________________
૫૧૮
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ
બીજા પ્રકારે ત્રણ શ્લોકથી રૂપસ્થ ધ્યાનનું સ્વરૂપ જણાવે છે -- ८६० राग-द्वेष-महामोह-विकारैरकलङ्कितम्
शान्तं कान्तं मनोहारि, सर्वलक्षणलक्षितम् ॥ ८ ॥ ८६१ तीथिकै रपरिज्ञात-योगमुद्रामनोरमम्
अक्ष्णोरमन्दमानन्द-नि:स्यन्दं दददद्भुतम् ॥ ९ ॥ जिनेन्द्रप्रतिमारूपम्, अपि निर्मलमानसः ।
निर्निमेषदृशा ध्यायन्, रूपस्थध्यानवान् भवेत् ॥ १० ॥ ટીકાર્થ:- રાગ, દ્વેષ અને મહામોહ-અજ્ઞાનાદિના વિકારથી રહિત, શાન્ત, કાન્ત, મનોહર, આલ્હાદક, સર્વ લક્ષણોથી યુક્ત, અન્ય દર્શનકારોએ નહીં જાણેલ, યોગ-ધ્યાનમુદ્રાથી મનોરમ-મનને આનંદ પમાડનારા, નેત્રને અખૂટ આનંદરસ અને અભુત સ્થિરતા આપનાર જિનેશ્વર પરમાત્માની પ્રતિમાનું રૂપનું નિર્મળ ચિત્તથી, આંખ મીંચ્યા વગર એકી નજરથી ધ્યાન કરનાર રૂપસ્થ ધ્યાનવાળો કહેવાય છે. || ૮-૯-૧૦ || પછી -- ८६३ योगी चाभ्यासयोगेन, तन्मयत्वमुपागतः ।
सर्वज्ञीभूतमात्मानम्, अवलोकयति स्फुटम् ॥ ११ ॥ ८६४ सर्वज्ञो भगवान् योऽयम्, अहमेवाऽस्मि स ध्रुवम् ।
एवं तन्मयतां याति, सर्ववेदीति मन्यते ॥ १२ ॥ ટીકાર્થ:- રૂપસ્થ ધ્યાનના અભ્યાસ કરવાના યોગે તન્મયપણું પામી યોગી પોતાને પ્રગટપણે સર્વજ્ઞ સરખો થયેલો દેખે છે. “સર્વજ્ઞ ભગવંત જે છે, તે નક્કી હું, પોતે જ છું આ પ્રમાણે સર્વજ્ઞ ભગવંતમાં તન્મયતા, પામેલો યોગી સર્વજ્ઞ મનાય છે. તે ૧૧-૧૨ / કેવી રીતે? તે કહે છે -- ८६५ वीतरागो विमुच्येत, वीतरागं विचिन्तयन् ।
रागिणं तु समालम्ब्य, रागी स्यात् क्षोभणादिकृत् ॥ १३ ॥ ટીકાર્ય - વીતરાગ દેવનું ધ્યાન કરનાર પોતે વીતરાગ થઈ કર્મોથી મુક્ત બને છે અને રાગી દેવોનું આલંબન લેનાર કે તેમનું ચિંતન કરનાર કામ, ક્રોધ, હર્ષ, શોક, રાગ-દ્વેષાદિ દોષો પામી સરાગદશાવાળો બને છે. || ૧૩|| કહેલું છે કે -- ८६६ येन येन हि भावेन, युज्यते यन्त्रवाहक: ।
तेन तन्मयतां याति, विश्वरूपो मणिर्यथा ॥१४ ॥ ટીકાર્થ:- સ્ફટિકરત્ન પાસે જેવા જેવા વર્ણવાળી વસ્તુ રાખવામાં આવે, તેવા વર્ણવાળું તે દેખાય છે, સ્ફટિક સરખા આપણા નિર્મળ આત્માને જેવા જેવા ભાવનું આલંબન ગ્રહણ કરાવીએ તેવા તેવા ભાવની તન્મયતાવાળો આત્મા થાય છે. તે ૧૪ ||
આ પ્રમાણે સધ્યાન કહીને હવે અસધ્યાન છોડવાનું કહે છે --