Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 556
________________ આઠમો પ્રકાશ, શ્લો. ૧-૨૨ ૫૦૫. પાંખડીઓના આંતરામાં હું કાર રૂપસિદ્ધની સ્તુતિ ચિંતવવી અને સમગ્ર પાંખડીઓના ઉપરના ભાગમાં ૐ દી સ્થાપન કરવા. તે કમલના મધ્યભાગમાં પહેલો વર્ણ ૩ છેલ્લો દરેફ કલા અને બિન્દુ સહિત હિમ સરખો ઉવલ ‘મ સ્થાપન કરવો. આ ‘સર્ટ'મનથી સ્મરણ કરતાં જ પવિત્ર કરનાર છે. તેને પ્રથમ હ્રસ્વ ઉચ્ચારનાદ મનમાં કરવો, પછી દીર્ઘ, પ્લત, સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ નાદ કરવો, પછી તે નાદ નાભિ, કંઠ અને હૃદયની ઘંટિકાદિકને વિદારણ કરતો સૂક્ષ્મ ધ્વનિવાળો થઈ તે સર્વના મધ્યમાં થઈ આગળ જનારો થાય છે – એમ ચિતવવું. પછી તે નાદના બિન્દુથી તપેલી કળામાંથી નીકળતા દૂધ સરખા ઉજ્જવલ અમૃતના કલ્લોલ વડે અંતરાત્માને સિંચાતો-ભીંજાતો ચિંતવવો. પછી એક અમૃત સરોવરની કલ્પના કરવી અને તેમાં ઉત્પન્ન થએલ, સોળ પાંખડીવાળું કમળ ચિંતવવું, તેમાં વચ્ચે પોતાનું સ્થાપન કરી પાંખડીઓમાં સ્થાપન કરેલી સોળ વિદ્યાદેવીઓને ચિતવવી. પછી દેદીપ્યમાન સ્ફટિકરત્નના ભંગાર કળશમાંથી ઝરતા દૂધ સરખા ઉવલ અમૃત વડે પોતાને લાંબા કાળ સુધી સિચાતો મનમાં ચિતવે. ત્યાર પછી હવે શુદ્ધ સ્ફટિક સરખા નિર્મલ મંત્રરાજના નામવાળા ગર્દત પરમેષ્ઠિને મસ્તક વિષે ધ્યાનમાં ચિંતવે. ધ્યાનના વેગથી ‘સોડદં તોડ્યું એટલે કે “તે વીતરાગ તે જ હું, તે જ હું એ પ્રમાણે વારંવાર બોલતાં એમનિઃશંકપણે આત્માની અને પરમાત્માની એકતા ચિંતવે. પછી રાગ-દ્વેષ-મોહ-રહિત, સર્વદર્શી, દેવોથી પૂજનીય, સમવસરણમાં ધર્મ-દેશના કરતા પરમાત્માની સાથે અભેદસ્વરૂપે ધ્યાન કરતા ધ્યાની પુરૂષો પાપકર્મોનો નાશ કરી પરમાત્મપણાને પામે છે. તે ૬- ૧૭ || ફરી પણ બીજા પ્રકારે પદમયી દેવતાને પાંચ શ્લોકો વડે કહે છે -- ७८९ यद्वा मन्त्राधिपं श्रीमान्, ऊर्ध्वाधो-रेफ-संयुतम् । ના-વિદ્-સમાન્તમ્, નહિતયુક્ત તથા ૫ ૨૮ ७९० कनकाम्भोजगर्भस्थं, सान्द्रचन्द्रांशुनिर्मलम् । गगने सञ्चरन्तं च, व्याप्नुवन्तं दिशः स्मरेत् ॥ १९ ॥ ७९१ ततो विशन्तं वक्त्राब्जे, भ्रमन्तं भूलतान्तरे स्फुरन्तं नेत्रपत्रेषु, तिष्ठन्तं भालमण्डले || ૨૦ | ७९२ निर्यान्तं तालुरन्ध्रेण, स्रवन्तं च सुधारसम् स्पर्धमानं शशाङ्केन, स्फुरन्तं ज्योतिरन्तरे ७९३ सञ्चरन्तं नभोभागे, योजयन्तं शिवश्रिया सर्वावयवसंपूर्णं, कुम्भकेन विचिन्तयेत् . ર૨ | ટીકાર્થ:- અથવા ઉપર અને નીચે રેફયુક્ત તેમ જ કલા અને બિન્દુથી દબાએલ અનાહત સહિત મંત્રાધિપ ‘મને સુવર્ણ-કમળમાં રહેલ, ગાઢ ચંદ્ર-કિરણો સરખા નિર્મલ આકાશમાં સંચાર કરતો, દિશાઓમાં વ્યાપેલો સ્મરણ કરવો. ત્યાર પછી મુખ-કમળમાં પ્રવેશ કરતા, ભૂકુટિમાં ભ્રમણ કરતા, નેત્રપત્રમાં સ્કુરાયમાન થતા, ભાલ-મંડલમાં રહેતા, તાળવાના છિદ્રમાંથી બહાર નીકળતા, અમૃતરસ ઝરતા, ઉજ્જવલતામાં ચંદ્ર સાથે સ્પર્ધા કરતા, જ્યોતિષમંડલમાં વિશેષ પ્રકાશ પામતા, આકાશ-પ્રદેશમાં સંચરતા, મોક્ષલક્ષ્મી સાથે જોડતા, સર્વ અવયવોથી સંપૂર્ણ એવા મ' મંત્રાધિરાજને બુદ્ધિમાન યોગીઓએ કુંભક કરીને ચિંતવવો કહેલું છે કે -- अकारादि-हकारान्तं, रेफमध्यं सबिन्दुकम् तदेव परमं तत्त्वं, यो जानाति स तत्त्ववित् ॥१॥

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618