Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 572
________________ દશમો પ્રકાશ, શ્લો.૧-૯ ૫૨૧ ❖ ધ્યેયો ગ્રહણ કરી અનુક્રમે અનાહત કલા આદિ સૂક્ષ્મ ધ્યેયોનું ચિંતન કરવું અને રૂપસ્થ આદિ સાલંબન ધ્યેયોથી સિદ્ધ પરમાત્મા સ્વરૂપ નિરાલંબન ધ્યેયમાં જવું. આ ક્રમથી ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે, તો તત્ત્વનો જાણકાર યોગી પુરુષ અલ્પકાળમાં તત્ત્વની પ્રાપ્તિ કરે છે. ।। ૫ ।। પિંડસ્થ આદિ ચારે પ્રકારનાં ધ્યાનનો ઉપસંહાર કરે છે -- ८७४ एवं चतुर्विधध्याना - मृतमग्नं मुनेर्मनः साक्षात्कृतजगत्तत्त्वं, विधत्ते शुद्धिमात्मनः I ॥ ૬ "I ટીકાર્થ ઃ- આ પ્રમાણે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનામૃતમાં તરબોળ બનેલા યોગી મુનિનું મન જગત્નાં તત્ત્વોનો સાક્ષાત્કાર કરીને અનુભવજ્ઞાન મેળવીને આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. || ૬ || ८७५ પિંડસ્થ આદિ ક્રમ વડે ચાર ધ્યાન કહીને, તે જ ધર્મધ્યાનના બીજા પ્રકારે ભેદો કહે છે -- आज्ञाऽपाय- विपाकानां संस्थानस्य च चिन्तनात् । इत्थं वा ध्येयभेदेन, धर्म्यं ध्यानं चतुर्विधम् ।। ૭ ।। ટીકાર્થ :- ૧. આજ્ઞાવિચય, ૨. અપાયવિચય, ૩. વિપાકવિચય અને ૪. સંસ્થાનવિચય, એ વગેરેનું ચિંતન કરવાથી ધ્યેયના ભેદથી ધર્મધ્યાન ચાર પ્રકારનું પણ કહેલું છે. II ૭ II તેમાં પ્રથમ આજ્ઞાવિચય ધ્યાન કહે છે -- ८७६ - आज्ञां यत्र पुरस्कृत्य (समाश्रित्य ), सर्वज्ञानामबाधिताम् । तत्त्वतश्चिन्तयेदर्थान्, तदाज्ञाध्यानमुच्यते ॥ ૮ " ટીકાર્થ :- અહિં આજ્ઞા એટલે પ્રામાણિક-આમ પુરુષનું વચન અર્થાત્ સર્વજ્ઞનું દ્વાદશાંગીરૂપ પ્રવચન બીજાં પ્રમાણોથી બાધા ન પામે, એક બીજા વચનોમાં પરસ્પર વિરોધ ન આવે, કોઈ પણ અન્ય દર્શનથી ખંડિત ન થઈ શકે, તેવી આજ્ઞાને આગળ કરી જે ધ્યાન કરવું-જીવાદિક પદાર્થોને ચિંતવવા, તે આજ્ઞાધ્યાન કહેવાય. II ૮ I આજ્ઞાનું અબાધિતપણું કેવી રીતે ? તે વિચારે છે ८७७ सर्वज्ञवचनं सूक्ष्मं हन्यते यन्न हेतुभिः तदाज्ञारूपमादेयं, न मृषाभाषिणो जिना: ।। ૧ ।। ટીકાર્થ :- સર્વજ્ઞ ભગવંતે કહેલું સૂક્ષ્મ વચન છે, જે હેતુ કે યુક્તિઓ વડે ખંડિત કરી શકાતું નથી કે ખંડિત થતું નથી. તેમણે જે કહેલું છે, તેમાં ફેરફાર હોય જ નહિં. કારણ કે, વીતરાગ સર્વજ્ઞ ભગવંતો કદાપિ ફેરફારવાળું બોલે જ નહિ. આ રૂપે તેમની આજ્ઞાનો સ્વીકાર, તે આજ્ઞારૂપ ધ્યાન કહેવાય. અહીં આ વિષયને લગતા આંતરશ્લોકોના અર્થ કહેવાય છે -- આપ્ત એટલે પક્ષપાત રાખ્યા વગર, પ્રામાણિકપણે યથાર્થ કહેનારા પુરુષોનાં વચન તે આમ્રવચન, બે પ્રકારનું છે. પ્રથમ આગમ-વચન, બીજું હેતુ-યુક્તિવાદ વચન. શબ્દોથી જ પદ અને તેના અર્થોની સ્વીકૃતિ કરાવનાર આગમો, અને બીજાં પ્રમાણો, હેતુઓ, યુક્તિઓની સરખામણી કે મદદથી પદાર્થોની સત્યતા સ્વીકારવી, તે હેતુવાદ કહેવાય. નિર્દોષ એવા આ બંને એક સરખા નિઃશંકપણે પ્રમાણભૂત ગણાય છે. કારણ કે, નિર્દોષ કારણના આરંભવાળું પ્રમાણ-લક્ષણ કહેલું છે. રાગ, દ્વેષ અને મોહ એ દોષો કહેવાય અને અરિહંત

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618