________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૨૪-૧૩૦
૪૪૯ અંગુઠાને જેમાં ગ્રહણ કરાય તેને વજાસન કહેવાય || ૧૨૭ /
ટીકાર્થ : પૂર્વ બતાવેલી રીત પ્રમાણે વીરાસન કર્યા પછી વજની આકૃતિ માફક પાછળ બંને હાથ રાખી તે વડે બંને પગના અંગુઠા પકડવા અર્થાત્ પીઠ પાછળ હાથ કરી વીરાસન પર રહેલા ડાબા પગના અંગુઠાને ડાબા હાથથી અને જમણા પગના અંગુઠાને જમણા હાથથી પકડવા, તેને વજાસન કહે છે. કેટલાક તેને વેતાલાસન કહે છે, સંતાતરે વીરાસન કહે છે / ૧૨૭ II
४५४ सिंहासनाधिरूढस्या-सनापनयने सति ।
तथैवावस्थितिर्या-तामन्ये वीरासनं विदुः ॥ १२८ ॥ અર્થ : સિંહાસન ઉપર ચડેલાને આસન દૂર કર્યા બાદ જે સ્થિતિ રહે, તેને બીજા મતકારો વીરાસન કહે છે || ૧૨૮ ||
ટીકાર્થ : સિંહાસન કે ખુરશી ઉપર બેઠેલા હોય, પગ નીચે ભૂમિને સ્પર્શતા હોય, ત્યાર પછી કોઈક સિંહાસન કે ખુરશી ખેંચી લે અને જે સ્થિતિ સિંહાસનના ટેકા વગરની હોય, તે પ્રમાણે રહેવું, તે વીરાસન. સિદ્ધાન્તકારો કાયક્લેશ નામના તપના પ્રકરણમાં આ આસન જણાવે છે. પાતંજલો વીરાસનની વ્યાખ્યામાં એક પગ ઉપર ઉભા રહીને, બીજો પગ વાંકો વાળી અદ્ધર રાખવો તે કહે છે. || ૧૨૮ | પદ્માસન કહે છે– ४५५ जङ्घाया मध्यभागे तु, संश्लेषो यत्र जङ्घया ।
पद्मासनमिति प्रोक्तं तदासनविचक्षणैः ॥ १२९ ॥ અર્થ : જેમાં ડાબી જંધાને જમણી જંઘા સાથે ભેગી કરવી તેને આસનના જાણકાર પુરૂષો પાસન કહે છે. || ૧૨૯ |.
ટીકાર્થ : એક જંઘાના મધ્યભાગમાં બીજી જંઘા વડે જ સંશ્લેષ કરવો, તેને આસનના જાણકારો પદ્માસન કહે છે || ૧૨૯ છે. ભદ્રાસન કહે છે– ४५६ संपुटीकृत्य मुष्काग्रे, तलपादौ तथोपरि ।।
पाणिकच्छपिकां कुर्या-द्यत्र भद्रासनं तु तत् ॥ १३० ॥ અર્થ : જેમાં પગના તળિયાને મુશ્કેની આગળ સંપૂટ કરીને તેની ઉપર હાથના આંગળા એકબીજામાં ગોઠવવા તેને ભદ્રાસન કહેવાય છે ૧૩૦ ||
ટીકાર્થ : પગના બંને તળિયાં સામ-સામાં એકઠાં કરી અંડકોશ આગળ રાખી પગના તળીયા પર બંને હાથના આંગળાં એક-બીજામાં ભીડાવી ગોઠવવાં, તે ભદ્રાસન કહેવાય. પાતંજલ ભદ્રાસનનું લક્ષણ આ પ્રમાણે કહે છે - પગનાં તળિયાને વૃષણની સમીપમાં સંપટરૂપ બનાવીને તેના ઉપર બે હાથને આંગળીઓ માંહોમાંહે રાખી ગોઠવીને રાખવા. તે ૧૩૦ ||
દંડાસન કહે છે