________________
૪૨૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
યથાર્થનામવાળી પૃથ્વીઓ છે. તથા અનાદિકાળથી પ્રસિદ્ધ નિરન્વર્થક નામવાળી છે - તે આ પ્રમાણે ધર્મા, વંશા, શૈલા, અંજના, અરિષ્ઠા,માઘવ્યા અને માધવી. દરેક રત્નપ્રભાથી નીચે નીચે વધારે વધારે પહોળી છે. તેમાં અનુક્રમે ૩૦ લાખ, ૨૫ લાખ, પંદર લાખ, દશ લાખ, ત્રણ લાખ, પાંચન્સૂન એક લાખ અને પાંચ જ એવા નારકાવાસો છે. તે નીચે અને પડખેથી ચારે બાજુ ગોળાકાર વીંટળાયેલી છે. કોનાથી ? પ્રવાહ નહિ પણ કઠણ સમુદ્ર, મહાબળવાન એવા ઘનવાત અને તનુવાતથી, ‘મહાબળ’ કહેવાથી પૃથ્વી ધારણ કરવા સમર્થ. તેમાં દરેક પૃથ્વીની નીચે ઘનોદધિ મધ્યભાગમાં વીશ હજાર યોજન જાડો છે અને મહાવાયુની જાડાઈ ધનોદધિ કરતાં મધ્યભાગમાં અસંખ્યાતા હજાર યોજનની અને તનુવાત મહાવાયુ કરતાં અસંખ્યાત યોજનની જાડાઈવાળો છે. ત્યાર પછી અસંખ્યાતા યોજનસહસ્ર આકાશ છે. આ વચ્ચેની જાડાઈનું માપ સમજવું. ત્યાર પછી ક્રમે ક્રમે બંને બાજુ ઘટતું ઘટતું છેવટે વલયના સરખા માપવાળું થાય છે. રત્નપ્રભાના ઘનોદધિવલયનું પહોળાઈનું માન છ યોજનનું, ઘનવાતવલયનું પહોળાઈનું માન સાડાચાર યોજન અને તનુવાત વલયનું પહોળાઈનું માન દોઢ યોજન સમજવું. રત્નપ્રભાના વલયમાનની ઉપર ઘનોદધિમાં યોજનનો ત્રીજો ભાગ, ઘનવાતમાં એક ગાઉ, તનુવાતમાં ગાઉનો ત્રીજો ભાગ હોય છે. એ પ્રમાણે શર્કરાપ્રભામાં વલયમાન જાણવું. એવી રીતે શર્કરાપ્રભાના વલયમાનથી ઉપર આ પ્રમાણે પ્રક્ષેપ અર્થાત્ ઉમેરો કરવો. એમ પહેલા પહેલાના વલયમાનથી ઉપર આ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી ઉમેરતાં ઉમેરતાં આગળ જવું. કહેલું છે કે, પહોળાઈમાં ‘ધર્માના પ્રથમ વલયની પહોળાઈમાં યોજનનો ત્રીજોભાગ, બીજા વલયની પહોળાઈમાં એક ગાઉ, છેલ્લા વલયની પહોળાઈમાં ગાઉનો ત્રીજો ભાગ, આદિ ધ્રુવમાં ઉમેરતા જવું, એવી રીતે સાતમી પૃથ્વી સુધી ઉમેરવું. પ્રક્ષેપ કર્યા પછી વલયની પહોળાઈનું માપ આ પ્રમાણે જાણવું. બીજી વંશા નામની પૃથ્વીમાં પહેલા વલયનો વિષ્ફભ-પહોળાઈ છ યોજન અને એક યોજનનો ત્રીજો ભાગ અર્થાત્ ૬, યોજન, બીજા વલયમાં પોણાપાંચ યોજન અને ત્રીજા વલયમાં યોજન, એમ સર્વ સરવાળો એકઠો કરવાથી શર્કરાપ્રભા - વંશા બીજી નારક પૃથ્વીના છેડાથી બાર પૂર્ણાંક બે તૃતીયાંશ યોજનના છેડે અલોક છે. વાલુકાપ્રભા - શૈલા નામની ત્રીજી નારકીના પહેલા વલયનો વિખંભ ૬ યોજન, બીજા વલયનો ૫ યોજન અને ત્રીજા વલયનો ૧ યોજન એમ
૧૨
૨
૨
૧
સરવાળો કરતાં ૧૩ - યોજને વાલુકાપ્રભાનો સીમાડો પૂર્ણ થાય. ત્યાંથી આગળ ફરતો અલોક છે. ચોથી પંકપ્રભા-અંજના નામની નારકીના વલયોમાં પ્રથમનો વિષ્ફભ સાત યોજન, બીજા વલયનો સવા પાંચ યોજન અને ત્રીજાનો પોણા બે યોજન મળી ચૌદ યોજન પછી અલોક આવે છે. હવે ધૂમપ્રભા - રિષ્ટા
૧
૧
પ્
૩
૨
E
નામની પાંચમી નરકમાં ત્રણ વલયોનું અનુક્રમે ૭ ૫ ૧ યોજન વિખંભ જાણવું. અર્થાત્ ૧૪ યોજન પછી અલોક ફરતો હોય છે. હવે તમઃપ્રભા-મેઘા નામની છઠ્ઠી નરક પૃથ્વીને ફરતાં ત્રણ વલયો છે. તેમાં પ્રથમ ઘનોદધિ-વલયનો વિસ્તાર ૭ બીજાનો ૫ પોણા છ યોજન અને ત્રીજાનો
૨
૩
૧૧
૧
૧૨
યોજન છે. અર્થાત્ ૧૫ યોજન પછી કરતો અલોક છે. હવે તમઃ-તમપ્રભા-માધવતી નામની સાતમી નારકીના પ્રથમ વલયનું માન આઠ યોજન, બીજા વલયનું છ યોજન અને ત્રીજા વલયનું બે યોજન વિખંભ - પ્રમાણ સમજવું – એટલે સોળ યોજન પછી ફરતો અલોક સમજવો. (બૃહત્સંગ્રહણી ૨૪૫૨૫૧) પૃથ્વીના આધારભૂત ઘનોષિ, ઘનવાત, તનુવાતથી આ વલયો પૃથ્વીની ચારે બાજુ વલયાકારથી છેડાના ભાગ સુધી એટલી પહોળાઈથી પૃથ્વીની ઉંચાઈ જેટલા તેના પણ માપ સમજવાં. ॥ ૧૦૪ ॥
ફરી લોકનું સ્વરૂપ કહે છે
-