________________
૫૨૪
હવે સંસ્થાન-વિચય ધર્મધ્યાનનું સ્વરૂપ કહે છે
८८२
1
?
अनाद्यन्तस्य लोकस्य स्थित्युत्पत्ति-व्ययात्मनः आकृतिं चिन्तयेद् यत्र, संस्थानविचयः स तु
।। ૪ ।।
ટીકાર્થ :- આદિ, અંત વગરના, ઉત્પત્તિ, સ્થિતિ, નાશ સ્વરૂપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવસ્વરૂપ લોક તે સંબંધી ક્ષેત્રભૂમિઓ, સમુદ્રો, દ્વીપો ઈત્યાદિકની આકૃતિઓ વિચારવી, તે ‘સંસ્થાન-વિચય' ધર્મધ્યાન કહેવાય.
|| ૧૪ ||
લોકધ્યાન ક૨વાનું ફળ કહે છે --
८८३
नानाद्रव्यगतानन्त- पर्यायपरिवर्तने
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
'
सदासक्तं मनो नैव, रागाद्याकुलतां व्रजेत्
॥ ૧ ॥
ટીકાર્થ :- વિવિધ પ્રકારના દ્રવ્યમાં રહેલા અનંતા પર્યાયો પરિવર્તન પામતા હોવાથી તેવા દ્રવ્ય સંબંધી વારંવાર વિચારણા કરવાથી તેમાં મન આકુળતા પામતું નથી, રાગ-દ્વેષાદિવાળું થતું નથી. આ વિષયને લગતા આંત૨ શ્લોકોનો ભાવાર્થ કહેવાય છે --
જો કે પહેલાં અનિત્યાદિ ભાવનાના પ્રસંગે લોકભાવનામાં સંસ્થાન-વિચય ઘણા વિસ્તારથી કહેલું છે, તેથી પુનરુક્તિ દોષના ભયથી અહિં વિશેષ વર્ણન કરવાની જરૂર નથી. પ્રશ્ન કર્યો કે લોકભાવના અને સંસ્થાનવિચય એમાં ફરક કયો છે ? જેથી બંને જુદા જણાવ્યા ? લોકભાવના એ તો વિચાર કરવા માત્ર છે અને લોકાદિ મતિ તે સ્થિર સ્વરૂપ છે અને તેથી તે ‘સંસ્થાન-વિચય' ધર્મધ્યાન કહેવાય છે. ૧૫
ધર્મધ્યાનનું સ્વરૂપ અને વિશેષતા કહે છે --
८८४
धर्मध्याने भवेद् भावः, क्षायोपशमिकादिकः
ભેશ્યા: મવિશુદ્ધા:, મ્યુ:, પીત-પદ્મ-સિતા:પુન:॥ ૬ ॥
ટીકાર્થ -- જ્યારે ધર્મધ્યાન પ્રવર્તતું હોય, ત્યારે આત્મસ્વરૂપ એવા ક્ષાયોપશમિક, આદિ કહેવાથી ઔપશમિક અને ક્ષાયિક ભાવ આત્મામાં હોય છે, પણ પૌદ્ગલિક-સ્વરૂપ ઔયિક ભાવનો ઉદય હોતો નથી. કહેલું છે કે, “અપ્રમત્ત સંયતને તથા ઉપશાંત કષાયવાળાને તથા ક્ષીણ કષાયવાળાને ધર્મધ્યાન હોય છે. (તત્ત્વાર્થ ૯/૩૭-૩૮) ધર્મધ્યાન સમયે ક્રમપૂર્વક વિશુદ્ધ ત્રણ લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે - પીતલેશ્યા, તેનાથી વધારે નિર્મળ પદ્મલેશ્યા, તેનાથી પણ અત્યંત વિશુદ્ધ શુક્લલેશ્યા. II ૧૬ ॥
ચારે પ્રકારના ધર્મધ્યાનનું ફળ કહે છે -
--
८८५
अस्मिन् नितान्तवैराग्य- व्यतिषङ्गतरङ्गिते
जायते देहिनां सौख्यं, स्वसंवेद्यमतीन्द्रियम्
।
।
।। ૧૩ ।।
ટીકાર્થ :- અત્યંત વૈરાગ્યરસ-પૂર્ણ આ ધર્મધ્યાનમાં જ્યારે એકાગ્ર બની ગયો હોય, ત્યારે ઈન્દ્રિયોના વિષય વગરનું આત્મિક સુખ જીવ અનુભવે છે. કહેલું છે કે - “વિષયોમાં અનાસક્તિ, આરોગ્ય, અનિષ્ઠુરતાકોમળતા-કરુણતા, શુભગંધ, મૂત્ર અને પુરીષ અલ્પ હોય, શરીરની કાંતિ, વદનની પ્રસન્નતા, સ્વરમાં સૌમ્યતા, આ વગેરે યોગની પ્રવૃત્તિનાં શરૂઆતનાં ચિહ્નો સમજવાં. ॥ ૧૭ ॥
ચાર શ્લોકોથી પરલોકનું ફળ કહે છે -