________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૮૫-૮૮
❖❖❖
૪૧૩ *
કરેલો છે. કહેલું છે કે- “આ લોકના સુખની અભિલાષાથી તપ-અનુષ્ઠાન ન કરવું. પરલોકમાં ઈષ્ટ સુખો મેળવવા માટે તપ ન કરવું. કીર્તિ પ્રશંસા, વર્ણ, શબ્દ, વખાણ માટે તપ ન કરવું. નિર્જરાના લાભ સિવાય બીજા માટે તપ ન કરવું.” (દશ. વૈ.૯/૪.) આ એક સકામ નામની નિર્જરા. બીજી પૂર્વે જણાવેલી અભિલાષા વગરની અકામનિર્જરા, જેમાં મારાં પાપકર્મોનો નાશ થાય' તેવી અભિલાષા-વગરની અકામનિર્જરા, અહીં મૂળ-શ્લોકમાં ચકાર ન કહેવા છતાં પણ સમુચ્ચય અર્થવાળો ચકાર અધ્યાહારથી સમજી લેવો. તેથી સકામા અને અકામા વચ્ચે ચકાર કહેલ નથી. ॥ ૮૬ ।।
બંને નિર્જરાની વ્યાખ્યા કરે છેઃ
४१३ ज्ञेया सकामा यमिनामकामा त्वन्यदेहिनाम् ।
कर्मणां फलवत् पाको, यदुपायात् स्वतोऽपि हि ॥ ८७ ॥
અર્થ : સાધુઓને સકામ નિર્જરા અને બીજા જીવોને અકામ નિર્જરા થાય છે. ફળની જેમ કર્મોનો પરિપાક ઉપાયથી અને સ્વાભાવિક એમ બે રીતે થાય છે. ॥ ૮૭ ||
ટીકાર્થ : ‘મને નિર્જરા થાવ' એવી અભિલાષાપૂર્વક જે યતિઓ કર્મક્ષય કરવા માટે જ તપનું સેવન કરે છે, એમને બીજા કોઈ પણ આ લોક કે પરલોકના સંસારના સુખની અભિલાષા હોતી નથી, તે સકામ નિર્જરા. યતિ સિવાયના બીજા એકેન્દ્રિયાદિક પ્રાણીઓને કર્મક્ષય-ફળથી નિરપેક્ષ નિર્જરા, તે અકામનિર્જરા. તે આ પ્રમાણે-પૃથ્વીકાયથી માંડી વનસ્પતિ સુધીના એકેન્દ્રિય જીવો ઠંડી, ગરમી, વરસાદ, જળ, અગ્નિ, શસ્ર આદિના ઘા, છેદ-ભેદ વગેરેથી આશાતાવેદનીય કર્મનો અનુભવ કરી નિરસ કર્મ પોતાના આત્મપ્રદેશથી છૂટું પાડે છે. વિકલેન્દ્રિય જીવો ક્ષુધા, તૃષ્ણા, ઠંડી, ગરમી આદિ વડે; પંચેન્દ્રિય તિર્યંચો છેદભેદ થવો, દાઝવું, શસ્ત્રાદિકથી; નારકીઓ ત્રણ પ્રકારની વેદના અનુભવીને; મનુષ્યો ભૂખ-તરસ, વ્યાધિ, દરિદ્રતા આદિ દુઃખો વડે અશાતા ભોગવીને, દેવતાઓ બીજાના હુકમો કિધ્ધિષત્વાદિ વડે અશાતા-વેદનીય કર્મ અનુભવી પોતાના આત્મપ્રદેશથી વિખૂટા કરી નાખે છે. આ પ્રમાણે વગ૨ ઈચ્છાએ આવી પડેલાં દુઃખો પરાધીનપણે ભોગવી લે અને આત્મ-પ્રદેશથી કર્મ છૂટાં પડી જાય, તે અકામનિર્જરા કહેવાય.
પ્રશ્ન કર્યો કે, સકામ અને અકામ નિર્જરાનું બે પ્રકારનું સ્વરૂપ કયાંય દેખ્યું છે ? આ પ્રમાણેના પ્રશ્નનો સ્પષ્ટ દાખલો (દૃષ્ટાંત) કહે છે :
અશાતાવેદનીય કર્મો ફળોની માફક પોતાની મેળે કે ઉપાયથી પકાવાય છે. જેમ વાયા વગરના સ્થાનમાં-બાફમાં પલાલ-ઘાસ ઢાંકીને કેરી આદિ ફળ પકાવવામાં આવે છે, અગર કાળ થાય ત્યારે આપોઆપ સાખ કેરી ઝાડ પર પાકી જાય છે. જેમ ફળોનું પાકવું આપોઆપ અને ઉપાયથી પ્રકારે થાય છે તેમ કર્મમાં તપશ્ચર્યાદિક ઉપાયોથી વહેલાં પણ નિર્જરા કરી શકાય છે. તેથી નિર્જરાના સકામ અને અકામ એવા બે પ્રકાર કહ્યા. શંકા કરી કે, ફળ બે પ્રકારે પાકે છે, તેમાં કર્મોના પાકનો શો સંબંધ ? અહીં પાકવું, તે નિર્જરારૂપ છે. તેથી જેમ ફળપાક બે પ્રકારે થાય છે, તેમ કર્મ-નિર્જરા પણ બે પ્રકારે સમજવી. ॥ ૮૭ |
હવે સકામનિર્જરાનો હેતુ સ્પષ્ટ દૃષ્ટાંતથી જણાવે છે
४१४ सदोषमपि दीप्तेन सुवर्णं वह्निना यथा I
तपोग्निना तप्यमान- स्तथा जीवो विशुध्यति ॥ ८८ ॥