________________
૪૩૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
માહેન્દ્ર સુધી અઢી રાજ, સહસ્રાર દેવલોક સુધી પાંચ રાજ, અચ્યુત સુધી છ રાજ, લોકાન્ત સુધી સાત રાજ
સમજવા.
સૌધર્મ અને ઈશાન દેવલોકના વિમાનના આકાર ચંદ્રમંડલ સરખા ગોળ છે. તેમાં દક્ષિણાર્ધના ઈન્દ્ર શક્ર અને ઉત્તરાર્ધના ઈન્દ્ર ઈશાન છે. સનકુમાર અને માહેન્દ્ર પણ એ જ પ્રમાણે. તેમાં દક્ષિણાર્ધના સનત્કુમાર અને ઉત્તરાર્ધના ઈન્દ્ર માહેન્દ્ર, ત્યાર પછી, ઉર્ધ્વલોકના મધ્યભાગમાં લોકપુરુષના કોણી સરખા સ્થાનમાં રહેલ બ્રહ્મલોક તેના ઈન્દ્ર બ્રહ્મદ્ર, તેના એક દેશમાં વાસ કરનાર એવા સારસ્વત, આદિત્ય, વહ્નિ, અરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ નામના લોકાન્તિક દેવો છે. તેના ઉપર લાન્તક અને તે નામના જ લાન્તકેન્દ્ર છે. તેના ઉપર મહાશુક્ર, તે નામના જ ઈન્દ્ર, તેના ઉપર સહસ્રાર, તે નામના જ ઈન્દ્ર, તેના પણ ઉપર સૌધર્મ, અને ઈશાન માફક ચંદ્રાકારવાળા આનત, પ્રાણત કલ્પો, તેમાં પ્રાણતવાસી તે નામના બે કલ્પના એક જ ઈન્દ્ર, તેના ઉપર આગળ પ્રમાણે ચંદ્રાકાર સરખા ગોળ આરણ અને અચ્યુત કલ્પ, ત્યાં અચ્યુતકલ્પવાસી તે જ નામના બે કલ્પના એક ઈન્દ્ર, ત્યાર પછીના દેવલોકના દેવો સર્વે અહમિન્દ્રો છે. તેમાં પહેલાં બે કલ્પો, ઘનોદધિ અને ઘનવાતના આધારે રહેલા છે. તેના ઉ૫૨ આકાશના આધારે રહેલા છે. તેમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયસ્ક્વૅિશ, પારિષઘ, આત્મ-રક્ષક, લોકપાલ, અનિક, પ્રકીર્ણક, આભિયોગિક, કિલ્બિષિક એવા દેવના દશ વિભાગો છે, તેમાં ઈન્દ્રએ સામાનિક આદિ નવેના સ્વામી છે. સામાનિક દેવો પ્રધાન, પિતા, ગુરુ, ઉપાધ્યાય, વડીલો માફક હોય, માત્ર ઈન્દ્રપણાથી રહિત હોય છે, ત્રાયસિઁશ મંત્રી અને પુરોહિતના સ્થાન સરખા, પારિષઘો મિત્ર સરખા, આત્મરક્ષક દેવો અંગરક્ષકો સરખા, લોકપાલો કોટવાળ અને દૂતકાર્ય કરનારા, અનિક દેવો સૈનિક-કાર્ય કરનારા, તેના અધિપતિઓ સેનાધિપતિનું કાર્ય કરનાર, તે પણ અનિકમાં જ લેવા, પ્રકીર્ણક દેવો એટલે નગરજનો અને દેશવાસીઓ સરખા, આભિયોગિક દેવો દાસ - સેવક સરખા આજ્ઞા ઉઠાવનારા, કિલ્બિષિક એ અન્ત્યજ સરખા અસ્પૃશ્ય હોય છે. વ્યંતર અને જ્યોતિષ્ક દેવલોકમાં ત્રાયસિઁશ અને લોકપાલો હોતા નથી. તે સિવાયના વિભાગો ત્યાં હોય છે.
-
સૌધર્મ દેવલોકમાં બત્રીશ લાખ વિમાનો, ઈશાનમાં અઠ્ઠાવીસ લાખ, સનકુમારમાં બાર લાખ, માહેન્દ્રમાં આઠ, બ્રહ્મલોકમાં ચાર, લાન્તકમાં પચાસહજાર, મહાશુક્રમાં ચાલીશહજાર, સહસ્રારમાં છ હજાર, આનત અને પ્રાણતના ચારસો, આરણ-અચ્યુતના ત્રણસો વિમાનો છે. પહેલા ત્રણ ત્રૈવેયકમાં એક્સો દશ, વચલા ત્રણ ત્રૈવેયકમાં એક્સો સાત, ઉપરના ત્રિકમાં એક્સો વિમાનો છે. અનુત્તરનાં પાંચ જ વિમાનો છે. એ પ્રમાણે ૮૪૯૭૦૨૩ સર્વ વિમાનો છે. વિજ્યાદિક ચાર અનુત્તર-વિમાનવાસી દેવોને છેલ્લાં બે ભવો બાકી છે અને સર્વાર્થસિદ્ધના દેવોને તો હવે એક છેલ્લો ભવ છે. આ સૌધર્મ દેવલોકથી આરંભીને સર્વાર્થસિદ્ધ સુધીના દેવો આયુષ્યસ્થિતિ, પ્રભાવ, સુખ, કાન્તિ, લેશ્યાં, વિશુદ્ધિ, ઈન્દ્રિયના વિષયો, અધિજ્ઞાનથી આગળ આગળથી ઉત્તરોત્તર અધિક અધિક એટલે ચિડયાતા ચડિયાતા હોય છે. ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાનથી હીન અને હીનતર હોય છે. શ્વાસોચ્છ્વાસ તો સર્વ જઘન્ય સ્થિતિવાળા ભવનપતિ આદિક દેવોને સાત સ્તોક પછી હોય અને આહાર એક ઉપવાસ જેટલા સમય પછી હોય. પલ્યોપમ- સ્થિતિવાળા દેવોનો ઉચ્છ્વાસ એક દિવસની અંદરનો અને બેથી નવ દિવસનો આહારગ્રહણનો સમય હોય છે. જે દેવનું જેટલાં સાગરોપમનું આયુષ્ય હોય, તેને તેટલા પખવાડિએ ઉચ્છ્વાસ લેવાનો હોય અને તેટલા હજાર વર્ષે આહાર લેવાનો હોય. દેવતાઓ ઘણે ભાગે શાતાવેદનીયવાળા હોય અને કદાચ અશાતા થાય, તો માત્ર અંતર્મુહૂર્ત કાળ જેટલી જ હોય, વધારે ન હોય.