________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૩-૧૦૪
૪૨૭
સ્વીકાર કરનારા તથા ભક્ષ્યાભઢ્ય, પયારેય, કે આચરવા યોગ્ય કે ન આચરવા યોગ્ય સર્વમાં સમાન ભાવવાળા, યોગી નામથી પ્રસિદ્ધિ પામેલા કૌલાચાર્યના અન્તવાસી શિષ્યો તથા બીજાઓ કે જેઓએ જૈનેન્દ્ર-શાસનનો મર્મ જાણ્યો નથી, તેવાઓને ધર્મ શું ? તેનું ફળ શું છે ? એ તેની સુંદર મર્યાદાવાળી કથન-રીતિ કેવી ? તે તો ક્યાંથી જાણી હોય ? જિનેશ્વર ભગવંતના ધર્મનું આ લોક અને પરલોકમાં જે ફળ છે, તે તો ગૌણ ફળ છે. મુખ્ય ફળ તો મોક્ષ કહેલો છે. ખેડૂત ખેતી કરતાં, ધાન્ય વાવતાં ધાન્ય મેળવવાની ઈચ્છા રાખે છે, વચમાં ઘાસ-પલાળા આદિક તો આનુષંગિક ફળ છે. તેમ ધર્મનું યથાર્થ ફળ તો અપવર્ગ-મોક્ષ છે, અને સાંસારીક ફલ તો આનુષંગિક સમજવું. જિનેશ્વર ભગવંતોએ કહેલા ધર્મને આશ્રિત સ્વાખ્યાતના ભાવનાને વારંવાર ભાવતા થકા મમત્વરૂપ વિષ-વેગના વિકાર-દોષોથી મુક્ત બની પરમ પ્રકર્ષવાળી સામ્યપદવીને પામે છે. એ પ્રમાણે ધર્મ-સ્વાખ્યતતા ભાવના કહી. || ૧૦૨ || હવે લોક-ભાવના કહે છે.
४२९ कटिस्थकरवैशाख-स्थानकस्थनराकृतिम् ।
द्रव्यैःपूर्णं स्मरेल्लोकं, स्थित्युत्पत्तिव्ययात्मकैः ॥ १०३ ॥ અર્થ : કેડ ઉપર રાખેલા હાથ અને વૈશાખ સ્થાનમાં રહેલા-પહોળા કરેલા પગવાળા મનુષ્યની આકૃતિવાળા તથા સ્થિતિ-ઉત્પત્તિ-વ્યયસ્વરૂપ દ્રવ્યોથી પૂર્ણ એવા જીવલોકને ચિંતવવો તેને લોકભાવના કહે છે. ૧૦૩ .
ટીકાર્થ : કેડ ઉપર બે હાથ ટેકવીને રાખેલા હોય અને વૈશાખ-સંસ્થાનથી બે પગ પહોળા કરેલા હોય એવા પ્રકારના આકારે ઉભેલો એક પુરૂષ, તેવી, ચૌદ રાજલોકના આકાશ-ક્ષેત્રની આકૃતિનું સ્મરણ કરવું. લોકાકાશ ક્ષેત્ર કેવું ? ત્યારે જણાવે છે કે સ્થિતિ, ઉત્પાદ અને વ્યય સ્વરૂપ દ્રવ્યોથી પૂર્ણ ક્ષેત્ર. સ્થિતિ એટલે ધ્રુવતા, ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે વિનાશ. જગતની તમામ વસ્તુઓ સ્થિતિ, ઉત્પાદ અને વ્યય-સ્વરૂપ છે. તત્ત્વાર્થ-સૂત્રમાં કહેવું છે કે, “ત્યાદ્રિ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' (તત્વાર્થ પ-૨૯) આકાશાદિ પણ નિત્યાનિત્યપણાથી પ્રસિદ્ધ છે તે દરેક ક્ષણે તે તે પર્યાયથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. પ્રદીપ વગેરે પણ ઉત્પાદક અને વિનાશના યોગવાળા બનીને રહે છે. પણ એકાંતસ્થિતિયોગવાળું કે ઉત્પાદવિનાશયોગી કંઈ પણ નથી. (અન્યયોગવ્યવચ્છેદ દ્વાáિશિકામાં) એમ કહ્યું છે કે:
“દીવાથી લઈને આકાશ સુધી સર્વ વસ્તુ સરખા સ્વભાવવાળી છે. સ્યાદ્વાદની મુદ્રાને ઉલ્લંઘન ન કરે તેવી છે. તેમાંથી એક વસ્તુ નિત્ય જ છે અને બીજી વસ્તુ અનિત્ય જ છે એવા પ્રલાપો તમારી આજ્ઞાના દ્વેષીઓના છે.” || ૧૦૩ || લોકસ્વરૂપ જ કહે છે– ४३० लोको जगत्त्रयाकीर्णो, भुवः सप्तात्र वेष्टिताः ।
घनाम्भोधिमहावात-तनुवातैर्महाबलैः ॥ १०४ ॥ અર્થ : આ જીવલોક ત્રણ જગતથી ભરેલો છે, તેમાં રહેલી સાત પૃથ્વીઓ મહાબળવાન એવા ઘનોદધિ, ઘનવાન અને તનુવાતથી વીંટળાયેલી છે. તે ૧૦૪ |
ટીકાર્થ : કહેલી આકૃતિ અને સ્વરૂપવાળો લોક અધઃ, તિર્યગુ અને ઉર્ધ્વ એમ ત્રણ લોકથી વ્યાપ્ત છે, તે લોકમાં રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, મહાતમ:પ્રભા