________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૭૯-૮૪
૪૧૧
હવે કષાયો, વિષયો, યોગો ઈત્યાદિ વડે કહેલા અશુભકર્મ-હેતુઓના પ્રતિપક્ષભૂત અર્થાત્ વિરોધી ઉપાયોની સ્તુતિ કરે છેઃ
४०७ येन येन ह्युपायेन रुध्यते यो य आश्रवः ।
तस्य तस्य निरोधाय स स योज्यो मनीषिभिः ॥ ८१ ॥
અર્થ : બુદ્ધિશાળી પુરૂષોએ જે જે ઉપાયથી જે જે આશ્રવ રોકાય, તે તે આશ્રવનાં નિરોધ માટે તે તે ઉપાયનો પ્રયોગ કરવો. || ૮૧ ||
ટીકાર્થ : જે જે ઉપાયથી જે જે આશ્રવ રોકી શકાય, તેને રોકવા માટે ડાહ્યા પુરૂષોએ તે ઉપાય યોજવો જોઈએ. ॥ ૮૧ ||
ઉપાયો જણાવે છે :
४०८ क्षमया मृदुभावेन ऋजुत्वेनाऽप्यनीहया
1
क्रोधं मानं तथा मायां, लोभं रून्ध्याधे यथाक्रमम् ॥ ८२ ॥
અર્થ : ક્ષમાથી, કોમળતાથી, સરળતાથી અને નિર્લોભતાથી ક્રોધ-માન-માયા અને લોભને યથાક્રમે રોકવા || ૮૨ ||
ટીકાર્થ : સંયમ માટે પ્રયત્ન કરતા યોગીએ ક્ષમા વડે ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને અને સંતોષથી લોભને રોકવો. ॥ ૮૨
કષાયોનો પ્રતિપક્ષથી ક્ષય જણાવી વિષયોનો સંવર કહે છે :
४०९ असंयमकृतोत्सेकान् विषयान् विषसंन्निभान् I निराकुर्यादखण्डेन संयमेन महामतिः
॥ ૮૨ |
અર્થ : મહાબુદ્ધિવાળાએ અસંયમથી ઉલ્લાસ પામેલા, વિષ જેવા વિષયોને અખંડ સંયમથી રોકવા જોઈએ. ॥ ૮૩
ટીકાર્ય : ભોગવતી વખતે મધુર લાગતા, પરિણામે ભયંકર વિષ સરખા છે. આવા સ્પર્શદિ ઈન્દ્રિયોના વિષયોના ઉન્માદને-ઉન્માર્ગે જતાં ઈન્દ્રિયના સામર્થ્યને ઈન્દ્રિયોનો જય કરીને મહાબુદ્ધિશાળી મુનિ અખંડ સંયમી બને. ॥ ૮૩ ||
હવે યોગ, પ્રમાદ, અવિરતિના પ્રતિપક્ષને કહે છે:
४१० तिसृभिर्गुप्तिभिर्योगान्, प्रमादं चाप्रमादतः 1
सावद्ययोगहानेनाऽविरतिं चापि साधयेत् ॥ ८४ ॥
અર્થ : મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિથી ત્રણ અશુભ યોગોને, અપ્રમાદથી પ્રમાદને અને સાવદ્ય યોગોના ત્યાગથી અવિરતિના વિજયને સાધવો. ॥ ૮૪ ॥
ટીકાર્થ : મન, વચન અને કાયાના વ્યાપાર લક્ષણ ત્રણ યોગોને મન, વચન અને કાયાના રક્ષણરૂપ ગુપ્તિઓ વડે; મદ્યપાન, વિષય-સેવન, કષાય, નિદ્રા, વિકથા-લક્ષણ પાંચ પ્રકારના કે અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મમાં અનાદર, યોગોને ખરાબ રીતે પ્રવર્તાવવા-એમ આઠ પ્રકારના