________________
પાંચમો પ્રકાશ, શ્લો.૧૪-૨૪
૪પ૭.
બીજા સ્થાનમાં ચાલ્યો જાય, તો જોરથી તે તે સ્થાને વારંવાર રોકીને અર્થાત કુંભક કરીને કેટલોક વખત રાખે, વળી રેચક કરી દેવો, એટલે નાસિકાના એક દ્વારથી ધીમે ધીમે બહાર કાઢી નાખવો, વળી તેજ દ્વારથી અંદર ખેંચી કુંભક કરવો. આ પ્રકારે તે તે વાયુને વશ કરી જય મેળવવો. // ૧૯ //
હવે વ્યાનના સ્થાનાદિ કહે છે - ४८२ सर्वत्वग्वृत्तिको व्यानः, शककार्मुकसन्निभः ।
__ जेतव्यः कुम्भकाभ्यासात्, सङ्कोच-प्रसृतिक्रमात् ॥ २० ॥ ટીકાર્થ:- વ્યાન વાયુનો વર્ણ વિવિધ રંગવાળા ઈન્દ્રધનુષ સરખો છે. ચામડીના સર્વસ્થાનોમાં તે રહેલો છે. સંકોચ અને ફેલાવું (પૂરક અને રેચક) ના ક્રમે કુંભકના અભ્યાસથી તે વશ કરવા યોગ્ય છે. | ૨૦
પાંચે વાયુનાં ધ્યાન કરવા યોગ્ય બીજો બતાવે છે - ४८३ प्राणा-ऽपान-समानोदान-व्यानेष्वेषु वायुषु ।
यँ मैं वँ रौं लौँ बीजानि, ध्यातव्यानि यथाक्रमम् ॥ २१ ॥ ટીકાર્થઃ-પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચે વાયુનાતે તે સ્થાને જય કરવા માટે પૂરક, કુંભક અને રેચક કરતી વખતે પ્રાણાદિ વાયુના “ આદિ બીજોનું ધ્યાન કરવું. એટલે કે પ્રાણ વાયુનો જય કરતી વખતે મેં બીજ, અપાન વાયુનો જય કરતી વખતે પૈ', સમાનનું બીજ “વૈ', ઉદાનનું બીજ “રીં', વ્યાનનું બીજ ‘લ'નું ધ્યાન કરવું. એટલે “” આદિ અક્ષરોની આકૃતિની કલ્પના કરી તેનો જાપ પૂરક, કુંભક અને રેચક કરતી વખતે કરવો. // ૨૧
હવે ત્રણ શ્લોકો વડે પ્રાણાદિ જયના લાભો કહે છે - ४८४ प्राबल्यं जाठरस्याग्ने - र्दीर्घश्वास-मरुज्जयौ ।
लाघवं च शरीरस्य, प्राणस्य विजये भवेत् ॥ २२ ॥ ટીકાર્થ:- પ્રાણવાયુને જિતવાથી એટલે સ્વાધીન કરવાથી જઠરાગ્નિની પ્રબળતા, લાંબો શ્વાસ ચાલે, દમન ચડે, વાયુ જય એટલે – સર્વ વાયુઓ પ્રાણાધીન હોવાથી તેના જયમાં સર્વ પ્રકારના વાયુનો જય થાય છે. વળી શરીર હલકું અને સ્કૂર્તિવાળું બને છે. // ૨૨ . તથા – ४८५ रोहणं क्षतभङ्गादेः, उदराग्नेः प्रदीपनम् ।
व!ऽल्पत्वं व्याधिघातः, समानाऽपानयोर्जये ॥ २३ ॥ ટીકાર્થ:- સમાન અને અપાન વાયુ વશ કરવાથી ઘા, ગુમડાં આદિનાં છિદ્રો રૂઝાઈ જાય છે, હાડકાંની તડો પૂરાઈ જાય છે આદિ શબ્દથી તેવા પ્રકારનાં બીજા શારીરિક દુઃખો મટી જાય છે. ઉદરનો અગ્નિ વૃદ્ધિ પામે છે. મલ-મૂત્રાદિ અલ્પ થાય અને વ્યાધિનો વિનાશ થાય છે. તે ૨૩ | તથા – ४८६ उत्क्रान्तिर्वारिपङ्काद्यैश्चाऽबाधोदाननिर्जये
जये व्यानस्य शीतोष्णासङ्गः कान्तिररोगिता ॥ २४ ॥ ટીકાર્થઃ- ઉદાનવાયુ વશ કરવાથી ઉત્કાન્તિ એટલે મરણ-સમયે દશમા દ્વારથી પ્રાણત્યાગ કરી શકાય છે.