________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૨૧-૧૨૩
४४७
અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરનારા, મદિરાદિનું પાન કરનારા, પરસ્ત્રી-સેવન આદિ ન સેવવા યોગ્યનું સેવન કરનારા, ઋષિહત્યા, બાળહત્યા, સ્ત્રી હત્યા, ગર્ભહત્યા આદિ કૂરકાર્ય કરનારા અને વળી પાપનો ભય ન રાખનારા હોય, તેવા પણ કેટલીક વખત પાપ કર્યા બદલ પશ્ચાત્તાપ પામી સંવેગ પામનારા હોય છે, તો તેઓ ઉપેક્ષા કરવા લાયક નથી. માટે કહે છે કે ચોત્રીશ અતિશયવાળા વીતરાગદેવો, તેમને કહેલાં અનુષ્ઠાનોનું પાલન કરનારા અને ઉપદેશ કરનારા તેવા ગુરુ મહારાજની રાગ, દ્વેષ, અજ્ઞાન અને પહેલાના ભરમાવેલાપણાથી નિંદા કરનારાઓને વિષે તેવા પ્રકારના હોવા છતાં કોઈ પ્રકારે વૈરાગ્યદશા પામેલા. હોય, આત્મદોષ દેખનારા હોય, તે ઉપેક્ષા કરવા લાયક નથી, માટે કહે છે કે, સદોષવાળા હોવા છતાં પોતાના આત્માની પ્રશંસા કરનારા-પોતાના આત્માને સારો માનનારા હોય તેવાઓને વિષે મગરોલિયો પત્થર પુષ્કરાવર્ત મેઘથી પલાળી શકાતો નથી, તેમ ક્રૂર કર્મ કરનારા, દેવતા અને ગુરુઓની નિંદા કરનારા આત્મ-પ્રશંસકોને ઉપદેશ આપી માર્ગે લાવવા અશક્ય છે, તેથી તેવાઓ પ્રત્યે ઉપેક્ષા-માધ્યDભાવના રાખવી. || ૧૨૧ || જે કહેલું હતું કે, ધર્મધ્યાનને ટેકો આપવા માટે - તેનું વિવેચન કરે છે– ४४८ आत्मानं भावयन्नाभि-र्भावनाभिर्महामतिः ।
त्रुटितामपि संधत्ते विशुद्धध्यानसंततिम् ॥ १२२ ॥ અર્થ : મહાબુદ્ધિવાન આત્મા આ ભાવનાઓ વડે આત્માને ભાવિત કરતો તૂટેલી વિશુદ્ધ ધ્યાનની પરંપરાને સાધે છે, અખંડ બનાવે છે. મેં ૧૨૨ /
ટીકાર્થ : મૈત્રી આદિ આ ભાવનાઓ વડે આત્માને વિચારતો મહામતિવાળો ઉત્તમ આત્મા તૂટેલી વિશુદ્ધ-ધ્યાન શ્રેણીને જોડી દે છે. || ૧૨૨ || ધ્યાન સાધવા માટે કેવા પ્રકારના સ્થાનની જરૂર રહે તે કહે છે– ___ ४४९ तीर्थं वा स्वस्थताहेतुं, यत्तद्वा ध्यानसिद्धये ।
कृतासनजयो योगी, विविक्तं स्थानमाश्रयेत् ॥ १२३ ॥ અર્થ: આસનોના અભ્યાસને સાધનારા યોગીપુરુષે તીર્થ અથવા સ્વસ્થતાના કારણભૂત ગુફા આદિ વિજન સ્થાનનો આશ્રય કરવો. || ૧૨૩ //
ટીકાર્થ : તીર્થકર ભગવંતોના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, નિર્વાણરૂપ કલ્યાણકભૂમિઓ, તેવા સ્થાનના અભાવમાં મનની શાંતિ રહે તેવા પર્વતની ગુફા વિગેરે સ્ત્રી, પશ, નપુંસકાદિથી રહિત સ્થાન ધ્યાન કરવા માટે પસંદ કરે છે. કહેલું છે કે – “પતિઓ માટે હંમેશા યુવતિ, પશુ, નપુંસક, કુશીલ આદિથી રહિત એકાંત સ્થાનનો આશ્રય કરવાનું કહેવું છે” અને વિશેષથી તો ધ્યાનકાળમાં તેવા સ્થાનનો આશ્રય કરવો. જેઓએ પોતાના યોગો સ્થિર કરેલા હોય અને જેમનું ધ્યાનમાં મન નિશ્ચલ હોય, તેવા મુનિઓને વસતિવાળા ગામમાં કે શૂન્ય અરણ્યમાં કશો તફાવત નથી. તેથી ધ્યાન કરનારે જ્યાં સમાધિ રહે અને મન, વચન તથા કાયાના યોગોની એકાગ્રતા રહે તો, ભૂત અને પ્રાણીઓના ઉપદ્રવથી રહિત સ્થાનમાં ધ્યાન કરવું.” સ્થાન પ્રાપ્ત થાય, તે કાળ ધ્યાન માટે કહેલો છે. ધ્યાન કરનાર માટે દિવસ કે રાત્રિનો કોઈ નિયમિત કાળ ગણેલો નથી. ધ્યાનની સિદ્ધિ માટે યોગી યોગ્ય એકાંત સ્થાનનો આશ્રય કરે છે. કેવા પ્રકારનો યોગી? આગળ જેનાં લક્ષણો કહીશું, તેવા કાયાનાં વિશિષ્ટ આસનો કરવાના અભ્યાસવાળો યોગી વિવિક્ત