________________
૪૩૨
******
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્ધપ્રમાણ ઉપર વિસ્તારવાળા વિચિત્રકૂટ અને ચિત્રકૂટથી શોભાયમાન દેવકુરુઓ ૧૧૮૪૨ ૨/૧૯ યોજનપ્રમાણ છે. મેરુની ઉત્તરે અને નીલપર્વતની દક્ષિણે ગન્ધમાદન અને માલ્ય પર્વત, જેની આકૃતિ હાથીના દાંત સરખી છે. તેનાથી વીંટળાયેલા મેરુ અને નીલ પર્વતની વચ્ચે રહેલી શીતા નદી વડે વિભાગ પામેલા પાંચ કુંડના બંને પડખે રહેલા સો કંચનપર્વતયુક્ત, શીતા નદીના બંને કિનારે રહેલા વિચિત્રકુટ અને ચિત્રકૂટ સરખા સુવર્ણના યમક પર્વતોથી શોભાયમાન ઉત્તરકુરુઓ પણ ૧૧૮૪૨ ૨/૧૯ યોજના પ્રમાણ છે.
દેવકુરુ અને ઉત્તરકુરુથી પૂર્વ તરફ પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ તરફ પશ્ચિમ મહાવિદેહ છે. પૂર્વ વિદેહમાં ચક્રવર્તીઓને જીતવા યોગ્ય, નદી અને પર્વતોથી વિભાજિત થએલી પરસ્પર એકબીજામાં જઈ ન શકાય તેવી સોળ વિજ્યો છે, એવી જ રીતે પશ્ચિમ વિદેહમાં પણ સોળ વિજ્યો છે.
ભરત ક્ષેત્રના મધ્યભાગમાં પૂર્વ અને પશ્ચિમ બંને તરફ સમુદ્રને અડકીને રહેલો, દક્ષિણ અને ઉત્તર એવા ભરતના અર્ધ વિભાગ કરનાર, તમિસ્રા અને ખંડપ્રપાતા એ નામની બે ગુફાઓથી શોભાયમાન, સવા છ યોજન જમીનમાં રહેલો, પચાસ યોજન વિસ્તારવાળો, પચીશ યોજન ઉંચો વૈતાઢય પર્વત છે. આ જ પર્વતના દક્ષિણ અન ઉત્તરના પડખાઓમાં ભૂમિથી દશ યોજન ઊંચે, દશયોજન વિસ્તારવાળી વિદ્યાધરશ્રેણીઓ છે. તેમાં દક્ષિણ દિશામાં દેશો સહિત પચાસ નગરો છે, ઉત્તર દિશામાં તો સાઠ નગરો છે. વિદ્યાધર-શ્રેણિઓથી ઊંચે બંને બાજુ દશયોજન પછી તિર્યંગઝુંભક વ્યંતરદેવોની શ્રેણીઓ છે. તેમાં વ્યંતરદેવોના આવાસો છે. વ્યતંર શ્રેણીઓની ઉ૫૨ પાંચ યોજનમાં નવ ફુટો છે. વૈતાઢયની વક્તવ્યતા ઐરાવત ક્ષેત્રમાં પણ સરખી સમજવી.
જંબૂદ્દીપની ચારે બાજુએ કોટ સરખી વજ્રમય આઠ યોજન ઉંચી જગતી છે. મૂળમાં બાર યોજન વિખંભ એટલે પહોળાઈ છે, વચ્ચે આઠ યોજન અને ઉપર ચાર યોજન વિધ્વંભ છે. તેના ઉપર બે ગાઉ ઉંચે જાલકટક નામનું વિદ્યાધરોને રમવાનું ક્રીડાસ્થળ છે. તેના ઉપરના ભાગમાં પદ્મવરવેદિકા નામની દેવોની ભોગભૂમિ છે. આ જગતીને પૂર્વાદિક દરેક દિશામાં અનુસ્મે વિજય, વૈજ્યંત, જ્યન્ત અને અપરાજિત નામના ચાર દ્વારો છે. હિમવંત અને મહાહિમવંત એ બંને પર્વતોની વચ્ચે શબ્દાપાતી નામનો વૃત્ત વૈતાઢય પર્વત છે. રુકમી અને શિખરી વચ્ચે વિકટાપાતી, મહાહિમવાન્ અને નિષધના આંતરામાં ગન્ધાપાતી, નીલ અને રુકિમના આંતરમાં માલ્યવાન, એ સર્વે એક હજાર યોજન ઉંચા અને પ્યાલાની આકૃતિવાળા છે.
તથા જંબૂદ્વીપને ચારે બાજુ વીંટળાઈને રહેલો તેના કરતાં બમણાં એટલે બે લાખ યોજનાવાળા વિસ્તારવાળો, મધ્યમાં દશહજાર યોજનના વિસ્તારમાં એક હજાર યોજન ઊંડો અને તેમાં પંચાણું હજાર યોજન બંને બાજુ અને તેના મધ્યમાં ઉંચે વૃદ્ધિ પામતા જળનો વિસ્તાર સોળ હજાર યોજન પ્રમાણ ઉંચો હોય છે. તેના ઉપર રાત અને દિવસના સમયે બે ગાઉ સુધી ઘટતો અને વૃદ્ધિ પામતો, લવણ સમુદ્ર છે. તેના મધ્યભાગમાં ચારે દિશામાં લક્ષયોજન પ્રમાણવાળા પૂર્વમાં વડવામુખ, દક્ષિણમાં કેયૂપ, પશ્ચિમમાં યૂપ અને ઉત્ત૨માં ઈશ્વર એ નામના હજાર યોજન ઠીકરીની જાડાઈવાળા તથા દશ હજાર યોજનના મુખ તથા તળિયાવાળા કાલ, મહાકાલ, વેલમ્બ અને પ્રભંજન દેવોના આવાસવાળા, મહા ઉંડાણવાળા ખાડા સરખા નીચેના ત્રીજા ભાગમાં વાયુવાળા, મધ્યના ત્રીજા ભાગમાં વાયુ અને જળવાળા અને ઉપરના ત્રીજા ભાગમાં જળવાળા પાતાલકળશો છે. બીજા નાના કળશો હજાર યોજન પ્રમાણવાળા, નીચે મુખમાં સો યોજન વિસ્તારવાળા, દશ યોજનની જાડી ઠીકરીવાળા, ૩૩૩ ૧/૩ યોજન ઉપરના ભાગમાં જળ, મધ્યમાં વાયુ અને જળ અને નીચે વાયુ હોય છે. જંબુદ્વીપમાં પ્રવેશ કરતી વેળાને રોકનારા ૭૮૮૪ દેવો તથા