SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૪૧૨ પ્રમાદને તેના પ્રતિપક્ષી-વિરોધી અપ્રમાદ વડે જીતે. પાપવ્યાપારવાળા યોગોનો ત્યાગ કરી અવિરતિને વિરતિ વડે જીતે ॥ ૮૪ || હવે મિથ્યાત્વ, આર્ત-રૌદ્ર-ધ્યાનના પ્રતિપક્ષ કહે છે: ४११ सद्दर्शनेन मिथ्यात्वं शुभस्थैर्येण चेतसः 1 વિનયેતાઽત્તરીત્રે ત્ર, સંવાર્થ નૃતોદ્યમઃ ॥ ૮× II અર્થ : સંવર માટે ઉદ્યમ કરનાર પુરૂષે સમ્યગ્દર્શનથી મિથ્યાત્વનો અને ચિત્તની શુભ સ્થિરતાથી આર્ન-રૌદ્રધ્યાનનો વિજય કરવો. ॥ ૮૫ ॥ ટીકાર્થ : સંવર માટે ઉદ્યમ કરનાર યોગી સમ્યગ્દર્શનથી મિથ્યાત્વનો વિજય કરે અને ધર્મધ્યાન, શુકલધ્યાનરૂપ ચિત્તની સ્થિરતાથી આર્ત-રૌદ્રધ્યાનનો વિજ્ય કરે. અહીં આંતરશ્લોકોનો ભાવાર્થ જણાવાય છેઃ જેમ ચારે બાજુ રાજમાર્ગ હોય અને ઘણા દ્વારોવાળું ઘર હોય, બારણાં બંધ કર્યાં ન હોય અને ખુલ્લાં હોય, તો નક્કી તેમાં ધૂળનો પ્રવેશ થાય છે અને તેમાંય જો અંદર ભીંત કે બારી-બારણાં તેલવાળાં કે ચીકાશવાળાં હોય ધૂળ તે સાથે બરાબર ચોંટીને તન્મય બની જાય છે પરંતુ તેમાંય તે દ્વારો બંધ કર્યાં હોય તો ધૂળ અંદર પ્રવેશ ન કરે, તેલ સાથે એકરૂપ બની ચોંટી ન જાય. અથવા જેમ તળાવમાં પાણી આવવાના સર્વ માર્ગો ખુલ્લા હોય તો તેમાંથી પાણી પ્રવેશ કરે, પણ દ્વારો બંધ કર્યાં હોય તો લગાર પણ પાણીનો પ્રવેશ ન થાય અથવા જેમ નાવડીમાં છિદ્ર પડેલું હોય, તો તેમાંથી પાણી નાવડીમાં પ્રવેશ કરે, પરંતુ છિદ્ર પૂરી દીધું હોય કે ઢાંકી દીધું હોય તો લગાર પણ પાણીનો પ્રવેશ ન થાય. એ પ્રમાણે, આશ્રવદ્વારરૂપ યોગોને સર્વ બાજુથી રોકવામાં આવે, તો સંવર-સ્વરૂપ આત્મામાં કર્મ-દ્રવ્યનો પ્રવેશ ન થાય. સંવ૨ ક૨વાથી આશ્રવદ્વા૨નો નિરોધ થાય. વળી, સંવર ક્ષાન્તિ આદિ ભેદોથી ઘણા પ્રકારવાળો તે જ પ્રમાણે પ્રતિપાદન કરેલો છે. ગુણસ્થાનકો વિષે જેનો જેનો સંવર થાય, તે તે સંવર કહેવાય. મિથ્યાત્વનો અનુદય થાય, તે આગળ આગળના ગુણસ્થાનકોમાં મિથ્યાત્વ-સંવર કહેવાય. તથા દેશિવરતિ આદિમાં અવિરતિનો સંવર અને અપ્રમત્તસંયતાદિમાં પ્રમાદસંવર માનેલો છે. પ્રશાન્ત અને ક્ષીણમોહાદિકમાં કષાયસંવર, અયોગિકેવલિમાં સંપૂર્ણ યોગનો સંવર છે. એ પ્રમાણે, આશ્રવનિરોધના કારણરૂપ સંવર વિસ્તારથી વર્ણવ્યો. ભાવના-ગણમાં શિરોમણિ એવી સંવરભાવના ભવ્યજીવોએ અહીં ભાવવી જોઈએ. સંવર-ભાવના જણાવી. ॥ ૮૫ ॥ હવે નિર્જરાભાવના કહે છે ४१२ संसारबीजभूतानां कर्मणां जरणादिह , निर्जरा सा स्मृता द्वेधा, सकामा कामवर्जिता ॥ ८६ ॥ અર્થ : સંસારના બીજભૂત કર્મોના નાશથી નિર્જરા કહી છે, તે બે પ્રકારની છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા ॥ ૮૬ || ટીકાર્થ : ચારે ગતિમાં ભ્રમણ કરવા સ્વરૂપ સંસારના બીજભૂત કર્મોનું આત્મ-પ્રદેશોથી રસ અનુભવવાપૂર્વક કર્મ-પુદ્ગલનું ખરી પડવું - છૂટા પડવું, તે પ્રવચનમાં નિર્જરા કહેવાય છે. તે નિર્જરા બે પ્રકારની છે. “મારા કર્મની નિર્જરા થાવ' એવી ઈચ્છાપૂર્વકની તે સકામ-નિર્જરા છે, પરંતુ આ લોક કે પરલોકના ફળાદિની ઈચ્છાવાળી નિર્જરા સકામ નિર્જરા નથી. કારણ કે તેવી ઈચ્છા કરવાનો તો પ્રતિષેધ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy