________________
પાંચમો પ્રકાશ, શ્લો.૭૫-૮૭
૪૬૭
५४६
ટીકાર્થ:- આસો મહિનાના પ્રથમ દિવસથી આરંભીને એક જ નાડીમાં પાંચ દિવસ સુધી પવન ચાલુ રહે તો પંદર વર્ષને અંતે મરણ થાય, એમ કહેવું. // ૮૦ તથા – ५४३ श्रावणादेः समारभ्य, पञ्चाहमनिलो वहन् ।
अन्ते द्वादशवर्षाणां, मरणं परिसूचयेत् ५४४ वहन् ज्येष्ठादिदिवसाद, दशाहानि समीरणः
दिशेन्नवमवर्षस्य, पर्यन्ते मरणं ध्रुवम् । ૧ ૮૨ | ५४५ आरभ्य चैत्राद्यदिनात्, पञ्चाहं पवनो वहन् ।
पर्यन्ते वर्षषट्कस्य, मृत्युं नियतमादिशेत् ॥ ८३ ॥ आरभ्य माघमासादेः, पञ्चाहानि मरुद् वहन् ।
संवत्सरत्रयस्यान्ते, संसूचयति पञ्चताम् ટીકાર્થ :- શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી પાંચ દિવસ એક નાડીમાં પવન ચાલે તો તે બાર વરસ પછી મરણ સૂચવે છે. જેઠ મહિનાના પ્રથમ દિવસથી દસ દિવસ એક જ નાડીમાં વાયુ ચાલે તો નવમે વર્ષે નક્કી તેનું મૃત્યુ થાય, ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી પાંચ દિવસ એક જ નાડીમાં પવન વહન થયા કરે તો છ વર્ષને અંતે નક્કી મરણ થાય. મહા મહિનાના પ્રથમ દિવસથી પાંચ દિવસ એક જ નાડીમાં પવન ચાલે તો ત્રણ વર્ષને અંતે તેનું મરણ થશે-એમ સૂચવે છે. / ૮૧-૮૨-૮૩-૮૪ તથા - ५४७ सर्वत्र द्वित्रिचतुरान्, वायुश्चेद् दिवसान् वहेत् ।
अब्दभागैस्तु ते शोध्या, यथावदनुपूर्वशः ॥ ८५ ॥ ટીકાર્થ:- જે જે મહિનામાં પાંચ દિવસ પવન ચાલે છે તેમ કહ્યું તેમાં એક જ નાડીમાં બે ત્રણ કે ચાર દિવસ જો વાયુ ચાલે, તો આગળ જણાવેલા વર્ષના પાંચ ભાગો કરી તેમાંથી ચાર દિવસ પવન ચાલે, તો એક ભાગ ઓછો કરવો, ત્રણ દિવસ પવન ચાલે, તો તે વર્ષોમાંથી બે ભાગ ઘટાડવા-એમ યથાયોગ્ય ક્રમસર સમજી લેવું, જેમ પાંચ દિવસ લાગલગાટ વાયુ ચાલે, તેમાં સાત મહિના, છ દિવસ ઘટાડવાથી ચૌદ વર્ષ, ચાર મહિના, ચોવીશ દિવસે મૃત્યુ થાય. એ મહિનાઓમાં પણ આ પ્રમાણે ગણતરી સમજી લેવી. / ૮૫ ll
હવે બીજા પ્રકારથી વાયુ-નિમિત્તે થતું કાલજ્ઞાન જણાવે છે - ५४८ अथेदानीं प्रवक्ष्यामि, कश्चित् कालस्य निर्णयम् ।
सूर्यमार्ग समाश्रित्य, स च पौष्णेऽवगम्यते ॥ ८६ ॥ ટીકાર્થ :- હવે હું હમણાં કંઈક કાલ-જ્ઞાનનો નિર્ણય કહીશ. તે કાલ-જ્ઞાન સૂર્યમાર્ગને આશ્રયીને પોષણ કાળમાં જાણી શકાય છે. || ૮૬ // પૌષણ કાળનું સ્વરૂપ કહે છે - ५४९ जन्मऋक्षगते चन्द्रे, समसप्तगते रवौ
पौष्णनामा भवेत् कालो, मृत्युनिर्णयकारणम् ॥ ८७ ॥