________________
**❖❖❖❖❖
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્થ : જેમ દીપ્તિમાન અગ્નિથી દોષયુક્ત સુવર્ણ શુદ્ધ થાય છે, તેમ તપરૂપ અગ્નિથી જીવ પણ વિશુદ્ધ થાય છે. II ૮૮ ॥
૪૧૪
મેલ કે હલકી ધાતુથી યુક્ત સુવર્ણ અગ્નિવડે તપાવવામાં આવે, તો મેલ કે હલકી ધાતુ બળી જવાથી સુવર્ણ ચોખ્ખું અને વિશુદ્ધ થાય છે. તેવી રીતે અસàઘાદિ-અશુભ-કર્મોના દોષવાળો જીવ તપરૂપ અગ્નિ વડે તપાવવામાં આવે, તો નિર્મળ બને છે. જેના વડે રસાદિ ધાતુઓ અને કર્મો તપે તે તપ કહેવાય. કહેલું છે કે- ‘રસ, રુધિર, માંસ, મેદ-ચરબી, હાડકાં, મજ્જા, શુક્ર વગેરે અને અશુભ કર્મો તપીને ભસ્મ થાય, તે નિરુક્તથી તપ કહેવાય.' તે જ નિર્જરાહેતુ છે. કહેલું છે કે- જેમ પુષ્ટ હોવા છતાં પણ યત્નપૂર્વક શોષણ કરવાથી દોષો નાશ પામે છે, તેની માફક એકઠાં કરેલાં કર્મો તપસ્યા વડે સંવૃત થયેલો આત્મા બાળી નાખે છે' (પ્રશ. ૧૫૯) ॥ ૮૮ II
તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારવાળું છે. તેમાં બાહ્ય તપના ભેદો જણાવે છેતપના બાર ભેદો :
I
४१५ अनशनमौनोदर्यं वृत्तेः संक्षेपणं तथा रसत्यागस्तनुक्लेशो, लीनतेति बहिस्तपः
|| ૮૧ 11
અર્થ : ૧. અનશન, ૨. ઉત્તોદરી, ૩. વૃત્તિ સંક્ષેપ, ૪. રસત્યાગ ૫. કાયકલેશ અને ૬.સંલીનતાઆ છ પ્રકારનો બાહ્યતપ કહ્યો છે. II ૮૯ ||
ટીકાર્ય : ૧. અનશન - બે પ્રકારનું. એક થોડા કાળ માટેનું ઇત્વરિક અને બીજું જીંદગી સુધીનું યાવત્કથિક. નમસ્કાર-સહિત વગેરે શ્રીમહાવીર પ્રભુના તીર્થમાં છ માસ સુધીનું, ઋષભદેવના તીર્થમાં એક વરસ સુધીનું, મધ્યમ તીર્થંકરોના તીર્થોમાં આઠ મહિના સુધીનું ઇત્વરિક અનશન હોય છે. જીંદગી સુધીનું અનશન તો ત્રણ પ્રકારવાળું છે. તે આ પ્રમાણે-પાદપોપગમન, ઈંગિની અને ભક્ત-પ્રત્યાખ્યાન. તેમાં પાદપોપગમનના બે ભેદ-વ્યાઘાતવાળું. અને વ્યાઘાત વગરનું. તેમાં આયુષ્ય હોવા છતાં પણ વ્યાધિ ઉત્પન્ન થવાથી હેરાનગતિ ભોગવતો હોય કે મહાવેદના અનુભવતો હોય, તો પ્રાણોનો ત્યાગ કરવામાં આવે, તે વ્યાઘાતવાળું. અને નિર્વ્યાઘાત તો આ પ્રમાણેઃ- ‘મહાભાગ્યશાળી ગચ્છનું સારી રીતે પાલન કર્યું, ઉગ્ર વિહાર કર્યો, હવે મરણ માટે તૈયાર થયો છું.' આ પ્રમાણે વય પાકી થાય ત્યારે ત્રસ, સ્થાવર જીવ-રહિત ભૂમિમાં વૃક્ષમાફક ચેષ્ટા વગરનો એવા સંસ્થાનથી રહે, જેથી કરીને ચિત્ત પ્રશસ્ત ધ્યાનમાં પરોવાએલું ટકી રહે અને પ્રાણ છૂટતાં સુધી તેવી સ્થિતિ ટકી રહે. આમ પાદપોપગમન અનશન બે પ્રકારનું છે. ઈંગિનીમરણશ્રુતમાં કહેલ ક્રિયાવિશેષથી યુક્ત અનશન, તે ઈંગિની. આ મરણનો સ્વીકારનાર તે જ ક્રમથી આયુષ્યની પરિહાણિ જાણીને તથાપ્રકા૨ની સ્થંડિલ-ભૂમિમાં એકલો ચારે આહારનો ત્યાગ કરીને છાયામાંથી તડકામાં અને તડકામાંથી છાયામાં જતો આવતો-સ્થાનની ફેરબદલી કરતો, ચેષ્ટાવાળો સારા ધ્યાનમાં પરાયણ બનેલો પ્રાણોનો ત્યાગ કરે, તે આ ઈંગિનીરૂપ અનશન. જે ગચ્છ-સમુદાય વચ્ચે રહીને, કોમળ સંથારાનો આશ્રય કરીને શરીર અને ઉપકરણોની મમતાનો ત્યાગ કરી, ચારે આહારનાં પચ્ચક્ખાણ કરે અને પોતે જાતે નમસ્કાર બોલે, અગર નજીક રહેલા સાધુઓ નવકાર સંભળાવે, પડખું ફેરવતો હોય અને સમાધિથી કાળ પામે, તે ભક્ત-પ્રત્યાખ્યાન અનશન કહેવાય.
૨. ઉનોદરી - ઉણું ઉદર જે રાખે તે ઉનોદર. તેનો ભાવ તે ઔનોદર્ય. તેના ચાર પ્રકાર-અલ્પાહાર ઉનોદરી, અર્ધાથી ઓછી ઉત્તોદરી, અર્ધ ઉનોદરી અને પ્રમાણ-પ્રાપ્ત આહારથી કંઈક ઓછી ઉનોદરી. તેમાં