________________
પાંચમો પ્રકાશ, શ્લો.પર-૬૩
૪૬ ૩
५२० प्रवेशसमये वायु वो मृत्युस्तु निर्गमे ।
उच्यते ज्ञानिभिस्तादृक्, फलमप्यनयोस्ततः ॥५८ ॥ ટીકાર્થ:- વાયુ જ્યારે મંડળમાં પ્રવેશ કરે છે, ત્યારે તે જીવ કહેવાય છે અને બહાર નીકળે ત્યારે, તે મૃત્યુ કહેવાય. આ કારણે બંનેનું ફળ જ્ઞાનીઓએ તેવા પ્રકારનું કહેલું છે. અર્થાત વાયુ પૂરકરૂપે મંડળમાં પ્રવેશ કરે, નાસિકાની અંદર ગ્રહણ કરતો હોય, ત્યારે જો કોઈ પ્રશ્ન કરે કે કાર્યારંભ કરે તો તે કાર્ય સિદ્ધ થાય અને રેચકરૂપે મંડળ બહાર નીકળે ત્યારે પ્રશ્ન કરે કે કાર્ય-પ્રારંભ કરે તો તે કાર્ય સિદ્ધ ન થાય. ને પ૮ .
હવે નાડીના ભેદથી પવનનું શુભ, અશુભ અને મધ્યમપણું બે શ્લોકોથી કહે છે – ५२१ पथेन्दोरिन्द्र-वरुणौ, विशन्तौ सर्वसिद्धिदौ ।
रविमार्गेण निर्यान्तौ, प्रविशन्तौ च मध्यमौ ॥ ५९ ॥ ५२२ दक्षिणेन विनिर्यान्तौ, विनाशायाऽनिलाऽनलौ ।
નિ:સન્તી વિશાન્ત , મધ્યમવિતરે તુ / ૬૦ || ટીકાર્થ:-ચંદ્ર-ડાબી નાડીના માર્ગે પ્રવેશ કરતાં પુરંદર અને વરુણ વાયુ સર્વ સિદ્ધિઓ આપનાર થાય છે અને સૂર્ય-જમણી નાડીના માર્ગે અર્થાત જમણી નાસિકાના વિવરમાંથી નીકળતા અને પ્રવેશ કરતા તે બંને વાયુઓ મધ્યમ ફળ આપનાર થાય છે. જમણી નાસિકામાંથી નીકળતા પવન અને દહન વાયુ દરેક કાર્યના વિનાશક અને ડાબી નાસિકામાંથી નીકળતા કે પ્રવેશ કરતા તે બંને વાયુ મધ્યમ ફળ આપનાર થાય છે. ૫૯-૬૦
નાડીઓ કહે છે५२३ રૂ ૨ fiાના વૈવ, સુષુ તિ નાડિવ: |
શશિ-સૂર્ય-શિવાનં, વામ-લક્ષUT-મધ્યયઃ | દૂર છે ટીકાર્થ-ડાબી બાજુએ રહેલી નાડીને ઈડાનાડી કહે છે અને તેમાં ચંદ્રનું સ્થાન છે. જમણી નાડીને પિંગલા અને તેમાં સૂર્યનું સ્થાન છે. બંનેની વચમાં રહેલી સુષુણ્ણા નાડી છે, તેમાં મોક્ષનું સ્થાન માનેલું છે. I ૬૧ |
આ ત્રણેમાં વાયુ-સંચારનાં ફળ બે શ્લોકોથી જણાવે છે – ५२४ पीयूषमिव वर्षन्ती, सर्वगा त्रेषु सर्वदा
वामाऽमृतमयी नाडी, संमताऽभीष्टसूचिका ॥ ६२ ॥ ५२५ वहन्त्यनिष्टशंसित्री, संही दक्षिणा पुनः ।
सुषुम्णा तु भवेत् सिद्धि-निर्वाणफलकारणम् ॥ ६३ ॥ ટીકાર્ચ - શરીરનાં સર્વ ગાત્રોમાં નિરંતર અમૃત વૃષ્ટિ કરતી હોય, તેમ મનોવાંછિત કાર્યને સૂચવનારી ડાબી નાડીને અમૃતમય માનેલી છે. તથા વહન થતી જમણી નાડી અનિષ્ટ ફળ સૂચવનારી છે. તથા કાર્ય-નાશ કરનારી છે તથા સુષુણ્ણા નાડી અણિમાદિ આઠ મહાસિદ્ધિઓ તથા મોક્ષના કારણરૂપ છે. આનો પરમાર્થ એ સમજવો કે સુષુણ્ણા નાડીમાં ધ્યાન કરવાથી ટૂંકા કાળમાં એકાગ્રતા થવા પૂર્વક લાંબા સમય સુધી તે ધ્યાન-સંતતિ ટકી રહે છે અને તેથી થોડા કાળમાં ઘણાં કર્મોનો નાશ થાય છે. અને નિર્જરા મેળવી શકાય છે. આ કારણથી તેમાં મોક્ષનું સ્થાન માનેલું છે. વળી સુષુણ્ણા નાડીમાં પવનની ગતિ ઘણી મંદ હોય છે, તેથી મન પણ સહેલાઈથી સ્થિર થાય છે. મન અને પવન સ્થિર થવાથી સંયમ સહેલાઈથી સાધી શકાય છે. ધારણા, ધ્યાન અને સમાધિ એક જ સ્થળે