________________
૪૧૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
ક્રિયામાં, વ્રતો અને (આચારમાં) શીલમાં અપ્રમાદ, વિનીતપણું, જ્ઞાનાભ્યાસ, તપ, ત્યાગ, વારંવાર ધ્યાન, તીર્થપ્રભાવના, સંઘમાં સમાધિ ઉત્પન્ન કરવી, સાધુની વૈયાવચ્ચ, અપૂર્વ-નવીનજ્ઞાન-ગ્રહણ અને દર્શનની વિશુદ્ધિ- આ વીશ સ્થાનકો તીર્થંકર નામકર્મના આશ્રવ છે. પ્રથમ શ્રી ઋષભદેવ ભગવંત અને છેલ્લા શ્રીવીર પરમાત્માએ આ વીશે સ્થાનકોની આરાધના કરી હતી અને બાકીના જિનેશ્વરોએ એક, બે કે ત્રણ અગર સર્વની સાધના કરી હતી. ગોત્રકર્મના આશ્રવો
પારકાની નિંદા, અવજ્ઞા-અનાદર, મશ્કરી, સદ્ગણોનો લોપ કરવો, છતા કે અછતા દોષોનું કથન કરવુ, આત્મ-પ્રશંસા, તથા પોતાના છતા કે અછતા ગુણો કથન કરવા, પોતાના છતા દોષો ઢાંકવા, જાતિ આદિનાં અભિમાન કરવાં-આ સર્વ નીચગોત્રના આશ્રવો છે. નીચગોત્ર આશ્રવોનું વિપરીતપણું, ગર્વરહિતપણું, વચન, કાયા અને મનથી વિનય કરવો, તે ઉચ્ચગોત્રના આશ્રવો છે. અંતરાયકર્મના આશ્રવો
દાન, લાભ, વીર્ય, ભોગ-ઉપભોગમાં નિમિત્તે કે વગર નિમિત્તે વિદ્ધ કરવું, તે અંતરાયકર્મના આશ્રવો સમજવા. પ્રસંગોપાત આમાં શુભ આશ્રવ જણાવ્યા, બાકી આ જીવોને વૈરાગ્યનું કારણ નથી. આ પ્રમાણે અશુભ આશ્રવ જાણીને ભવ્ય જીવોએ નિર્મમતા-નિમિત્તે આશ્રવ-ભાવના વિચારવી. આ પ્રમાણે આશ્રવ ભાવના જાણવી. || ૭૮ || હવે સંવર-ભાવના કહે છેઃ४०५ सर्वेषामाश्रवाणां, तु निरोधः संवरः स्मृतः ।
स पुनर्भिद्यते द्वेधा, द्रव्यभावविभेदतः ॥ ७९ ॥ અર્થ : સર્વ આશ્રવનો રોધ-અટકાવ કરવો, તેને સંવર કહ્યો છે, તે સંવર દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારનો છે. || ૭૯ ||
ટીકાર્થ : પૂર્વે જણાવેલા સર્વ આશ્રવોનાં દ્વારો બંધ કરવાં, તે સંવર કહેવાય. તે તો અયોગિ કેવલિઓને જ હોય. આ સર્વસંવરની વાત છે. એક, બે, ત્રણ આદિ આશ્રવોને રોકવા રૂપ સામર્થ્યથી દેશસંવર કહેવાય. સર્વસંવર અયોગિકેવલિ નામના ચૌદમાં ગુણસ્થાનકે હોય. સર્વસંવર અને દેશસંવર બંને દ્રવ્ય અને ભાવ એવા બબ્બે પ્રકારવાળા છે || ૭૯ || બે પ્રકાર કહે છે४०६ यः कर्मपुद्गलादानच्छेदः स दव्यसंवरः
મહેતયિત્યિ:, તે પુર્ભાવસંવર: | ૮૦ છે. અર્થ : ગ્રહણ કરાતાં કર્મપુદ્ગલોનો છેદ કરવો તેને દ્રવ્ય સંવર કહેવાય અને સંસારના કારણભૂત ક્રિયાઓનો ત્યાગ કરવો તેને ભાવસંવર કહ્યો છે . ૮૦ ||
ટીકાર્ય : આશ્રવદ્વાર વડે કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવું કે આત્મામાં પ્રવેશ થવો, તે જેના વડે છેદાય, તે દ્રવ્યનો સંવર હોવાથી દ્રવ્યસંવર. ભાવસંવર તે કહેવાય કે, જે સંસારના કારણભૂત આત્મવ્યાપારરૂપ ક્રિયાઓનો ત્યાગ. || ૮૦ ||