________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૯૨-૯૩
૪૨૧ કરી. શુભભાષામાં વચનની પ્રવૃત્તિ કરવી, તે વચન-સંયમ. દોડવું, કૂદવું, વળગવું આદિ પાપ-પ્રવૃત્તિ બંધ કરી કાયાને શુભક્રિયામાં પ્રવર્તાવવી, તે કાય-સંયમ. એ પ્રમાણે પ્રાણાતિપાત નિવૃત્તિરૂપ સત્તર પ્રકારનો સંયમ. કહેલું છે કે- ‘પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયવાળા જીવો, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જના, પારિષ્ઠાપનિકા, મન, વચન અને કાયાનો સત્તર પ્રકારનો સંયમ છે. (આવશ્યક સં.)
૨. સૂતૃત - પ્રિય-સત્ય વચન. તે તો કઠોરતા, ચાડી, અસભ્ય, ચપળતા, ચાવીને બોલવું, સ્પષ્ટ ગભરામણ, ઉતાવળ, સંદેહ, ગ્રામ્ય, રાગ-દ્વેષ-યુક્ત, કપટ-પાપયુક્ત, નિંદાદિક દોષ વગરનું તથા માધુર્ય, ઔદાર્ય, સ્પષ્ટ, ઉત્તમ પદાર્થ પ્રગટ કરનાર, અરિહંત પરમાત્માના વચનને અનુસરનાર, અર્થી લોકો ભાવ ગ્રહણ કરી શકે એવું, દેશ કાલને અનુરૂપ, સંયમવાળાને મિતાક્ષર, હિતકારી ગુણોથી યુક્ત વાચના, પ્રશ્ન પૂછેલાના ઉત્તરો આપવા રૂપ મૃષાવાદ-રહિત તે સત્ય વચન.
૩. શૌચ - સંયમને પાપકર્મનો લેપ ન લાગવારૂપ, અદત્તાદાન ત્યાગ કરવા રૂપ તે શૌચ છે. લોભ વશ બનેલો પારકા ધનને લેવા ઈચ્છા કરતો સંયમને મલિન કરે છે. લૌકિકો પણ કહે છે કે- “સર્વે શૌચોમાં અર્થ-શૌચ મહાન કહેલ છે, જે અર્થમાં શુચિ થયો તે શુચિ છે. માટી કે જળ વડે જે શુચિ થયો, તે શુચિ નથી.” (મનુસ્મૃતિ પ/૧૦૬) અશુચિવાળો આ લોક કે પરલોકમાં ભાવ-મળરૂપ કર્મો એકઠાં કરે
નથી. એટલા માટે અદત્તાદાનના પરિહારરૂપ શૌચ ધર્મ જણાવ્યો છે.
૪. બ્રહ્મચર્ય - નવ પ્રકારની બ્રહ્મચર્યગુપ્તિથી યુક્ત ઉપસ્થ-સંયમ, ગુપ્તેન્દ્રિય વિષયક સંયમ. ભીમસેનને ભીમ' એ ટૂંકા નામથી બોલાય, તે ન્યાયાનુસારે બ્રહ્મ પણ બોલાય'. બ્રહ્મચર્ય મહાન હોવાથી બ્રહ્મચર્ય એટલે આત્મારામતા, તેના માટે ગુરુકુલવાસ સેવન પણ બ્રહ્મચર્ય અબ્રહ્મની નિવૃત્તિરૂપ પણ બ્રહ્મચર્ય.
૫. અકિંચનતા - જેની પાસે કંઈ પણ દ્રવ્ય નથી તે અકિંચન. તેનો ભાવ તે અકિંચનતા. ઉપલક્ષણથી શરીર, ધર્મોપકરણાદિમાં નિર્મમત્ત્વ હોય. શરીર ધારણ કરનારા મુનિઓ મમતા વગરના હોવાથી તેઓ પરિગ્રહ વગરના છે અને ભોજનાદિક પણ સંયમ-યાત્રાના નિર્વાહ પૂરતા જ ગાડાના પૈડાને દીવેલના લેપ માફક મૂછ વગર ગ્રહણ કરે છે. રજોહરણ અને ઉપકરણો પણ સંયમના રક્ષણ માટે તથા વસ્ત્ર, પાત્રાદિક સંયમ-શરીરના રક્ષણ માટે ધારણ કરે છે પણ લોભ કે મમતાથી નહિ માટે નિષ્પરિગ્રહી જ છે. એ પ્રમાણે પરિગ્રહ પરિહારરૂપ અકિંચનતા.
૬. તપ - સંવર અને નિર્જરાના હેતુરૂપ હોવાથી જો કે પહેલાં કહેવાઈ ગયો છે. તે બાર પ્રકારનો છે પણ પ્રકીર્ણરૂપ અનેક પ્રકારનો પણ છે. તે આ પ્રમાણે યવમધ્ય, વજમય, ચાન્દ્રાયણ, કનકાવલિ, રત્નાવલિ, મુક્તાવલિ, સિંહવિક્રીડિત બે પ્રકારના, સાત સપ્તમિકાદિ ચાર પ્રતિમામાં સર્વતોભદ્ર, ભદ્રોત્તર, વર્ધમાન આયંબિલતપ વગેરે બાર ભિક્ષુ-પ્રતિમાઓ એક મહિનાથી માંડી સાત મહિનાની સાત, સાત રાત્રિ સંબંધી ત્રણ, એક દિવસ-રાત્રિની, એક રાત્રિની.
૭. ક્ષાન્તિ-ક્ષમા - શક્ત કે અશક્ત હોય તેનું સહન કરી લેવાના પરિણામ કરવા તે ક્ષમા. તે ક્રોધનિમિત્તનો આત્મામાં ભાવ કે અભાવ વિચારવાથી, ક્રોધ કરવાના દોષો વિચારવાથી, બાળ-સ્વભાવ વિચારવાથી, પોતે કરેલાં કર્મના ફળો ઉદયમાં આવ્યાનું ચિતવવાથી, ક્ષમાગુણ રાખવાના લાભ વિચારવાથી, ક્ષમા ઉત્પન્ન થાય છે. તેમાં જે દોષના કારણે મારા પર બીજો આક્રોશ કરે છે તે મારામાં હોય તો તે