________________
४०४
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ હવે અન્યત્વભાવના કહે છે. ___३९६ यत्रान्यत्वं शरीरस्य वैसदृश्याच्छरीरिणः ।
धनबन्धुसहायानां तत्रान्यत्वं न दुर्वचम् ॥ ७० ॥ અર્થ : જેમાં અસમાનતાના યોગે આત્માથી દેહ ભિન્ન છે તે યુક્તિમાં ધન-બંધુ-મિત્રો આદિ પણ આત્માથી અન્ય છે, એમ કહેવામાં દુષ્ટતા નથી. | ૭૦ ||
ટીકાર્થ : જ્યાં શરીર અને જીવનું આધાર-આધેય, મૂર્ત-અમૂર્ત, અચેતન-ચેતન, અનિત્ય-નિત્ય, બીજા ભવમાં અગમન-ગમન વડે કરીને જુદાપણું છે, તો પછી ધન, બંધુ, માતાપિતા, મિત્રો, સેવકો, પત્ની, પુત્રો એ જુદા છે-એમ બોલવું એ ખોટું કથન નથી. કહેવાનો ભાવ એ છે કે, જો સાથે રહેનાર શરીર યુક્તિથી જુદું સ્વીકાર્યું, પછી ધનાદિક પદાર્થો જુદા સ્વીકારવામાં હરકત આવતી નથી | ૭૦ || અન્યત્વ-ભાવનાથી માત્ર નિર્મમત્વ ફળ છે, એમ નથી, પરંતુ બીજું પણ ફળ છે, તે કહે છે - ३९७ यो देहधनबन्धुभ्यो, भिन्नमात्मानमीक्षते ।
क्व शोकशङ्कना तस्य, हन्तातङ्क: प्रतन्यते ॥ ७१ ॥ " અર્થ : જે પુરૂષ આત્માને દેહ-ધન-બંધુ વગેરેથી ભિન્ન માને છે, તેને શોક-શંકુ સંતાપ ક્યાંથી આપે ? || ૭૧ છે.
ટીકાર્થ : જે વિવેકી આત્મા વિવેકના અજવાળાથી દેહ, ધન અને સ્વજનોથી આત્માને ભિન્ન સ્વરૂપે દેખે છે, તે આત્માને શોકની ફાચર પીડા કરતી નથી.
અહીં આંતર શ્લોકોનો ભાવાર્થ
અન્યત્વ એટલે ભેદ, જેમાં વિસમાનતા હોય, તે આત્મા અને દેહ, ધન, સ્વજનાદિકની સાક્ષાત્ પ્રતીતિ થાય છે. શંકા કરી કે દેહાદિક પદાર્થો ઈન્દ્રિયથી જાણી શકાય છે અને આત્મા-અનુભવવિષયક છે, તો પછી તેનું એકપણું કેવી રીતે ઘટી શકે ? જો આત્મા અને દેહ આદિ ભાવોનું અન્યત્વ સ્પષ્ટ છે, તો દેહમાં મહારાદિ વાગવાથી આત્મા કેમ પીડા પામે છે? સત્ય વાત છે. જેમને શરીરાદિમાં ભેદબુદ્ધિ વર્તતી નથી, તેઓને દેહમાં પ્રહાર વાગવાથી આત્મપીડા અનુભવાય છે. પરંતુ જેઓ દેહ અને આત્માનો સમ્યફ પ્રકારે ભેદ માને છે, તેઓને દેહમાં પ્રહાર વાગે, તો પણ આત્મા પીડા પામતો નથી. દૂધપાકમાં લોઢાનો તવેથો ફરતો હોય, પણ તે સ્વાદ ચાખી શકતો નથી, તેમ છેલ્લા તીર્થંકર પરમાત્માને બાર વરસમાં ઘણા ઉપસર્ગો, શારીરિક પીડાઓ થઈ, છતાં તેઓ આત્મા અને દેહનો ભેદ જાણનાર હોવાથી તેમના આત્માને પીડા થઈ નથી. નમિરાજા ધન અને આત્માનો ભેદ જાણનાર હતા. તેથી નગર બળતું હતું, ત્યારે ઈન્દ્રને કહ્યું કે, “મિથિલા નગરીનો દાહ થવા છતાં મારું કંઈ પણ બળતું નથી.” ભેદજ્ઞાનવાળો આત્મા પિતાના દુઃખમાં પણ દુઃખ પામતો નથી જ્યારે ભેદજ્ઞાન વગરનો આત્મા નોકરને દુઃખ થાય અને તેમાં આત્મીયતા હોય તો આત્મીય અભિમાનના યોગે મુંઝાય છે. પુત્ર પણ પોતાનો નથી, પારકો જ છે અને સેવકને સ્વકીય તરીકે સ્વીકારે તો તેના ઉપર પુત્રાધિક પ્રીતિ થાય છે. અહીં રાજભંડારી પારકું ધન બાંધીને ધારણ કરે છે, તેમ પારકા પદાર્થમાં મારાપણાની બુદ્ધિનો આશ્રય કરનારા હે ભવ્યાત્માઓ ! તમે આ વસ્તુનો વિવેક કરો અને અવળી ભાવનાનો ત્યાગ કરી મમતા છેદનાર અન્યત્વ-ભાવનાનું સતત સેવન કરો. અન્યત્વ ભાવના કહી. ||. ૭૧ ||