________________
દશમો પ્રકાશ, શ્લો.૧-૯
૫૨૧
❖
ધ્યેયો ગ્રહણ કરી અનુક્રમે અનાહત કલા આદિ સૂક્ષ્મ ધ્યેયોનું ચિંતન કરવું અને રૂપસ્થ આદિ સાલંબન ધ્યેયોથી સિદ્ધ પરમાત્મા સ્વરૂપ નિરાલંબન ધ્યેયમાં જવું. આ ક્રમથી ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે, તો તત્ત્વનો જાણકાર યોગી પુરુષ અલ્પકાળમાં તત્ત્વની પ્રાપ્તિ કરે છે. ।। ૫ ।।
પિંડસ્થ આદિ ચારે પ્રકારનાં ધ્યાનનો ઉપસંહાર કરે છે --
८७४
एवं चतुर्विधध्याना - मृतमग्नं मुनेर्मनः साक्षात्कृतजगत्तत्त्वं, विधत्ते शुद्धिमात्मनः
I
॥ ૬ "I
ટીકાર્થ ઃ- આ પ્રમાણે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનામૃતમાં તરબોળ બનેલા યોગી મુનિનું મન જગત્નાં તત્ત્વોનો સાક્ષાત્કાર કરીને અનુભવજ્ઞાન મેળવીને આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે.
|| ૬ ||
८७५
પિંડસ્થ આદિ ક્રમ વડે ચાર ધ્યાન કહીને, તે જ ધર્મધ્યાનના બીજા પ્રકારે ભેદો કહે છે -- आज्ञाऽपाय- विपाकानां संस्थानस्य च चिन्तनात् । इत्थं वा ध्येयभेदेन, धर्म्यं ध्यानं चतुर्विधम्
।। ૭ ।।
ટીકાર્થ :- ૧. આજ્ઞાવિચય, ૨. અપાયવિચય, ૩. વિપાકવિચય અને ૪. સંસ્થાનવિચય, એ વગેરેનું ચિંતન કરવાથી ધ્યેયના ભેદથી ધર્મધ્યાન ચાર પ્રકારનું પણ કહેલું છે. II ૭ II
તેમાં પ્રથમ આજ્ઞાવિચય ધ્યાન કહે છે --
८७६
-
आज्ञां यत्र पुरस्कृत्य (समाश्रित्य ), सर्वज्ञानामबाधिताम् । तत्त्वतश्चिन्तयेदर्थान्, तदाज्ञाध्यानमुच्यते
॥ ૮ "
ટીકાર્થ :- અહિં આજ્ઞા એટલે પ્રામાણિક-આમ પુરુષનું વચન અર્થાત્ સર્વજ્ઞનું દ્વાદશાંગીરૂપ પ્રવચન બીજાં પ્રમાણોથી બાધા ન પામે, એક બીજા વચનોમાં પરસ્પર વિરોધ ન આવે, કોઈ પણ અન્ય દર્શનથી ખંડિત ન થઈ શકે, તેવી આજ્ઞાને આગળ કરી જે ધ્યાન કરવું-જીવાદિક પદાર્થોને ચિંતવવા, તે આજ્ઞાધ્યાન કહેવાય. II ૮ I આજ્ઞાનું અબાધિતપણું કેવી રીતે ? તે વિચારે છે
८७७
सर्वज्ञवचनं सूक्ष्मं हन्यते यन्न हेतुभिः तदाज्ञारूपमादेयं, न मृषाभाषिणो जिना:
।। ૧ ।।
ટીકાર્થ :- સર્વજ્ઞ ભગવંતે કહેલું સૂક્ષ્મ વચન છે, જે હેતુ કે યુક્તિઓ વડે ખંડિત કરી શકાતું નથી કે ખંડિત થતું નથી. તેમણે જે કહેલું છે, તેમાં ફેરફાર હોય જ નહિં. કારણ કે, વીતરાગ સર્વજ્ઞ ભગવંતો કદાપિ ફેરફારવાળું બોલે જ નહિ. આ રૂપે તેમની આજ્ઞાનો સ્વીકાર, તે આજ્ઞારૂપ ધ્યાન કહેવાય. અહીં આ વિષયને લગતા આંતરશ્લોકોના અર્થ કહેવાય છે --
આપ્ત એટલે પક્ષપાત રાખ્યા વગર, પ્રામાણિકપણે યથાર્થ કહેનારા પુરુષોનાં વચન તે આમ્રવચન, બે પ્રકારનું છે. પ્રથમ આગમ-વચન, બીજું હેતુ-યુક્તિવાદ વચન. શબ્દોથી જ પદ અને તેના અર્થોની સ્વીકૃતિ કરાવનાર આગમો, અને બીજાં પ્રમાણો, હેતુઓ, યુક્તિઓની સરખામણી કે મદદથી પદાર્થોની સત્યતા સ્વીકારવી, તે હેતુવાદ કહેવાય. નિર્દોષ એવા આ બંને એક સરખા નિઃશંકપણે પ્રમાણભૂત ગણાય છે. કારણ કે, નિર્દોષ કારણના આરંભવાળું પ્રમાણ-લક્ષણ કહેલું છે. રાગ, દ્વેષ અને મોહ એ દોષો કહેવાય અને અરિહંત