________________
❖❖❖❖❖❖
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્થ : ચંચળ એવું ચિત્ત મુક્તિમાં જવાની ભાવનાવાળા તપધર્મને કરનાર જીવોને વાયુના સમૂહની માફક કોઈ અન્ય ગતિમાં જ ફેંકે છે || ૩૬ ||
ટીકાર્થ ઃ મુક્તિમાં જવાની અભિલાષાથી જ તપ તપતા એવા મનુષ્યોને આ અસ્થિર ચિત્ત એટલે ભાવમન વંટોળીયા માફક ધારેલ સ્થાન કરતાં બીજા કોઈપણ નરકાદિ સ્થાનમાં ફેંકી દે છે. ।। ૩૬ || ફરી પણ અનિયંત્રિત મનના દોષ કહે છે
३६३ अनिरुद्धमनस्कः सन् योगश्रद्धां दधाति यः ।
૩૮૬
पद्भ्यां जिगमिषुर्ग्रामं स पङ्गुरिव हस्यते ॥ ३७ ॥
અર્થ : મનની ચપળતાને નહિ રોકનારો જે પુરૂષ યોગની શ્રદ્ધા ધારણ કરે છે, તે બે પગથી ગામમાં જવાની ઈચ્છાવાળા પાંગળા પુરૂષની જેમ હાંસીપાત્ર બને છે ॥ ૩૭ ||
ટીકાર્થ : લંગડો મનુષ્ય પગે ચાલીને બીજે ગામે જવાની અભિલાષા કરે, તેની માફક હું યોગી છું એવું અભિમાન કરનાર જો મનને ન રોકે તો તેવો યોગી હોવા છતાં વિવેકીઓને હાસ્યપાત્ર થાય છે. પગે ચાલવારૂપ મનનો રોધ અને તેના અભાવમાં લંગડો ગ્રામાન્તર જવાની અભિલાષા કરે, તેના સરખી યોગ-શ્રદ્ધા સમજવી || ૩૭ ||
મન-નિરોધ ન કરનારને માત્ર યોગ-શ્રદ્ધા નિષ્ફળ છે, એટલું જ નહિ, પરંતુ ઘણાં જ અશુભ પાપકર્મો ઉત્પન્ન થાય છે-એમ ઉત્તરાર્ધથી જણાવે છે અને પૂર્વાર્ધથી મનના નિરોધનું ફળ જણાવે છે ઃ३६४ मनोरोधे निरुध्यन्ते, कर्माण्यपि समन्ततः 1
अनिरुद्धमनस्कस्य, प्रसरन्ति हि तान्यपि ૫ ૨૮ ॥
અર્થ : મનના નિરોધથી (વિષયોથી પાછું ફરવાથી) કર્મોનો પણ સંપૂર્ણ નિરોધ થાય છે, પરંતુ મનનો નિરોધ ન કરનારને તે કર્મો ચાર તરફથી ફ્લાય છે - વૃદ્ધિ પામે છે. II ૩૮ ||
ટીકાર્થ : વિષયોથી મનનો રોધ કરવાથી, આશ્રવનો નિરોધ કરવાથી, પ્રબળ જ્ઞાનાવરણીયાદિ કર્મો પણ આવતાં રોકાય છે, કારણ કે કર્મોનો રોધ મનોરોધને આધીન છે. ચાલુ વિષયનો સંબંધ જોડતાં કહે છે કે- વિષયો તરફ જતા મનને ન રોકનાર પુરૂષને તે કર્મો વધારે વૃદ્ધિ પામે છે કારણ કે કર્મ બાંધવાં એ નિરંકુશ મનને આધીન છે. ॥ ૩૮ |
માટે આ નિશ્ચય કરીને મનને કબજામાં લાવવા માટે યત્ન કરવો જોઈએ તે વાત જણાવે છે
३६५ मनः कपिरयं विश्व- परिभ्रमणलम्पटः
I
नियन्त्रणीयो यत्नेन, मुक्तिमिच्छुभिरात्मनः
॥ ૨૨ |
અર્થ : આત્માની મુક્તિને ઈચ્છનારા પુરૂષોએ વિશ્વનાં પરિભ્રમણમાં લંપટ એવા આ મનરૂપ માંકડાનુંવાંદરાનું નિયંત્રણ કરવું. ॥ ૩૯ ||
ટીકાર્થ : ભાવમન એજ માંકડું- આ વાત દરેકને અનુભવસિદ્ધ છે, મન અને માકડાનું સરખાપણું કહે છે- માકડાઓ જેમ અટવીમાં ભ્રમણ કરે, એમને ભ્રમણ કરતાં કોઈ નિયંત્રણ હોતું નથી, તેમ મન પણ આખા વિશ્વમાં વગર રોક-ટોકે ભ્રમણ કર્યા કરે છે. તેથી કહે છે કે, જુદા જુદા વિષયો પકડી અસ્થિરપણે ભ્રમણ કરવામાં લોલુપ છે તેવા અનિયંત્રિત મનને ચપલતાનો ત્યાગ કરાવી ઉચિત વિષયમાં સ્થાપન કરવું