________________
૪૦૬
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ હવે આશ્રવ-ભાવના કહે છે४०० मनोवाक्कायकर्माणि योगाः कर्म शुभाशुभम् ।
यदास्रवन्ति जन्तूना-मास्रवास्तेन कीर्तिताः ॥ ७४ ॥ અર્થ : જીવોના મન-વચન-કાયાના વ્યાપારરૂપી યોગો શુભાશુભ કર્મને ઉત્પન્ન કરે છે તેથી તે યોગને જ આશ્રવ કહ્યા છે. || ૭૪ ||
ટીકાર્થ : મન, વચન અને કાયાના વ્યાપારો, તે યોગ કહેવાય. આ યોગો શુભ અને અશુભ કર્મ જીવોમાં ઉત્પન્ન કરે છે, તેથી તેને આશ્રવ કહેવાય. તેમાં, શરીરધારી આત્મા સર્વ આત્મ-પ્રદેશો વડે ગ્રહણ કરેલા મનોયોગ્ય પુદ્ગલો શુભ વગેરે મનન કરવા માટે કરણભાવનું આલંબન કરે, તેના સંબંધથી આત્માનો પરાક્રમવિશેષ તે મનોયોગ. તે મનવાળા પંચેન્દ્રિયને હોય છે. તથા દેહધારી આત્મા વચન-યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી છોડી દે, તે વચનપણે કરણતા પામે, તે વચનકરણના સંબંધથી આત્માનું બોલવાની શક્તિ, તે વચનયોગ. તે બેઈન્દ્રિયાદિક જીવોને હોય છે. કાય એટલે આત્માનું નિવાસ-સ્થાન, તેના યોગથી જીવનો વીર્ય-પરિણામ, તે કાયયોગ. આ મન, વચન અને કાયા ત્રણેના સંબંધથી અગ્નિ-સંબંધથી ઈંટ આદિ લાલરંગ પામે તેમ આત્માની વીર્ય-પરિણતિ વિશેષ યોગો કહેવાય. કહેલું છે કે “યોગ, વીર્ય, સ્થાન, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય આ શબ્દો યોગના પર્યાયવાચક જાણવા.” (પંચસંગ્રહ ગા. ૩૯૬) આ યોગો દુર્બળ કે વૃદ્ધને લાકડીના ટેકા માફક જીવને ઉપકાર કરનારા છે. તેમાં મનોયોગ્ય પુદ્ગલો આત્મ-પ્રદેશમાં પરિણમાવવા, તે મનોયોગ. ભાષાયોગ્ય પુદ્ગલોને ભાષાપણે પરિણમાવવા, તે વચન-યોગ. કાયા યોગ્ય પુદ્ગલોને ગમનાદિ યોગ-ક્રિયાના હેતુરૂપપણે પરિણાવવા, તે કાયયોગ. આ યોગો શુભ અને અશુભ, શતાવેદનીય અને અશાતા વેદનીય કર્મને ઉત્પન્ન કરે છે, તે કારણે આશ્રવ કહેવાય. જેના વડે કર્મ આત્મામાં આવ્યા કરે, તે આશ્રવ કહેવાય. | ૭૪ ||
શુભાશુભ કર્મનો આશ્રવ કરાવે, તે યોગ' એમ કહ્યું, કારણને અનુરૂપ કાર્ય હોય છે, તેથી શુભ અને અશુભ કર્મના હેતુઓ વિવેકથી બતાવે છે
४०१ मैत्र्यादिवासितं चेतः, कर्म सूते शुभात्मकम् ।
कषायविषयाक्रान्तं वितनोत्यशुभं पुनः ॥ ७५ ॥ અર્થ : મૈત્રી આદિ ભાવનાથી વાસિત ચિત્ત શુભકર્મને બંધાવે છે અને વિષય કષાયથી વ્યાપ્ત ચિત્ત અશુભ કર્મને બંધાવે છે || ૭૫ /
ટીકાર્થ : મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા લક્ષણ ચાર ભાવનાઓથી ભાવિત ચિત્ત પુણ્યસ્વરૂપ કર્મ બાંધે છે. તે કર્મ ક્યા કયા તે જણાવે છે- શાતવેદનીય , સમ્યકત્વ, હાસ્ય, રતિ, પુરૂષવેદ, શુભાયુ, શુભનામ, શુભગોત્ર. તે જ મન ક્રોધાદિક કષાયમાં જોડાયેલું હોય, સ્પર્શાદિક ઈન્દ્રિયોના વિષયોની અભિલાષા કરતું હોય, કષાયો અને વિષયોમાં પરાધીન બન્યું હોય, તો અશાતાવેદનીયાદિ અશુભ કર્મ ઉપાર્જન કરે છે. || ૭૫ /
તથા -