SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૨ ૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ભગવંતોમાં તે દોષી હોતા જ નથી. નિર્દોષ હેતુથી ઉત્પન્ન થએલું વચન હોવાથી અરિહંતોનું વચન પ્રમાણભૂત ગણાય. નયો અને પ્રમાણોથી સિદ્ધ થએલું અને આગળ-પાછળ કોઈપણ સ્થાને જેનો કોઈપણ આગમના વચનનો વિરોધ આવે નહિ, કોઈપણ અન્ય મત કે બળવાન શાસનો વડે જેનો પ્રતિકાર કરી શકાય નહિ, તેવા અંગ, ઉપાંગ, પ્રકીર્ણક, મૂળ, છેદ આદિ ઘણા ભેદરૂપ, નદીઓના સમાગમ-સ્થાનરૂપ સમુદ્ર-સ્વરૂપ, અનેક મહાસામ્રાજ્ય-લક્ષ્મીથી શોભાયમાન, દુર્ભવ્યોને પ્રાપ્ત થવું દુર્લભ, ભવ્યાત્માઓને અત્યંત સુલભ, મનુષ્યો અને દેવો વડે “ગણિપિટક પણે હંમેશાં સ્તુતિ કરતું, દ્રવ્યથી નિત્ય, પર્યાયથી અનિત્ય, સ્વસ્વરૂપે સત્, પરસ્વરૂપે અસત પદાર્થોની પ્રતીતિ કરાવનાર આગમ તેના આધારે સ્યાદ્વાવાદ-ન્યાયયોગથી આજ્ઞાનું આલંબન લઈને પદાર્થ-ચિંતન કરવું, તે “આજ્ઞાવિચય' નામનું ધર્મધ્યાન કહેવાય. / ૯ / હવે અપાયરિચય કહે છે -- ૮૭૮ રાસ-દ્વેષ-ઋષાયાદ:, ગાયનાન્ વિચિન્તયેત્ | यत्रापायांस्तदपाय-विचयध्यानमिष्यते ॥ १० ॥ ટીકાર્થ:- જે ધ્યાનની અંદર રાગ, દ્વેષ અને ક્રોધાદિ કષાયો, વિષયો, પાપસ્થાનકોથી ઉત્પન્ન થતાં દુઃખો, કષ્ટો, હેરાનગતિ આદિ વિચારાય, તે “અપાયરિચય ધર્મધ્યાન કહેવાય. // ૧૦ તેનું ફલ કહે છે -- ८७९ ऐहिकामुष्मिकापाय-परिहारपरायणः । ___ततः प्रतिनिवर्तेत, समन्तात् पापकर्मणः ॥ ११ ॥ ટીકાર્ય - રાગ, દ્વેષ, કષાયાદિથી ઉત્પન્ન થતાં ચારે ગતિ સંબંધી દુ:ખોનો વિચાર કરવાથી આ લોક અને પરલોકનાં દુ:ખદાયક કષ્ટોનો પરિહાર કરવા તત્પર બની શકાય છે અને તેથી સર્વ પ્રકારનાં પાપકર્મોથી પાછા હઠાય છે. આંતર શ્લોકોનો ભાવાર્થ કહેવાય છે -- વીતરાગ જિનેશ્વરનું શાસન નહીં પામેલા પરમાત્માના સ્વરૂપથી અજાણ, નિવૃતિમાર્ગના પરમકારણ સ્વરૂપ યતિમાર્ગનું સેવન જે આત્માઓએ કરેલું નથી, તેવા આત્માઓને સંસારમાં હજારો પ્રકારની આપત્તિઓ ઉત્પન્ન થાય છે. સંસારની માયામાં અને મોહાંધકારમાં જેઓનું મન પરાધીન બનેલું છે, તેઓએ કયું પાપ નથી કર્યું? અને કયું કષ્ટ સહન નથી કર્યું? એટલે સર્વ પાપો કર્યા છે અને સર્વ પ્રકારનાં ચારે ગતિનાં દુ:ખો ભોગવ્યાં છે. નારકી, તિર્યંચ, મનુષ્ય ગતિમાં જે જે દુ:ખ ભોગવ્યું-એમાં મારો પોતાનો જ પ્રમાદ અને મારું જ દુષ્ટચિત્ત કારણ છે. “હે પ્રભુ! આપનું શ્રેષ્ઠ સમ્યક્ત પ્રાપ્ત કરવા છતાં પણ મન, વચન અને કાયાની દુષ્ટચેષ્ટાઓ કરવા વડે મેં મારા મસ્તક ઉપર અગ્નિ સળગાવ્યો છે.” મુક્તિમાર્ગ સ્વાધીન હોવા છતાં પણ તે આત્મા! તે પોતે જ ખોટા માર્ગો શોધવા દ્વારા તારા આત્માને દુઃખોની ગર્તામાં ધકેલ્યો છે. જેમ રાજ્ય મળવા છતાં પણ મૂર્ખશિરોમણિ માણસ ભિક્ષા મેળવવા શેરીએ શેરીએ ભ્રમણ કરે, તેમ મોક્ષનું સુખ સ્વાધીન છતાં સંસારના ક્લેશ માટે હજુ તે ભ્રમણ કરે છે ! આ પ્રમાણે પોતાને અને બીજાને માટે ચાર ગતિના દુઃખની પરંપરા-વિષયક “અપાયરિચય' નામનું ધર્મધ્યાન યોગીએ વિચારવું. // ૧૧ || હવે વિપાક-વિચય નામનું ધર્મધ્યાન કહે છે --
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy