________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૪૧૨
પ્રમાદને તેના પ્રતિપક્ષી-વિરોધી અપ્રમાદ વડે જીતે. પાપવ્યાપારવાળા યોગોનો ત્યાગ કરી અવિરતિને વિરતિ વડે જીતે ॥ ૮૪ ||
હવે મિથ્યાત્વ, આર્ત-રૌદ્ર-ધ્યાનના પ્રતિપક્ષ કહે છે:
४११ सद्दर्शनेन मिथ्यात्वं शुभस्थैर्येण चेतसः 1
વિનયેતાઽત્તરીત્રે ત્ર, સંવાર્થ નૃતોદ્યમઃ ॥ ૮× II
અર્થ : સંવર માટે ઉદ્યમ કરનાર પુરૂષે સમ્યગ્દર્શનથી મિથ્યાત્વનો અને ચિત્તની શુભ સ્થિરતાથી આર્ન-રૌદ્રધ્યાનનો વિજય કરવો. ॥ ૮૫ ॥
ટીકાર્થ : સંવર માટે ઉદ્યમ કરનાર યોગી સમ્યગ્દર્શનથી મિથ્યાત્વનો વિજય કરે અને ધર્મધ્યાન, શુકલધ્યાનરૂપ ચિત્તની સ્થિરતાથી આર્ત-રૌદ્રધ્યાનનો વિજ્ય કરે.
અહીં આંતરશ્લોકોનો ભાવાર્થ જણાવાય છેઃ
જેમ ચારે બાજુ રાજમાર્ગ હોય અને ઘણા દ્વારોવાળું ઘર હોય, બારણાં બંધ કર્યાં ન હોય અને ખુલ્લાં હોય, તો નક્કી તેમાં ધૂળનો પ્રવેશ થાય છે અને તેમાંય જો અંદર ભીંત કે બારી-બારણાં તેલવાળાં કે ચીકાશવાળાં હોય ધૂળ તે સાથે બરાબર ચોંટીને તન્મય બની જાય છે પરંતુ તેમાંય તે દ્વારો બંધ કર્યાં હોય તો ધૂળ અંદર પ્રવેશ ન કરે, તેલ સાથે એકરૂપ બની ચોંટી ન જાય. અથવા જેમ તળાવમાં પાણી આવવાના સર્વ માર્ગો ખુલ્લા હોય તો તેમાંથી પાણી પ્રવેશ કરે, પણ દ્વારો બંધ કર્યાં હોય તો લગાર પણ પાણીનો પ્રવેશ ન થાય અથવા જેમ નાવડીમાં છિદ્ર પડેલું હોય, તો તેમાંથી પાણી નાવડીમાં પ્રવેશ કરે, પરંતુ છિદ્ર પૂરી દીધું હોય કે ઢાંકી દીધું હોય તો લગાર પણ પાણીનો પ્રવેશ ન થાય. એ પ્રમાણે, આશ્રવદ્વારરૂપ યોગોને સર્વ બાજુથી રોકવામાં આવે, તો સંવર-સ્વરૂપ આત્મામાં કર્મ-દ્રવ્યનો પ્રવેશ ન થાય. સંવ૨ ક૨વાથી આશ્રવદ્વા૨નો નિરોધ થાય. વળી, સંવર ક્ષાન્તિ આદિ ભેદોથી ઘણા પ્રકારવાળો તે જ પ્રમાણે પ્રતિપાદન કરેલો છે. ગુણસ્થાનકો વિષે જેનો જેનો સંવર થાય, તે તે સંવર કહેવાય. મિથ્યાત્વનો અનુદય થાય, તે આગળ આગળના ગુણસ્થાનકોમાં મિથ્યાત્વ-સંવર કહેવાય. તથા દેશિવરતિ આદિમાં અવિરતિનો સંવર અને અપ્રમત્તસંયતાદિમાં પ્રમાદસંવર માનેલો છે. પ્રશાન્ત અને ક્ષીણમોહાદિકમાં કષાયસંવર, અયોગિકેવલિમાં સંપૂર્ણ યોગનો સંવર છે. એ પ્રમાણે, આશ્રવનિરોધના કારણરૂપ સંવર વિસ્તારથી વર્ણવ્યો. ભાવના-ગણમાં શિરોમણિ એવી સંવરભાવના ભવ્યજીવોએ અહીં ભાવવી જોઈએ. સંવર-ભાવના જણાવી. ॥ ૮૫ ॥
હવે નિર્જરાભાવના કહે છે
४१२ संसारबीजभूतानां कर्मणां जरणादिह
,
निर्जरा सा स्मृता द्वेधा, सकामा कामवर्जिता ॥ ८६ ॥
અર્થ : સંસારના બીજભૂત કર્મોના નાશથી નિર્જરા કહી છે, તે બે પ્રકારની છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા ॥ ૮૬ ||
ટીકાર્થ : ચારે ગતિમાં ભ્રમણ કરવા સ્વરૂપ સંસારના બીજભૂત કર્મોનું આત્મ-પ્રદેશોથી રસ અનુભવવાપૂર્વક કર્મ-પુદ્ગલનું ખરી પડવું - છૂટા પડવું, તે પ્રવચનમાં નિર્જરા કહેવાય છે. તે નિર્જરા બે પ્રકારની છે. “મારા કર્મની નિર્જરા થાવ' એવી ઈચ્છાપૂર્વકની તે સકામ-નિર્જરા છે, પરંતુ આ લોક કે પરલોકના ફળાદિની ઈચ્છાવાળી નિર્જરા સકામ નિર્જરા નથી. કારણ કે તેવી ઈચ્છા કરવાનો તો પ્રતિષેધ