________________
४०८
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અને યોગ કર્મબંધના હેતુઓ છે. તો આશ્રવ ભાવનામાં આ બંધના હેતુઓ કેમ કહ્યા ? સમાધાન કરતાં જણાવે છે કે-તમારો પ્રશ્ન સત્ય છે. પરંતુ મહાપુરુષોએ આશ્રવ ભાવના જ કહેલી છે, બંધભાવના ભાવનારૂપે કહેલી નથી, આવભાવનામાં જ તે સમજાઈ જાય છે. આશ્રવ વડે ગ્રહણ કરેલાં કર્મ-પુગલો આત્માની સાથે સંબંધ પામતાં “બંધ” એમ કહેવાય છે. જે માટે કહેલું છે કે “સાત્વિજ્ઞીવ: વર્ષો યોથાત્ પુર્તિાનાન્નેિ, સ વચ: (તત્વાર્થ ૮/૨-૩) કષાયસહિત જીવ કર્મ-યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે તે કર્મનો બંધ કહેવાય. તેથી બંધ અને આશ્રવના ભેદની વિરક્ષા કરી નથી. વળી, શંકા કરી કે, ક્ષીરનીરન્યાયે આત્માની સાથે કર્મ-પુગલોનું એકમેક બનવુ તે બંધ કહેવાય, તો પછી આશ્રવ એ બંધ કેમ કહેવાય ? સમાધાન કરતાં કહે છે કે તમારી વાત સાચી અને યુક્તિવાળી છે તો પણ આશ્રવ વડે નહીં ગ્રહણ કરાયેલાં કર્મ-પુદ્ગલોનો બંધ કેવી રીતે થાય? આ કારણે પણ કર્મ-પુદ્ગલો ગ્રહણ કરવાના હેતુરૂપ આશ્રવમાં બંધ હેતુઓનું કથન અદુષ્ટ સમજવું. શંકા કરી છે, તો પણ બંધ હેતુનો પાઠ નકામો છે. જવાબ આપે છે કે-નહિ, બંધ અને આશ્રવ એકસ્વરૂપે કહેલા છે, માટે આશ્રવ-હેતુઓનો આ પાઠ એ પ્રમાણે છે તે સર્વ યથાર્થ સમજવું.
અહીં આંતરશ્લોકોનો ભાવાર્થ
કર્મ-પુગલો ગ્રહણ કરવાનાં કારણો તે આશ્રવ કહેવાય. જ્ઞાનાવરણીય આદિ ભેદથી કર્મો આઠ પ્રકારનાં જાણવા. જ્ઞાન અને દર્શન ગુણના અને તેની જેમ તેના હેતુઓનો જે અંતરાય કરવો, ઓળવવા, ચાડી ખાવી, આશાતના કરવી, ઘાત કરવો, અદેખાઈ કરવી, તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મના હેતુલક્ષણ આશ્રવ સમજવા. દેવની પૂજા, ગુરૂઓની વૈયાવચ્ચ, સુપાત્રદાન, દયા, ક્ષમા, સરાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, કર્મથી મલિન ન બનવારૂપ શૌચ, બાલતપશ્ચર્યા આ શાતાવેદનીય પુણ્યકર્મના આશ્રવો સમજવા. પોતાને, બીજાને કે ઉભયને દુઃખે કરવું, શોક કરવો- કરાવવો, વધ, ઉપતાપ, આક્રન્દન, પસ્તાવો કરવો-કરાવવો, તે અશાતાવેદનીય પાપકર્મના આશ્રવો છે. વીતરાગ, શ્રુતજ્ઞાન, સંઘ, ધર્મ, સર્વ દેવતાઓનો અવર્ણવાદ-નિંદા કરવી; તીવ્ર મિથ્યાત્વના પરિણામ થવા; સર્વજ્ઞ, સિદ્ધ, દેવ માટે અપલાપ કરવો કે ઓળવવા, ધાર્મિક પુરૂષનાં દૂષણ બોલવાં, ખોટા માર્ગની દેશના આપવી, ખોટો આગ્રહ પકડી રાખવો, અસંયતની પૂજા, વગર વિચાર્યું કાર્ય કરવું, ગુર્નાદિકનું અપમાન ઈત્યાદિક દર્શનમોહનીય કર્મના આશ્રવો કહેલા છે. આવાં કાર્ય કરનારને સમ્યગ્દર્શન મેળવતા ઘણી મુશ્કેલી પડે છે. તીવ્ર કષાયના ઉદયથી આત્માનો જે તીવ્ર પરિણામ તે ચારિત્રમોહનીયકર્મનો આશ્રવ જણાવેલો છે. જીવને ચારિત્ર-રત્ન પ્રાપ્ત થવામાં મુશ્કેલી ઉભી થાય. હાસ્યને ઉત્તેજન, કામદેવ સંબંધી ઉપહાસ કરવો, હસવાની ટેવ, બહુ બોલબોલ કરવું, દીનતાવાળાં વચન બોલવાં ઈત્યાદિક હાસ્યમોહનીય નોકષાયના આશ્રવો સમજવા. નવા નવા દેશ, ગામ, નગરાદિક જોવાની ઉત્કંઠા, ચિત્રામણો જોવાં, રમતો રમવી, ક્રીડાઓ કરવી, પારકાના ચિત્તનું આકર્ષણ કરવું, આ સર્વ રતિ નોકષાયના આશ્રવો છે. ઈર્ષા, પાપકાર્યો કરવાનો સ્વભાવ રાખવો, પારકી રતિનો નાશ કરવો, અકુશળ કાર્યોમાં પ્રોત્સાહન આપવું, આ સર્વે અરતિ નોકષાયના આશ્રવો સમજવા. પોતે ભય પરિણામવાળા થવું, બીજાને બીવડાવવા, ત્રાસ આપવો, નિર્દય બનવું તે ભય માટેના આશ્રવો છે. બીજાને શોક ઉત્પન્ન કરવો, પોતે શોક કરવો, શોક ઉત્પન્ન થયો તેમાં ચિંતા કરવી, સદન કરવું, તેમાં મગ્ન બનવું આ સર્વે શોકના આશ્રવો છે. ચાર પ્રકારના વર્ણવાળા શ્રીસંઘના અવર્ણવાદ, નિંદા જુગુપ્સા, સદાચારની જુગુપ્સા, તે જુગુપ્સા નોકષાયના આશ્રવ છે. ઈર્ષ્યા, વિષયની વૃધ્ધિ, જૂઠ બોલવું, અતિવક્રતા રાખવી, માયા કરવી, પરદાર-સેવનમાં આસક્તિ કરવી આ સ્ત્રીવેદ બંધાવનાર આશ્રવનાં