વગેરે યોગની પ્રવૃત્તિનાં શરૂઆતનાં ચિહ્નો સમજવાં. ॥ ૧૭ ॥ ચાર શ્લોકોથી પરલોકનું ફળ કહે છે -

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618