________________
૪૫૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ४६१ सुखासनसमासीनः, सुश्लिष्टाधरपल्लवः ।
नासाग्रन्यस्तदृग्द्वन्द्वो, दन्तैर्दन्तानसंस्पृशन् ॥ १३५ ॥ ४६२ प्रसन्नवदनः पूर्वा-भिमुखो वाप्युदगमुखः ।
अप्रमत्तः सुसंस्थानो ध्याता ध्यानोद्यतो भवेत् ॥ १३६ ॥ અર્થ : સુખાસનમાં બેઠેલા, બે હોઠને બીડનારા, નાસિકાના - નાકના અગ્રભાગ ઉપર બે નેત્રોને સ્થાપન કરનાર, દાંતોથી દાંતને સ્પર્શ ન કરનાર, પ્રસન્ન મુખવાળા, પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ રહેલા, શુભ સંસ્થાનવાળા અને અપ્રમત્ત એવા ધ્યાન કરનાર પુરૂષે ધ્યાનયોગમાં ઉદ્યમવંત બનવું. [ ૧૩૫૧૩૬ ||
ટીકાર્થ : લાંબા સમય સુધી સમાધિથી બેસી રહેવાય, તેવા આસને બેસી, સારી રીતે ઓઇ-પલ્લવ જોડેલા રાખી, નાસિકાના અગ્રભાગ પર બંને દૃષ્ટિ સ્થાપન કરી, ઉપરના દાંતોને નીચેના દાંતોનો સ્પર્શ ન થાય તેવી રીતે દાંતોને રાખી, (પરસ્પર દાંતોનો સ્પર્શ કરવાથી મન અસ્થિર થાય છે) રજોગુણ અને તમોગુણ રહિત, ભૂકુટિના વિક્ષેપો વગરનું પ્રસન્ન મુખ રાખીને પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ બેસી અગર પ્રભુ-પ્રતિમા સન્મુખ બેસી “પ્રમાદ-રહિત' એમ કહેવાથી તેવો ધ્યાનનો મુખ્ય અધિકારી જણાવે છે, કહેલું છે કે- “અપ્રમત્ત સંયતને ધર્મધ્યાન હોય છે.” સરળ અથવા મેરુદંડ માફક શરીર નિશ્ચલ રાખી ધ્યાન કરવાનો ઉદ્યમ કરે.
આ પ્રમાણે યતિ અને શ્રાવક વિષયક ધ્યાનસિદ્ધિના સાધનભૂત જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયનું કથન કર્યું, બીજું સમગ્ર ધ્યાનના ભેદો વિગેરે આગળના આઠ પ્રકાશો દ્વારા પ્રકટ કરેલ છે. || ૧૩૫૧૩૬ !!
એ પ્રમાણે પરમહંત શ્રીકુમારપાલ મહારાજાને સાંભળવાની ઈચ્છા થવાથી આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય રચેલ, જેને “અધ્યાત્મ ઉપનિષદ્ નામનો પટ્ટબંધ થયો છે, પોતે રચેલા સ્વોપજ્ઞ વિવૃત્તિવાળા તે યોગશાસ્ત્રના ચોથા પ્રકાશનો આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગર સૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય શ્રી હેમસાગરસૂરિએ કરેલો અનુવાદ પૂર્ણ થયો (૪)