________________
૪૨૦
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ કર્મ તપથી ક્ષય પામે છે. જેમાં પ્રચંડ પવનથી અથડાએલા વાદળના સમૂહો આમ તેમ વિખરાઈ જાય, તેમ તપસ્યાથી કર્મો પણ આમ-તેમ વિખેરાઈ જાય છે. જો કે સંવર-નિર્જરા દરેક ક્ષણે ચાલુ હોવા છતાં પણ
જ્યારે પ્રકર્ષ પામે, ત્યારે જ તે સંવર-નિર્જરા ધ્રુવપણે મોક્ષને ઉત્પન્ન કરે છે. બંને પ્રકારના તપ વડે નિર્જરા કરતો, નિર્મળ બુદ્ધિવાળો આત્મા સર્વ કર્મના ક્ષયસ્વરૂપ મુક્તિને પામે છે. આ પ્રકારે તપ વડે પુષ્ટ કરેલી, સમગ્ર કર્મનો વિઘાત કરનારી, ભવ-સમુદ્ર તરવા માટે સેતુ-સમાન, મમતાનો ઘાત કરવામાં કારણભૂત એવી નિર્જરાનું ધ્યાન કરો. એમ નિર્જરા-ભાવના કહી. || ૯૧ / હવે ધર્મ-સ્વાખ્યાત-ભાવના કહે છે४१८ स्वाख्यातः, खलु धर्मोऽयं भगवद्भिर्जिनोत्तमैः ।
यं समालम्बमानो हि, न च मज्जेद् भवसागरे ॥ ९२ ॥ અર્થ : જિનમાં ઉત્તમ એવા શ્રી અરિહંત ભગવંતોએ આ ધર્મ ખરેખર એવો કહ્યો છે કે, જેનું આલંબન કરનાર આત્મા ભવસાગરમાં ડૂબે નહિ. || ૯૨ ||
ટીકાર્થ : ધર્મ સુ-આખ્યાત-કુતીર્થિક ધર્મની અપેક્ષાએ પ્રધાનતાવાળો, વિધિ-પ્રતિષેધ-મર્યાદા વડે કહેલો એવો ધર્મ, વિદ્વાનોના ચિત્તમાં વર્તતો એવો આ ધર્મ, કોણે કહેલો ? અવધિજિન આદિકથી પણ ચડિયાતા કેવલી-ભગવંતોએ કહેલો, જેનું આલંબન લેનાર જીવ ભવસમુદ્રમાં ડૂબતો નથી. ૯૨ / સારી રીતે કહેલા ધર્મના દસ પ્રકારો કહે છે :४१९ संयमः सूनृतं शौचं, ब्रह्माऽकिञ्चनता तपः ।।
क्षान्तिर्मार्दवमृजुता मुक्तिश्च स दशधा तु ॥ ९३ ॥ અર્થ : તે ધર્મ દશ પ્રકારનો છે : ૧. સંયમ, ૨. સત્ય, ૩. શૌચ, ૪. બ્રહ્મચર્ય ૫. અકિંચન ૬. તપ ૭. ક્ષમા ૮. માર્દવ ૯. સરળતા અને ૧૦. મુક્તિ. / ૯૩ //
ટીકાર્ય : સત્તર પ્રકારનો સંયમ-ધર્મ, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, ક્ષાન્તિ, માર્દવ, સરળતા, નિર્લોભતા, આ દસ પ્રકારનો ધર્મ છે, તેમાં
૧. સંયમ - એટલે પ્રાણિ-દયા. તે સત્તર પ્રકારનો છે. પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તથા બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયોવાળા જીવોનું મન, વચન અને કાયા દ્વારા કરણ, કરાવણ અને અનુમોદન વડે સંરંભ, સમારંભ અને આરંભનો ત્યાગ કરવો-એમ નવપ્રકાર. અવરૂપ પુસ્તકાદિનો પણ સંયમ. દુઃષમકાળના દોષથી બુદ્ધિબળ ઘટતું જવાથી, શિષ્યોના ઉપકાર માટે યતના-પૂર્વક પ્રતિલેખના, પ્રમાર્જના સહિત પુસ્તકાદિ ધારણ કરે તો અજીવ-સંયમ. તથા પ્રેક્ષા-સંયમ, આંખથી બીજ-જંતુ, લીલોતરી આદિથી રહિત અંડિલભૂમિ દેખીને, ત્યાં શયન, આસન આદિ કરવા. સાવદ્ય વ્યાપાર કરનારા ગૃહસ્થોને ન પ્રેરતા, તેની ઉપેક્ષા કરવા રૂપ ઉપેક્ષા-સંયમ. દૃષ્ટિ-પડિલેહણ કરેલી ભૂમિમાં શયન, આસનાદિ કરતાં રજોહરણાદિથી પ્રાર્થના કરતો, તથા એક સ્થળેથી બીજે સ્થળે ચાલતા, સચિત્ત, અચિત્ત કે મિશ્ર પૃથ્વીમાં ચાલતા રજ કે ધૂળવાળા ચરણો થયા હોય, તેને પ્રમાર્જન કરી આગળ જાય તો પ્રમાર્જના-સંયમ. દોષિત અનેષણીય ભોજન-પાણી, અનુપકારક વસ્ત્ર-પાત્રો કે જીવોથી સંસક્ત હોય તેવા અન્ન, પાણી, વસ્ત્રાદિકને નિર્જીવ સ્થાનમાં પરઠવતો પરિઠાપના-સંયમ. કોઈનું નુકસાન, અભિમાન, ઈર્ષાદિકની નિવૃત્તિ કરી, મનને ધર્મધ્યાનાદિકમાં પ્રવર્તાવવું, તે મનઃ સંયમ, હિંસક-કઠોર, કડવા વગેરે પ્રકારના વચનોથી નિવૃત્તિ