________________
૪૪૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
४३६ भावनाभिरविश्रान्त-मिति भावितमानसः ।
निर्ममः सर्वभावेषु समत्वमवलम्बते અર્થ : આ પ્રમાણે અનિત્યાદિ ભાવનાઓથી નિરંતર ભાવિત મનવાળો નિર્મમ આત્મા જગતના તમામ પદાર્થોમાં સમતાભાવને ધારણ કરે છે || ૧૧૦ ||
ટીકાર્થ : નિરંતર ભાવનાઓ વડે ભાવિત કરેલા મનવાળો સર્વ ભાવો વિષે મમતા વગરનો બની સમભાવનું અવલંબન કરે છે. || ૧૧૦ //. સામ્યનાં ફલને બતાવે છે– ४३७ विषयेभ्यो विरक्तानां साम्यवासितचेतसाम् ।
उपशाम्येत् कषायाग्नि-र्बोधिदीपः समुन्मिषेत् ॥ १११ ॥ અર્થ : શબ્દાદિ વિષયોથી વિરક્ત અને સમતાગુણથી વાસિત ચિત્તવાળા યોગીઓનો કષાયરૂપ અગ્નિ ઉપશાંત બને છે, બોધિ પ્રદીપનો ઉદય થાય છે. જે ૧૧૧ //
ટીકાર્થ : વિષયોથી વિરક્ત બનેલા સમતાધારી ચિત્તવાળા યોગી પુરુષોના કષાય-અગ્નિ ઓલવી જાય અને સભ્યત્વ-દીપક પ્રગટે છે || ૧૧૧ ||
એ પ્રમાણે ઈન્દ્રિયોના જયથી કષાય-જય, મનની શુદ્ધિથી ઈન્દ્રિય-જય, રાગ-દ્વેષના જય વડે મન શુદ્ધિ, મમતા વડે રાગ-દ્વેષનો જય અને ભાવના-હેતુસ્વરૂપ નિર્મમત્વથી સમતાનું પ્રતિપાદન કર્યું હવે આગળનું પ્રકરણ પ્રતિપાદન કરે છે.
४३८ समत्वमवलम्ब्याथ, ध्यानं योगी समाश्रयेत् ।
विना समत्वमारब्धे ध्याने स्वात्मा विडम्ब्यते ॥ ११२ ॥ અર્થઃ યોગી સમત્વનું આલંબન લઈને ધ્યાન કરે, કેમ કે સમતા વિના ધ્યાન કરવામાં આત્મા પોતે જ વિટંબણા પામે છે. || ૧૧૨ //
ટીકાર્થ : ત્યાર પછી યોગી-મુનિ પોતાના ચિત્તમાં દૃઢપણે સમતાનું અવલંબન કરી આગળ કહીશુ તેવા ધ્યાનનું અવલંબન કરે. જો કે ધ્યાન અને સમતા બંને એક જ છે. તો પણ વિશેષ પ્રકારની સમતા. તે ધ્યાન કહેવાય છે. વારંવાર અભ્યાસ કરવા યોગ્ય સામ્ય તે ધ્યાન-સ્વરૂપ છે. એ જ વાત વ્યતિરેક એટલે
આવે છે. અનુપ્રેક્ષા આદિ બલથી પ્રાપ્ત કરવા યોગ્ય સમતા વગર ધ્યાન શરૂ કરવામાં આવે. તો આત્મા વિડંબના પામે છે, તે આ પ્રમાણે :- જેણે ઈન્દ્રિયોને ગોપવી નથી, તેમ જ મનની શુદ્ધિ કરી નથી. રાગ-દ્વેષને જીત્યા નથી, જેણે નિર્મમત્વ હજુ પ્રગટાવ્યું નથી, જેણે સમતાનો અભ્યાસ કર્યો નથી. ગતાનુગતિકપણાથી જે મૂઢ પુરુષો ધ્યાન શરૂ કરે છે, તેઓ બંને લોકનાં માર્ગથી ચૂકી જાય છે. યથાવિધિ ધ્યાન કરવામાં આવે, તો આત્માની વિડંબના થતી નથી, ઉર્દુ આત્મહિતકારી થાય છે || ૧૧૨ || તે જ વાત કહે છે४३९ मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् ।
ध्यानसाध्यं मतं तच्च, तद्ध्यानं हितमात्मनः ॥ ११३ ॥