________________
પાંચમો પ્રકાશ, શ્લો. ૨૩૩-૨૪૩
૪૯૧
સારી ઉત્પત્તિ થાય, પવન-મંડળમાં મધ્યમ પ્રકારની, કોઈક સ્થળે થાય. કોઈક સ્થળે ન થાય અને અગ્નિમંડળમાં થોડું પણ ધાન્ય ન પાકે. || ૨૩૮ || તથા -- ७०१ महेन्द्र-वरुणौ शस्तौ, गर्भप्रश्ने सुतप्रदौ ।
समीर-दहनौ स्त्रीदौ, शून्यं गर्भस्य नाशकम् ॥२३९ ॥ ટીકાર્થ:- ગર્ભ-વિષયક પ્રશ્નમાં મહેન્દ્ર અને વરુણ-મંડલ શ્રેષ્ઠ છે. તેમાં પ્રશ્ન કરે, તો પુત્ર પ્રાપ્તિ થાય, વાયુ અને અગ્નિ-મંડળમાં પુત્રી આપનાર તથા સુષુણ્ણા નાડીમાં પ્રશ્ન કરે તો ગર્ભનો નાશ થાય. // ૨૩૯ | તથા -- ७०२ गृहे राजकुलादौ च, प्रवेशे निर्गमेऽथवा
पूर्णांगपादं पुरतः, कुर्व तः स्यादभीप्सितम् ॥२४० । ટીકાર્થ:-ઘરમાં કે રાજકુળાદિમાં પ્રવેશ નિર્ગમન કરતાં જે તરફની નાસિકાના છિદ્રમાંથી પવન વહેતો હોય, તે પગ પ્રથમ ઉપાડવાથી ઈચ્છિત કાર્યની સિદ્ધિ થાય. // ૨૪૦ || તથી -- ७०३ गुरु बन्धु-नृपामात्याः, अन्येऽपीप्सितदायिनः ।
पूर्णांगे खलु कर्तव्याः, कार्यसिद्धिमभीप्सता ॥२४१ ॥ ટીકાર્ય - કાર્યસિદ્ધિની અભિલાષાવાળાએ ગુરુ, વડીલો, બંધુ, રાજા, પ્રધાન કે બીજાઓ ઈચ્છિત આપનાર મનુષ્યોને પૂર્ણાગ તરફ રાખવા. અર્થાત જે નાસિકાના છિદ્રમાંથી પવન વહેતો હોય, તે તરફ તેઓને રાખી પોતે બેસવું. . ૨૪૧ || - તથા -- ७०४ आसने शयने वाऽपि, पूर्णांगे विनिवेशिताः ।
वशीभवन्ति कामिन्यो, न कार्मणमतः परम् ॥२४२ ॥ ટીકાર્થઃ- આસન અને શયન વખતે પણ જે તરફથી નાસિકાનો પવન જમણી કે ડાબી બાજુ વહેતો હોય તે તરફ બેસાડેલી સ્ત્રીઓ સ્વાધીન થાય છે, આ સિવાય બીજું કોઈ કામણ નથી. || ૨૪૨ || તથા -- ७०५ अरि-चौराऽधमर्णाद्याः, अन्येऽप्युत्पातविग्रहाः ।
વર્તવ્ય નુ વિતા, નય-નામ-સુદ્યાર્થિfમ. એ ર૪રૂ છે ટીકાર્થ:- જય, લાભ અને સુખના અર્થીઓએ શત્રુ, ચોર અને દેણદાર વગેરેને તથા બીજા પણ ઉત્પાત, ટંટો વગેરેથી દુઃખ આપનારાઓને ખાલી અંગ તરફ અર્થાત્ જે બાજુ નાસિકામાં પવન ન ચાલતો હોય, તે તરફ રાખવા. આથી તેઓ દુઃખ આપી શકતા નથી. || ૨૪૩ ||
તથા --