________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૧
૩૪૯
શ્રીસંઘની આજ્ઞા ન માને તેને શું દંડ હોય ? તે અમને કહો ત્યારે તેને સંઘ-બહાર કરવા જોઈએ એમ જ્યારે કહે ત્યારે તમારે એક સાથે મોટા શબ્દથી આચાર્યને કહેવું કે તો પછીતમે પણ તે દંડપાત્ર છો' તે બંનેએ ત્યાં પહોંચી આચાર્યને તે પ્રમાણે કહ્યું. એટલે ભદ્રબાહુ આચાર્યે તેમને કહ્યું કે, ‘શ્રીસંઘ એ પ્રમાણે ન કરો, પરંતુ આમ કરો કે– મારા ઉપર કૃપા કરી બુદ્ધિશાળી શિષ્યોને અહિં મોકલે. અહીં તેઓને હું સાત વાચના આપીશ; તે આ પ્રમાણે-તેમા ભિક્ષાચર્યાથી પાછા ફરે, ત્યારે એક વાચના આપીશ. બીજી કાળવેલા-સમયે, બર્હિભૂમિથી પાછો આવું ત્યારે ત્રીજી. વિકાલવેળા-વખતે ચોથી, તથા આવશ્યક વખતે ત્રણ-એમ સાત વાચનાઓ અપાતા સંધકાર્ય અને મારું પણ કાર્ય વગર બાધાએ સિદ્ધ થશે. તે બંનેએ આવી તે પ્રમાણે કહ્યું. એટલે ભાગ્યશાળી બનેલા શ્રીસંઘે પણ સ્થૂલભદ્ર વિગેરે પાંચસો સાધુઓને ત્યાં મોકલ્યા. પાંચસો મુનિઓને ભદ્રબાહુ આચાર્ય વાચના આપવા લાગ્યા; પરંતુ તે વાચના ઘણી અલ્પ લાગવાથી ઉદ્વેગ પામી, તેઓ પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. પણ સ્થૂલભદ્ર તો ત્યાં રોકાઈ ગયા. તું કેમ ઉદ્વેગ પામતો નથી ? એમ સ્થૂલભદ્રને પૂછતાં કહ્યું કે, હું ઉદ્વેગ નથી પામતો પણ વાચના ઘણી મળે છે, સુરિએ કહ્યું કે, હવે મારું ધ્યાન લગભગ પૂર્ણ થવા આવ્યું છે. તે પૂર્ણ થયા પછી તારી ઈચ્છા પ્રમાણે તને વાચના આપીશ. ધ્યાન પૂર્ણથયા પછી સુરિજીએ તેની ઈચ્છા પ્રમાણે વાચનાઓ આપી. બે વસ્તુ ન્યૂન એવા દસ પૂર્વ સુધી સ્થૂલભદ્ર મુનિને ભણાવ્યા.
સિંહનું રૂપ
અનુક્રમે વિહાર કરતાં કરતાં ભદ્રબાહુ સ્વામી પાટલીપુત્રનગર આવ્યા અને બહારના ઉદ્યાનમાં આશ્રય કર્યો. આ સમયે ક્રમસર વિહાર કરતી સ્થૂલભદ્રની સાત બહેનો પણ આવેલી હતી, તેઓ સાધુઓને વંદન કરવા માટે આવી. ગુરુને વંદન કરી પૂછ્યું કે, હે પ્રભો ! સ્થૂલભદ્રમુનિ ક્યાં છે ? ત્યારે ગુરુજીએ હ્યું કે, અહીં ઉપલા ઉપર છે-એમ તેઓને કહ્યું ત્યાર પછી તેમને સામે આવતી દેખીને કંઈક આશ્ચર્ય દેખાડવા માટે એક સિંહનું રૂપ વિકર્યુ. સાધ્વીઓ તો સિંહને દેખી ભય પામી પાછી આવી. સૂરિને વિનંતી કરી કે, મોટાભાઈને સિંહ ખાઈ ગયો લાગે છે, હજુ સિંહ પણ ત્યાં જ રહેલો છે. ઉપયોગ મૂકીને આચાર્યે જાણ્યું અને આજ્ઞા કરી કે, ત્યાં જાવ અને મોટાભાઈ-મુનિને વંદન કરો, તે ત્યાં જ છે અને ત્યાં સિંહ નથી એટલે સાધ્વીઓ ફરી ત્યાં ગઈ. હવે પોતે પોતાના મૂળસ્વરૂપમાં દેખાયા એટલે સ્થૂલભદ્રને વંદના કરી અને પોતાની વીતક કથા જણાવી કે શ્રીયકની સાથે અમે પણ દીક્ષા લીધી પરંતુ હંમેશા ક્ષુધાવાળો તે એક એકાસણું પણ કરવા શક્તિશાળી ન હતો. પર્યુષણમાં સંવત્સરી મહાપર્વના દિવસે મેં શ્રીયકમુનિને કહ્યું કે– ભાઈ ! આજે મહાપર્વના દિવસે નવકારશીના બદલે પોરસી પચ્ચક્ખાણ કર, એટલે તેણે તે પચ્ચક્ખાણ કર્યું તે સમય પૂર્ણ થયો, ત્યારે મેં કહ્યું, ભાઈ ! થોડીવાર રોકાઈ જાવ અને ચૈત્ય-પરિપાટીમાં દર્શન કરશો એટલે પુરિમઢ પચ્ચક્ખાણ આવી જશે, એ વાત પણ તેણે સ્વીકારી.
વળી ત્રણ પહોર સુધીનું અવર્ડ્ઝ પચ્ચક્ખાણ કરવા માટે કહ્યું. પછી કહ્યું કે, હવે ટૂંકા કાળમાં પ્રતિક્રમણ કરી રાત્રે તો સુઈ જવાનું છે અને સુખપૂર્વક ઉંઘી જશો, એટલે રાત્રિ પૂર્ણ થશે માટે હવે ઉપવાસનું જ પ્રત્યાખ્યાન ગ્રહણ કરી લો. તેણે પણ તે પ્રમાણે ઉપવાસનું પ્રત્યાખ્યાન મારા આગ્રહથી કર્યું ત્યાર પછી રાત્રે સુધાથી પીડા પામેલા તે દેવ-ગુરુ-નવકારનું સ્મરણ કરતો મૃત્યુ પામી દેવલોક ગયો. મને ઋષિઘાતનું પાપ લાગ્યું. મેં મુનિહત્યા કરી-એ પ્રમાણે હું ખેદ પામતી હતી તેવી અવસ્થામાં શ્રમણસંઘ પાસે જઈને પ્રાયશ્ચિત માંગણી કરી. ત્યારે સંધે (સાધ્વીજીને) કહ્યું કે તમે આ શુદ્ધ ભાવનાથી કરેલું હોવાથી આ માટે તમારે કંઈ પણ પ્રાયશ્ચિત કરવાનું હોતું નથી, ત્યારે મેં કહ્યું કે, આ વાત સાક્ષાત્