________________
૪૬૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
५०१ ततः शनैः समाकृष्य, पवनेन समं मनः । योगी हृदयपद्मान्तर्विनिवेश्य नियन्त्रयेत्
|| રૂ? || ટીકાર્થ:- ત્યાર પછી ધીમે ધીમે પવન સાથે મનને ખેંચીને યોગીએ તેને હૃદય-કમળમાં પ્રવેશ કરાવીને ધારણ કરી રોકી રાખવું. / ૪૦ ||
પવન અને મન જ્યારે હૃદયમાં રહેલાં હોય, તેનું ફળ કહે છે - ५०२ ततोऽविद्या विलीयन्ते, विषयेच्छा विनश्यति ।
विकल्पा विनिवर्तन्ते, ज्ञानमन्तर्विजृम्भते ॥ ४० ॥ ટીકાર્ય - હૃદય-કમળમાં મનને ધારી રાખવાથી અજ્ઞાન-મિથ્યાત્વનો નાશ, પાંચ ઈન્દ્રિયોના વિષયોની અભિલાષાની નિવૃત્તિ, સંકલ્પ-વિકલ્પો ચાલ્યા જાય છે અને આત્મામાં જ્ઞાનનો વધારો થાય છે. તે ૪૦ ||
મન અને પવન હૃદયમાં સ્થિર કરવાથી સ્વરૂપ-જ્ઞાન પ્રગટે છે. ५०३ क्व मण्डले गतिर्वायोः, संक्रमः क्व व विश्रमः ?
का च नाडीति जानीयात्, तत्र चित्ते स्थिरीकृते ॥ ४१ ॥ ટીકાર્ય -વાયુની ગતિ કયા મંડળમાં છે? કયા તત્ત્વમાં સંક્રમ-પ્રવેશ અને ક્યાં જઈ વિશ્રામ પામે છે? અત્યારે કઈ નાડી ચાલે છે? આ સર્વ હૃદયમાં પવન અને મનને સ્થિર કરવાથી જાણી શકાય છે. / ૪૧ |
તેના મંડલો કહે છે५०४ मण्डलानि च चत्वारि, नासिकाविवरे विदुः ।
પૌ-વી -વાયવ્યાપારડ્યાનિ યથોત્તરમ્ ૪ર છે ટીકાર્ચ - પાર્થિવ, વારુણ, વાયવ્ય અને આગ્નેય આ ચાર મંડલો અનુક્રમે નાસિકાના વિવરમાં રહેલાં જાણવાં. || ૪૨ //
પાર્થિવ-મંડલનું સ્વરૂપ કહે છે - ५०५ पृथिवीबीजसंपूर्णं, वज्रलाञ्छनसंयुतम्
चतुरस्त्रं द्रुतस्वर्ण-प्रभं स्याद् भौममण्डलम् ॥ ४३ ॥ ટીકાર્ય :- ક્ષિતિલક્ષણ પૃથિવી-બીજ, તે વડે જેનો મધ્યભાગ વ્યાપ્ત છે, ચાર ખૂણાવાળું ખૂણામાં વજના લાંછનથી યુક્ત, તપાવેલા પ્રવાહી સુવર્ણના વર્ણ સરખું પાર્થિવ-મંડલ છે. જે ૪૩/l પાર્થિવ-બીજ “અ' અક્ષર છે, કેટલાક ‘લ’ અને ‘ક્ષ' પણ કહે છે.
હવે વારુણ-મંડલનું સ્વરૂપ કહે છે -- ५०६ स्यादर्धचन्द्रसंस्थानं, वारुणाक्षरलाञ्छितम् ।
चन्द्राभममृतस्यन्द-सान्द्रं वारुणमण्डलम् ॥ ४४ ॥ ટીકાર્ય - અષ્ટમીના અર્ધચંદ્રાકાર સરખું વારુણના ‘વ’ કાર ચિહ્નથી યુક્ત, ચંદ્ર સરખું ઉજ્જવલ અને અમૃત ઝરવા વડે કરીને તેની બહુલતાવાળું વારુણ-મંડલ સમજવું. ૪૪
હવે વાયવ્યમંડલનું સ્વરૂપ કહે છે –